સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાં અક્ષય કુમારનો સમાવેશ, ફોર્બ્સ એશિયાએ 2020ના ડિજિટલ સ્ટાર્સની યાદી પ્રગટ કરી


- 20 વર્ષથી 78 વર્ષના સ્ટાર્સને સમાવી લીધા

નવી દિલ્હી તા.17 ડિસેંબર 2020 ગુરૂવાર

ફોર્બ્સ એશિયાએ 2020ના સૌથી વધુ કમાણી કરનારા ડિજિટલ સ્ટાર્સની યાદી પ્રગટ કરી હતી. એમાં બોલિવૂડનો કલાકાર અક્ષય કુમાર છઠ્ઠા ક્રમે આવ્યો હતો. 

જે કલાકારોએ પોતાની ફિલ્મની કમાણી, અભિન., ગીતસંગીત વગેરે બાબતોમાં વિક્રમો સર્જ્યા છે એવા 100 કલાકારોને આ યાદીમાં સમાવી લેવામાં આવ્યા હતા. કોરોના કાળમાં હતાશ થઇ રહેલા લોકોને મદદ કરનારા, સોશ્યલ મિડિયા દ્વારા લોકોની જિજીવિષાને ટકાવી રાખવાનો પુરુષર્થ કરનારા 20 વર્ષની વયથી માંડીને 78 વર્ષના કલાકારોને આ યાદીમાં સમાવી લેવામાં આવ્યા હતા.

બોલિવૂડના કલાકારોમાં સૌથી પહેલું નામ અક્ષય કુમારનું મૂકવામાં આવ્યું હતું. અક્ષય કુમાર માટે લખવામાં આવ્યું હતું કે સૌથી વધુ ફિલ્મો કરે છે, સોશ્યલ મિડિયા દ્વારા પોતાના ચાહકોના સતત સંપર્કમાં રહે છે, મુશ્કેલીમાં હોય તેવા લોકોને મદદ પણ કરે છે, સામાજિક કાર્યો માટે માતબર દાન કરે છે અને અભિનેતા તરીકે ટોચ પર રહે છે. ફોર્બ્સે લખ્યું છે કે કોરોના કાળમાં રાહત માટે અક્ષયે 4 મિલિયન ડૉલર્સનું દાન કર્યું હતું. સોશ્યલ મિડિયા પર એના 13 મિલિયન ચાહકો છે. આ વર્ષના મે માસમાં યુ ટ્યુબ પર યોજાએલી લાઇવ આઇ ફોર ઇન્ડિયા કોન્સર્ટમાં પણ અક્ષયે ભાગ લીધો હતો અને કોવિડ 19 ફંડ માટે 540 મિલિયન રૂપિયા એકઠા કરવામાં સહાય કરી હતી. 

ફોર્બ્સની યાદીમાં જણાવાયા મુજબ 2020માં અક્ષય કુમારે 362 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કમાણી તો ઓટીટી પર રજૂ થયેલી એની એક જ ફિલ્મ લક્ષ્મીની હતી. સૌથી વધુ કમાણી કરનારા દુનિયાભરના સ્ટાર્સની યાદીમાં અક્ષય કુમાર છઠ્ઠા ક્રમે આવતો હતો.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/389ySHW
Previous
Next Post »