અમેરિકામાં 1.90 કરોડથી વધુ કેસ અને 3.30 લાખ જેટલા મૃત્યુ


અ મેરિકામાં 3.30 લાખથી વધુ મૃત્યુ થયા છે. સંક્રમિતોની સંખ્યા 1.90 કરોડ થઇ છે.

અમેરિકામાં  સૌપ્રથમ મૃત્યુ ૧૭ ફેબ્રુઆરીએ કેલિફોર્નિયાના બે એરિયામાં સાન્ટા ક્લેરા કાઉન્ટીમાં થયું હતું. જ્યારે દુનિયામાં કોરોના વાયરસ ફેલાયાને ૫૦ દિવસ થઇ ગયા હતા અને કુલ ૧૮૦૦ના મોત થઇ ચૂક્યા હતા. વિશ્વના ૨૧ દેશોમાં કોરોનાએ.. .ભયંકર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. અમેરિકામાં પણ કોરોના વાયરસે પગ પેસારો જાન્યુઆરીની ૨૦મી તારીખે વુહાનની મુલાકાત લઇને પરત ફરેલ ૩૦ વર્ષની વ્યક્તિમાં વોશિંગ્ટન સ્ટેટ ખાતેથી કરી દીધો હતો.

પણ એ સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ મહાભિયોગમાંથી મુક્તિ અને ચુંટણીમાં જીતવા માટેની યુક્તિમા પડયા હતા. મહાભિયોગમાંથી મુક્તિ મળી ગઈ પણ... ચૂંટણીમાં...!

અઢારમી માર્ચ સુધીમાં તો અમેરિકાના ૫૦ રાજ્યોમાં કોરોના ફેલાય ચૂક્યો હતો. ઇમરજન્સી કે લોકડાઉન જાહેર થવાની બીકે આખા અમેરિકામાં ગ્રોસરી સ્ટોર્સમાં લાંબી લાંબી લાઈનો લાગી હતી અને માલ ખલાસ થવા લાગ્યો હતો. લોકો માલનો સ્ટોક ભરવા લાગ્યા હતા. ૨૦મી માર્ચે કેલિફોર્નિયામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. ચાર કરોડ લોકો ઘર કેદ થઇ ગયા. ન્યૂયોર્કમાં પણ ૪૦૦૦થી વધુ ચેપગ્રસ્ત થયા હતા. હોલિવુડ પણ કોરોનાની ઝપેટમાં આવતા બધુ બંધ થઈ ગયું હતું.

૨૭મી માર્ચે તો હાહાકાર બોલાઈ ગયો. ૨૪ કલાકમાં ૨૬૩ મોત થયા. ૧૭૦૦૦ પોઝીટીવ કેસ મળ્યા, ન્યૂયોર્ક હોટ સ્પોટ બન્યું જ્યાં કુલ ૪૫૭ના મોત થયા હતા. માર્ચના અંત સુધીમાં ૨૨૦૦થી વધુ મોત થવા છતાં ટ્રમ્પની જીદ રહી કે 'ક્વોરેન્ટાઇનની' જરૂર નથી. તેમને અર્થતંત્રને થઇ રહેલ નુકશાનની ચિંતા હતી. ન્યૂયોર્કમાં તો શબને ટ્રકમાં લઇ જવા પડે તેવી સ્થિતિ સર્જાય હતી. ચૌદ એપ્રિલે પ્રથમવાર અમેરિકાના તમામ ૫૦ રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી. અઢાર એપ્રિલે ટ્રમ્પે કહ્યું WHO એ.. મહામારી જાહેર કરવામાં ૭૨ દિવસ લીધા ત્યાં સુધી કોરોના ૧૧૪ દેશોમાં ફેલાઈ ગયો હતો. નારાજ અમેરિકાએ WHO ને અપાતુ ફંડ અટકાવ્યું.

ચીને વાઇરસ ફેલાવ્યો હશે તો તેના પરિણામ ભોગવવા પડશે. ૨૫ એપ્રિલ સુધીમાં અમરિકામાં કુલ ૫૦,૯૫૨ના મોત થયા હતા. ન્યૂયોર્કમાં બસ મટ્રો વાઇરસના સુપર કેરિયર બન્યા. હજારો મોત થયા પછી પણ આ બધું ચાલુ રખાયું હતું. મેટ્રો સર્વિસના ૮૪ કર્મીઓના મોત થયા હતા. જ્યારે ૫૭૧૨૮ (૨૮.૪.૨૦)' થયા ત્યારે ૫૫ વર્ષ પૂર્વે વિયેતનામ યુધ્ધમાં આટલા સૈનિકો મૃત્યુ પામ્યા હતા. તે ૫છીના મહિનાઓમાં પણ મોતનું તાંડવઅવિરત વધતું જ જતું હતું. લોકડાઉનનું કે માસ્કનું પાલન નહિં થતું હોય કેસો વધ્યાં હતાં.

આખરે ૧૪ ડિસેમ્બરના રોજ અમેરિકામાં રસીકરણની પ્રક્રિયા શરૂ કરાઈ. અમેરિકામાં કોરોના વાયરસની સૌ પ્રથમ રસી અશ્વેત નર્સ સેન્ડ્રા લિંડસેને આપવામાં આવી. પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્ક્સને વેક્સિન આપવામાં આવી. દેશના અનેક રાજ્યોમાં ૧૪૫ જગ્યાએ વેક્સિન પહોંચાડાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KTh7oj
Previous
Next Post »