અભિનેતા અર્જુન રામપાલ તેની આગામી ફિલ્મ 'ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવમાં મહાર યોધ્ધાની ભૂમિકા ભજવશે. તાજેતરમાં તેણે આ ફિલ્મું પોસ્ટર શેર કરતાં જણાવ્યું હતું કે હું તેમાં દલિત હીરોની ભૂમિકા ભજવીશ. હું હમેશાંથી ઐતિહાસિક મૂવીમાં કામ કરવા ઈચ્છુક હતો. તેથી લેખક- દિગ્દર્શક રમેશ થિતેએ જ્યારે આ સિનેમા માટે મારો સંપર્ક કર્યો ત્યારે પળનોય વિલંબ કર્યા વિના મેં તેમાં કામ કરવાનું સ્વીકારી લીધું હતું. તેમાં હું પેશવાઓની વિશાળ સેનાને હરાવનાર વીર મહાર યોધ્ધાનું પાત્ર ભજવીશ.
આ ફિલ્મની કહાણી સંવેદનશીલ છે. ઘણાં લોકો એમ માને છે કે ઊંચી જાતિના લોકો તેની સામે તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયા આપશે. પરંતુ અર્જુન કપૂરને તેની ચિંતા નથી. તે કહે છે કે આ ફિલ્મ ઐતિહાસિક તથ્યો પર આધારિત છે અને તેમાં બધી જાતપાતના લોકોને માન આપવામાં આવ્યું છે તેથી મને નથી લાગતું કે આવું કાંઈ બનશે. વાત આપણા બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે. તેઓ કહેતા કે ઈતિહાસ રચવા આપણને આપણા ઈતિહાસની જાણકારી હોવી જોઈએ. વળી આ ફિલ્મમાં તો ૧૭૯૫થી ૧૮૧૮ દરમિયાનની વાસ્તવિક ઘટનાઓ રજૂ કરવામાં આવશે.
જોકે અગાઉ અભિનેતાએ આ યુધ્ધને મોટી કત્લેઆમ લેખાવ્યું હતું. આના જવાબમાં અર્જુન કે નાઝીઓ જે રીતે યહૂદીઓનું દમન કરતાં હતાં તે રીતે દલિતોનું દમન કરવામાં આવતું હતું.
અભિનેતા વેબ સિરિઝોમાં પણ જામી રહ્યો છે. અગાઉ તેણે 'ફાઈનલ કોલ'માં પાયલટની ભૂમિકા ભજવી હતી અને હવે તે 'નેલ પોલિશ'માં ડિફેન્સ લોયરનું પાત્ર ભજવશે.
આ સિવાય અર્જુન 'નાસ્તિક' ફિલ્મમાં પોલીસનો રોલ કરશે. આ મૂવીમાં તેને બાળકલાકાર હર્ષાલી મલ્હોત્રા અને મુઘલ રોડ સાથે દર્શાવવામાં આવશે. આ ફિલ્મ પણ ભારત- પાકિસ્તાનના ભાગલા વખતને ઐતિહાસિક ઘટના પર આધારિત છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r5ZodW
ConversionConversion EmoticonEmoticon