દસ કરોડથી વધુ શ્રમજીવીઓની હિજરત...


કે ન્દ્ર સરકારે અચાનક જ લોકડાઉન જાહેર કર્યું અને નાગરિકોને કોઈ પૂર્વતૈયારીનો, આયોજનનો સમય જ ન મળતા દેશના નાગરિકોમાં તમામ સ્તરે અફડાતફડી મચી હતી. કોરોનાને લીધે મહિનાઓ સુધી લોકડાઉન સમયે તેમ જ કામ-ધંધો બંધ થઇ જશે તેવી હવા જામતા જ શ્રમિકોએ ભય અને ફફડાટ સાથે તેમના વતન જવા માટે દોટ જમાવી હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એકબીજાના રાજ્યોમાં મહત્તમ શ્રમજીવીઓ છે. શ્રમજીવીઓને સ્વાભાવિક લાગણી હતી કે તેમના વતનમાં કુટુંબીઓની હૂંફ વચ્ચે લૂખો-સૂખો રોટલો ખાઈ લઇશું. તેઓમાં કોરોના થઇ જશે તેનો ફફડાટ પણ હતો. જો કે કેન્દ્ર સરકારે આ મામલે ઉંઘતી ઝડપાઈ. તેઓએ શ્રમિકોના આવા પ્રતિભાવ અંગે વિચાર્યું જ નહતું. લોકડાઉનને લીધે ટ્રેન, જાહેર પરિવહન બંધ હતું.

એક કરોડ શ્રમિકો બાય પગપાળા ટ્રેનના પાટા પર કે જે પણ ખાનગી વાહનો મળ્યા તેમાં હિજરત કરતા નીકળી પડયા. કેન્દ્ર સરકારે તે પછી તાબડતોબ વ્યવસ્થા અને શ્રમિકો માટે ટ્રેન શરૂ કરી પણ ઘણું મોડું થયું હોય તેમ લાગ્યું. શ્રમિકોને સહેજે તેમના વતને પહોંચતા ૩૦૦થી ૧૦૦૦ કિલોમીટર પ્રવાસ કરવો પડે. તેમાં પણ કોરોનાનું સંક્રમણ અલગ રાજ્યમાં થઇ જશે તેવા ભય સાથે કેટલાક રાજ્યોએ તેમની સરહદો બંધ કરી દીધી. શ્રમજીવીઓમાં મહિલાઓ, નાના બાળકો, નવજાત શીશુઓ પણ આ કેટલાયે ભૂખ્યા તરસ્યા રહ્યા.

લોકડાઉનો ભંગ કરી હતાશા, વેદના સાથે લાખો શ્રમિકો જાણે આઝાદી વખતે ભાગલા પડયા હતા તેવા દ્રશ્યોની યાદ તાજી કરતા હતા. એ તો ધન્ય છે ભારત દેશની સંસ્કૃતિ કે આ શ્રમજીવીઓને ભોજન, પાણી, બાળકોને દૂધ આપવા માટે કોરોનાનો ડર છોડીને સેવાભાવી સંસ્થાઓ બહાર આવી. તે જ રીતે રાજ્ય સરકારો, ગ્રામ પંચાયતો પણ સેવાની સરવાણીમાં આગળ આવ્યા.

ફિલ્મ અભિનેતા સોનુ સુદે રાષ્ટ્રીય હીરો બનતા હજારો શ્રમજીવીઓ માટે સ્પેશ્યલ બસોની વ્યવસ્થા કરી. જંગી ચેરીટી ફંડ પણ ઉભુ કર્યું. જો કે દુર્ઘટનાઓ પણ બની. ટ્રેનના પાટા પર ચાલીને જતા શ્રમિકો પૈકી ૧૬ જણા ટ્રેનમાં નીચે આવી મૃત્યુ પામ્યા. ૩૦ જેટલા હાઈવે પરના ટ્રક અકસ્માતમાં માર્યા ગયા.૧૫ વર્ષની એક બાળાએ તો આધુનિક શ્રવણ જેવું પુણ્ય કર્યું. બિહારથી ગુરૂગ્રામનું ૧૨૦૦ કિલોમીટર અંતર તેણે તેના બીમાર પિતાને સાયકલ પર બેસાડી પાર કરાવ્યું. તે પછી ફરી આવી જ તકલીફ ફરી અનલોક થતા તેમના કામ ધંધાના સ્થળો પરત આવતા શ્રમિકોમાં સર્જાઈ હતી.

- તંત્ર દ્વારા વાહન વ્યવસ્થા કરાયાની અફવા અને અફરાતફડી

- જાણે આઝાદીના ભાગલા વખતના દ્રશ્યો..

- શ્રમિકોને ભોજન પીરસવા સેવાભાવી સંસ્થાઓ આગળ આવી

- ધન્ય છે ભારતીય સંસ્કૃતિ: સંકટમાં વડીલોને ત્યજી ન દેવાય

- આ તસવીર જ સો તસવીરની ગરજ સારે છે

સેંકડો કિલોમીટર ચંપલ પહેરીને ચાલ્યા પછી શ્રમિકોના પગ પર આ રીતે ફોલ્લાં અને ચાઠાં પડી ગયાં હતાં. ચંપલના ચામડા સાથે પગની ચામડી જાણે મોજાં હોય તેમ ચોંટી 

ગઈ હતી.

- સોનુ સુદને સલામ :  હજારો શ્રમિકોને વતન પહોંચાડયાં

- બાળકોએ આવી રીતે ઉંઘીને પણ મંઝીલ પ્રાપ્ત કરી

- આ બાળકીને શ્રવણ પણ નતમસ્તક વંદન કરે

૧૫ વર્ષની એક બાળાએ તો આધુનિક શ્રવણ જેવું પુણ્ય કર્યું.  શ્રવણે તેમનાં માતા-પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવી હતી. જ્યારે આ બાળકીએ  બિહારથી ગુરૂગ્રામનું ૧૨૦૦ કિલોમીટર અંતર તેના બીમાર પિતાને સાયકલ પર બેસાડી પાર કરાવ્યું.

- પિતા માતાની ભૂમિકામાં : બાળકને દુધપાન

- ટ્રેનનાં ટ્રેક પર ચાલીએ...કદાચ વતનનો રસ્તો ઝડપથી કપાય

- હજુ સેંકડો કિલોમીટર ચાલવાનું છે : બે ઘડીનો આરામ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34JE0S9
Previous
Next Post »