પ્રશ્ન: હું સોળ વર્ષની વિદ્યાર્થીની છું. મારી ઊંચાઈ માત્ર ચાર ફૂટ પાંચ ઇંચ છે, જેથી હું હંમેશા લઘુતાગ્રંથિથી પિડાઉં છું. જોકે છેલ્લાં ચાર વર્ષથી નિયમિત રીતે મને માસિક તો આવે જ છે, ઊંચાઈ વધારવાનો કોઈ ઉપાય સૂચવી શકશો ખરા?
એક યુવતી (રાજકોટ)
ઉત્તર: કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ સામાન્ય રીતે ઘણી બાબતો પર નિર્ભર હોય છે. પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે એના જૈવિક ગુણસૂત્રો, જે-તે વ્યક્તિને માતાપિતા તરફથી વારસાગત પ્રાપ્ત થાય છે જોકે તમે તમારા પરિવારના અન્ય સભ્યોની ઊંચાઈ વિશે કોઈ નિર્દેશ કર્યો નથી, છતાં માસિકધર્મની નિયમિતતાથી તમે સ્વસ્થ વ્યક્તિ ગણાવ. એટલે એમ લાગે છે કે વંશપરંપરાગત તમારી ઊંચાઈ ઓછી છે. માટે ખોટી ચિંતા છોડી લઘુતાગ્રંથિને ત્યજી દો. પૌષ્ટિક આહાર લો. નિયમિત વ્યાયામ કરો. હજુ પણ એક-બે વર્ષ સુધી તમારી ઊંચાઈ વધવાની શક્યતા ખરી. એવી કોઈ દવા કે ઇન્જેકશન નથી કે જેથી આપોઆપ ઊંચાઈ વધારી શકાય. ભલે તમે 'ગ્રોથહોરમોન્સ' વિશે વાંચ્યું હોય પણ એ તો તે વ્યક્તિ માટે યોગ્ય છે જેના શરીરમાં એ હોરમોન્સની ઉણપ હોય.
પ્રશ્ન: મારી વય ૨૩ વર્ષની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી મારી જાંઘ ઉપર ગર્ભવતી સ્ત્રીના પેટ ઉપર હોય છે તેવા સફેદ રંગના લીટા પડી ગયા છે. જોકે આમ તો હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. મારે કોઈની સાથે શરીર સંબંધ પણ થયો નથી. લગ્ન પછી મારા પતિ આ બાબતે શંકાશીલ તો નહીં બનેને?
ઉત્તર: તમારી ચિંતા તદ્ન નકામી છે. જાંઘ ઉપર આવા સફેદ લીટા એક સ્વાભાવિક પ્રક્રિયા છે, જેનું કારણ ગર્ભધારણ થવાથી નહીં પણ વધેલી ચરબી છે. મનની આવી શંકા છોડી દો. ભાવિ લગ્નજીવનમાં એવી કોઈ સમસ્યા ઉત્પન્ન જ નહીં થાય.
પ્રશ્ન: મારી વય ૩૨ વર્ષની છે. હું ત્રણ બાળકોની માતા છું. હવે અમે પહેલાં જેવો આનંદ સંભોગ દ્વારા પ્રાપ્ત કરી શકતાં નથી. કૃપા કરીને ઉત્તર આપશો.
એક સ્ત્રી (ભાવનગર)
ઉત્તર: બાળકના જન્મ પછી સ્ત્રીઓના યોનિમાર્ગમાં સહેજ ફેરફાર થાય છે. યોનિ સહેજ પહોળી બને છે. સગર્ભાવસ્થા પછી યોગ્ય વ્યાયામથી યોનિમાર્ગની માંસ પેશીઓની શિથિલતા દૂર કરી શકાય છે. સંભવ છે કે તમે યોગ્ય સંભાળ નહીં રાખી હોય. હવે તો પ્લાસ્ટિક શસ્ત્ર ક્રિયા દ્વારા પણ આ ઉણપો દૂર કરી શકાય છે.
પ્રશ્ન: મારી ઉંમર ૬૫ વર્ષની અને મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે. મને એન્જોઈના પેઈન છે. એને માટે ચાર જાતની ગોળી લઉં છું. મને સેક્સની ઇચ્છા થાય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ઇન્દ્રિયમાં ઉત્થાન સાથે સખતાઈ ઓછી આવે છે, જેથી યોનિપ્રવેશ કરવામાં તકલીફ થાય છે. તો દેશી વાયેગ્રા લઈ શકાય કે નહીં? કેટલા ગ્રામની લેવી જોઈએ અને એ લેવાથી હાર્ટ પર કોઈ તકલીફ નહીં થાયને?
એક પુરુષ(અમદાવાદ)
ઉત્તર: તમે કઈ ગોળી લો છો એ જાણવું મારા માટે જરૂરી છે. જો તમે નાઇટ્રેટયુક્ત ગોળી લેતા હો તો દેશી કે વિદેશી વાયેગ્રા ન લઈ શકાય અને ધારો કે એ તમે લેતા હો તો એ દવા બદલીને બીજી દવા લઈ શકાય. જેથી તમારું હૃદય તથા બ્લડપ્રેશર સુરક્ષિત રહે અને સાથે સાથે તમે દેશી વાયેગ્રાનો લાભ પણ લઈ શકો. જરૂર પડે તો આ માટે તમે કોઈ સારા સેકસોલોજિસ્ટને મળી શકો છો.
પ્રશ્ન: મારી ઉંમર ૩૧ વર્ષ અને પત્નીની ઉંમર ૨૯ વર્ષ છે. અમને પાંચ મહિનાની બેબી છે. પત્નીની ડિલિવરી પછી અમારો બન્નેનો સેક્સમાં રસ ઓછો થઈ ગયો છે. એ પહેલાં અમે સેક્સમાં ખૂબ જ એક્ટિવ હતાં, પણ હવે તો મન જ નથી થતું. અમારે પાછું પહેલાં જેવું એક્ટિવ થવું છે તો એ માટે શંુ કરવું એનો યોગ્ય ઉપચાર બતાવશો.
એક પતિ (સુરત)
ઉત્તર: તમારી સમસ્યા બહુ ગંભીર નથી. ડિલિવરી પછી ઘણી વાર યોનિમાર્ગ વિસ્તરી જાય છે. ઘણી વાર જે પકડ ઇન્દ્રિય અને યોનિમાર્ગમાં આવવી જોઈએ એ નથી આવતી. એને પરિણામે આનંદની જે અનુભૂતિ થવી જોઈએ એમાં ઉણપ વરતાય છે. આવું વારંવાર થયા કરે તો કામેચ્છા પર વિપરીત અસર પડે છે. એક સાધારણ દાખલો છે. તમે એક કપ ચા પીધી. જો એ સારી હશે તો તમને બીજી વાર પીવાનું મન થશે અને સારી નહીં હોય તો પીવાનું મન ઓછું થાય અથવા પરાણે પીવા જાઓ તો જેટલો આનંદ આવવો જોઈએ એટલો ન આવે એ સ્વાભાવિક છે. એ ઉપરાંત સાધારણ રીતે બાળકના આવ્યા પછી પત્નીનો પ્રેમ બાળક અને પતિ વચ્ચે વિભાજિત થઈ જતો હોય છે. એને કારણે ઘણી વાર આપણને સ્ત્રીની કામેચ્છા ઓછી થઈ ગઈ છે એવો ભાસ થતો હોય છે. એ છતાં તમે સંભોગ પહેલાં સેક્સના વિચારો કરો અને ફોરપ્લેમાં વધારે સમય ગાળો. એ ઉપરાંત સેક્સને લગતંુ સાહિત્ય બન્ને સાથે બેસીને જુઓ કે વાંચો. એનાથી તમારા બન્નેની કામેચ્છામાં વધારો થશે અને પાછો પહેલાં જેવો આનંદ મળશે.
- અનિતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mkVLgL
ConversionConversion EmoticonEmoticon