પ રિવર્તન એ કુદરતનો નિયમ છે. આજનું ભારત એ ૧૨મી સદી કે ૧૬મી સદીનું નથી કે નથી તો તે માંડ ૧૭ ટકા સાક્ષર લોકો વાળું ભારત.૧૯૪૭ની આઝાદી મળી તે સમયનું પણ આજનું ભારત નથી. જે સમયે ભારત આર્થિક રીતે બહુ સમૃદ્ધ હતું તે સમયનું પણ આજનું ભારત નથી.
દેશમાં એક પછી એક ફેરફારો આવ્યા કરે છે. ૧૯૯૧ના વર્ષમાં ડો. મનમોહનસિંહે આર્થિક પરિવર્તનના જે પગલાં ભર્યા હતા તે વિશે અત્યાર સુધી કોઇએ વિચાર્યું પણ નહોતું. તેમણે બિઝનેસ માટે જોઇતી તમામ લાયસન્સ અને પરમીટ વ્યવસ્થાને દુર કરી નાખી હતી. જ્યારે હું કોમર્સ પ્રધાન હતો ત્યારે મેં ફોરેન ટ્રેડ પોલીસીમાં આમૂલ પરિવર્તન માટેના પગલાં ભર્યા હતા. જેમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ફ્રી કરવા સુધીની વાત હતી. ડી વેલ્યૂએશનના આ મુદ્દા સાથે ત્રણ પોલીસીમાં પણ ફેેરફારો કર્યા હતા. આ ફેરફારોની અસર થોડો સમય બાદ જોવા મળી હતી. કેટલીક ટીકાઓ થયા બાદ લોકોને ફેરફારોનો ખ્યાલ આવ્યો હતો.
તેના કેટલાક ઉદાહરણો પણ છે. શું તમને એ તારીખો યાદ છે કે જ્યારે એસટીડી-આઇએસડી-પીસીઓ બોર્ડ વિખેરી નખાયા હતા. એ યાદ છે કે જ્યારે આકાશવાણી પરથી સમાચારો આપવાના શરૂ થયા હતા. અથવા એ તારીખ યાદ છે કે જ્યારે રૂઢીચુસ્ત એવા દક્ષિણના રાજ્યોમાં છોકરીઓેએ પરંપરાગત હાફ સાડીવાળો ડ્રેસ છોડીને જીન્સ કે સલવાર કમીઝ પહેરવા શરૂ કર્યા હતા.
ગૌરવમાં વધારો..
દરેક ફેરફારનો પ્રારંભ સામાન્ય હોય છે. કેટલાક નવા ફેરફારો પર એક નજર નાખવા જેવી છે. જ્યારે લિસ્ટેડ કંપનીઓના બોર્ડમાં ૧૭ ટકા મહિલાઓની હાજરી જરૂરી બનાવાઇ હતી, જ્યારે રૂપિયામાં તૈયાર કરાયેલું ભારતનું ક્રેડીટ કાર્ડ વિશ્વના દરેક દેશમાં અમલી બની ગયું હતું, ટ્રંકકોલ બુક કરાયા સિવાય કોઇ પણ દેશમાં વાત કરી શકાય છે, ઇએમઆઇ મારફતે કોઇ પણ નાગરિક કાર, ટ્રક કે ટુ વ્હીલર ખરીદી શકે છે. ઓનલાઇન કપડાં કે દવાઓના ઓેર્ડર આપીને કોઇ પણ ઘેર બેઠાં મંગાવી શકે છે. ઓન લાઇન મેડિકલ ઇન્સ્યોરન્સ ઉતરાવીને કોઇ પણ પોતાની સારવારના ખર્ચમાં લાભ મેળવી શકે છે. ભારતની ક્રિકેટ ટીમમાં દૂર ગામડામાં રહેતા સ્પોર્ટ્સ મેનને ચાન્સ મળવા લાગ્યો હતો. જ્યારે મૂળ ભારતીય એવા લોકો ગુગલ, માઇક્રોસોફ્ટ, આઇબીએમ, એડોબ, નોકિયા, કોગ્ઝીનેટ, માસ્ટરકાર્ડ, ઝેરોક્સ જેવી ટોચની કંપનીઓમાં એક્ઝીક્યુટીવ હોય ત્યારે ગૌરવ થાય તે સ્વભાવિક છે.
કેટલાક નવા ફેરફારો મને અકળાવી રહ્યા છે. જેમકે કોર્ટના હીયરીંગ વિડીયો પર કરતી ઓલ વર્ચ્યુઅલ કોર્ટ, જેમાં મેજર સમસ્યાઓના હીયરીંગ થાય છે,પરંતુ જ્યારે દલીલોનું પૃથ્થકરણ થાય છે ત્યારે હાજરીની જરૂર પડે છે. વકિલ અને જજના આઇ કોન્ટેક્ટ મહત્વના બની રહેતા હોય છે. જ્યારે એકથી વધારે જજની બેંચ હોય ત્યારે જજની બોડી લેન્ગવેજ કેટલાક સલાહો દર્શાવતી હોય છે.
કેટલીક હકીકતો
જે નવા કેટલાક ફેરફારો જોવા મળે છેે તે ડરનો માહોલ ઉભા કરતા હોય એમ લાગે છે.
...વડાપ્રધાન બીજી ટર્મ પણ પુરી કરી રહ્યા છે છતાં તેમણે એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી.
...સંસદમાં કે ઓલ પાર્ટી મિટિંગમાં બોલવાના હકને છીનવી લેવાયો છે કે તેને નિયંત્રણમાં રખાયો છે. બટન દબાવીને માઇક્રોફોન મ્યુટ કરી દેવાય છે.
.... લોકશાહીની વાતો કરતાં ટોચના અધિકારીઓ પણ સલાહ આપી શકતા નથી.
....બે ધર્મના લોકો વચ્ચેના લગ્નને સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ માન્યતા મળતી હતી પરંતુ નવો કાયદો લાવીને તેમાં સજા કરવાનું શરૂ કરાયું છે
....ચૂંટણી માટેની આખી મશીનરી સત્તાધારી પક્ષના નિયંત્રણ હેઠળ છે.
.....નોન ગવર્નમેન્ટ અને નોન પ્રોફીટ સંસ્થાઓને ક્યાંતો દબાવી દેવાઇ છે કે દેશ બહાર ધકેલી દેવાઇ છે...
શું તમને ગૌરવ થાય છે?..
ઉપરોક્ત યાદી વાંચીને શું તમને એમ નથી લાગતું કે આવા ફેરફારો પક્ષપાતી છે? તમારી છાતી પર હાથ મુકીને કહો કે તમારો માંહ્યલો આ બાબતે કંઇ પૂછવા નથી માંગતો? કહેવાતી લવ જેહાદ સામે ૨૮ નવેમ્બરે નવો કાયદો યુ.પીની સરકાર લાવ્યા પછી પાંચ કેસ કરી દેવાયા છે. ઉત્તર પ્રદેશના માર્ગે દેશ પણ ચાલી રહ્યો છે ત્યારે સ્થિતિ ડરામણી લાગે છે..
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nb28Ex
ConversionConversion EmoticonEmoticon