(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 ડિસેમ્બર 2020, રવિવાર
સોનૂ સૂદ પોતાના સદકાર્યોના કારણે જરૂરિયાત લોકોમાં મસીહા સમાન બની ગયો છે. લોકોને ઉપયોગમાં આવવા માટે તેણે પોતાની મિલકત ગીરવી મુકીને રૂપિયા ૧૦ કરોડની લોન લીધી હોવાની વાત છે. હવે તાજી માહિતી અનુસાર,સોનૂએ જરૂરતમંદોને આત્મનિર્ભર બનાવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે.
સોનીએ સોશિયલ મીડિયા પર ઘોષણા કરી છે કે તે બેરોજગારને આત્મનિર્ભર બનવા માટે ઇ -રિક્શા મફતમાં આપવાનો છે. આ યોજનાને સોનૂએ ખુદ કમાઓ ઘર ચલાવો નામ આપ્યું છે. તેણે લખ્યું છે કે, એક મોટી છલાંગ મારવા માટેની મેં એક નાનકડો પ્રયાસ શરૂ કર્યો છે જેથી લોકોને આર્થિક રીતે સશક્ત બનાવી શકાય. લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે મો હું ફ્રી ઇ-રિક્સા ાપવાનો છું.
આ ઉપરાંત સોનૂએ થોડા દિવસ પહેલાના એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, વૃદ્ધ લોકોને એવી લાગણી ન થાય કે તેઓ સમાજમાં ઉપેક્ષિત થઇ રહ્યા છે, તેથી હું તેમના ઘૂંટણની સર્જરી કરવા માટે મદદ કરીશ. ૨૦૨૧માં ઘૂટંણોનું ટ્રાન્સપ્લાન્ટ એ મારી પ્રાથમિકતા હશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IK48oc
ConversionConversion EmoticonEmoticon