મહિનાઓ સુધી પરિવહન બંધ રહ્યું હોય તેવી સૌપ્રથમ ઘટના

- કોરોના વિશેષ પૂર્તિ : ભવેન કચ્છી, પ્રદીપ ત્રિવેદી

- 'વંદેમાતરમ' ફલાઈટ અને વતન વાપસી

- ટ્રેઇનના કોચ યાર્ડંમાં પડી રહ્યા..

- ફરી ધીમી રફતાર સાથે પણ જીવનના પૈડા ફરતાં થયાં


ભા રતમાં રહેતા સૌથી વયસ્ક વ્યક્તિને પૂછો તો તે પણ કહેશે કે કુદરતી કે માનવ સર્જીત આપત્તિને લીધે કોઇ રાજ્ય કે શહેરમાં કે અમૂક રૂટમાં પરિવહન ઠપ્પ થયું હોય તેવું બન્યું છે. અરે.. યુધ્ધ વખતે પણ સમગ્ર દેશ આ હદે ઠપ્પ નથી થયો. ભારત જેવડા વિરાટ ૧૩૭ કરોડની વસ્તી માટે શહેરની આંતરિક, બે શહેરો કે આંતરરાજ્ય અને તેના કરતા પણ આગળ વધીને આંતરરાષ્ટ્રીય પ્રવાસ જ બંધ કરી દેવો પડે તેવી કોરોનાના કહેરને લીધે લાચારી અનુભવવી પડી. મુંબઇમાં લોકલ ટ્રેન જ બંધ કરી દેવામાં આવે તેની કલ્પના કરી જૂઓ. વ્યક્તિ પોતાની કારમાં પણ બીજા ગામ કે શહેર ન જઇ શકે. ટ્રાન્સપોર્ટ પણ બંધ. અનલોકના તબક્કે સખ્ત નિયંત્રણો અને શરતો સાથે ખાસ 'વંદે માતરમ્' વિમાન ફ્લાઇટ શરૂ થઇ જે માત્ર ભારતના વિદેશમાં ફસાઇ ગયેલા નાગરિકો માટે જ છે. અમૂક ટ્રેનો પણ ટેસ્ટિંગ, સ્ક્રીનિંગ, માસ્ક, શિલ્ડ સાથે શરૂ થઇ હતી. એરપોર્ટમાં પ્લેન અને રેલવે કોચ યાર્ડમાં પાર્ક થયેલા જોઇ અજીબ લાગતું હતું. ભારતની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરલાઇન્સને અંદાજે રૂા. ૧.૩૦ લાખ કરોડનો ફટકો પહોંચ્યો છે. ટ્રાવેલ્સ અને ટુરિઝમના તમામ બિઝનેસને પાંચ લાખ કરોડનું નુકશાન થયું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WKFU0A
Previous
Next Post »