એ વી શ્રદ્ધા રાખી શકાય કે ૨૦૨૦માં માનવજગત પર જે વીતી તેવી કોરોનાની ઘાતકતા ૨૦૨૧માં નહીં અનુભવાય. કેસો ઘટતા જાય છે અને મૃતકોની સંખ્યા પણ... આમ છતાં કોરોના મુક્ત ભારત ૨૦૨૧માં બને તેવું તો તબીબી જગત પણ દાવો નથી કરતું... કદાચ માસ્ક, રસી તેમજ અન્ય સામાજિક અંતરને સ્વૈચ્છીક જવાબદારી નીભાવીને ૨૦૨૧નું વર્ષ વીતશે.
ઘટતા ક્રમે મૃત્યુ થાય તો પણ લાચાર માનવી તેનો મૂક સાક્ષી બની જીવન આગળ ધપાવશે. હા, ભય-ફફડાટ-હોસ્પિટલ-સ્મશાનના તે બિહામણા દ્રશ્યો નહીં સર્જાય તેવી આશા. આખરે અર્થતંત્રના પૈડા પણ ફરતા રાખવા જ પડશે. વેક્સિન ૧૩૮ કરોડની વસ્તી સુધી પહોંચે તો પણ વર્ષ નીકળી જાય.
બીજુ, આ વેક્સિન પણ હજુ કેટલા અસરકારક પૂરવાર થાય છે તે પણ સ્પષ્ટ નથી બન્યું. વેક્સિનની આડઅસરથી ગભરાઈને વેક્સિન નહીં મૂકાવનાર પણ લાખોની સંખ્યામાં હોવાના તેમનાથી પણ કોરોનાનો ભય તો રહેવાનો જ. વેક્સિન પણ બે ડોઝમાં લેવાની છે.
૨૦૨૦ કરતા ઓછો પણ ૨૦૨૧માં હજુ વેપાર, ઉદ્યોગ, રોજગારી, પ્રવાસન પર ફટકો જારી રહેશે જ. ૨૦૨૧નું વર્ષ ૨૦૨૦ કરતાં થોડું હળવું હશે પણ.... સાવધ તો રહેવું જ પડશે. પ્રથમ છ મહિના ખૂબ જ નિર્ણાયક રહેશે. હોપ ફોર ધ બેસ્ટ...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mMYaB8
ConversionConversion EmoticonEmoticon