ભૂમિ પેડણેકર જલવાયુ પરિવર્તન પર સતત કામ કરતી હોવાથી મળ્યું વૈશ્વિક સમ્માન


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.17 ડિસેમ્બર 2020, ગુરુવાર

ભૂમિ પેડણેકર પોતાની અભિનય ક્ષમતાથી બોલીવૂડમાં લોકપ્રિય બની છે. તેને હવે એક વૈશ્વિક સમ્માન પ્રાપ્ત થયું છે. ભૂમિજલવાયુ પરિવર્તન અભિયાનમાં લોકોની જાગરૂકતા ફેલાવાનું કામ કરે છે, તેના આ કાર્યના પ્રયાસોરૂપે તેને વૈશ્વિક સમ્માન મળ્યું છે. હવે તે સંયુક્ત રાષ્ટ્રની પૂર્વ જલવાયુ પ્રમુખ ક્રિસ્ટિયાના ફિગરર્સની આગામીમાં ચાલનારી પહેલના હિસ્સામાં ભાગ લેવાની છે. 

કાઉન્ટ અસ ઇન નામની આ વૈશ્વિક પહેલની શરૂઆત દુનિયાના તમામ સંગઠનો મળીને કરી રહ્યા  છે. સંયુક્ત રાષ્ટ્રની ભૂતપૂર્વ જલવાયુ પ્રમુખ ક્રિસ્ટિયાના ફિગરર્સ તેમાં એક માર્ગદર્શનની ભૂમિકા ભજવી રહી છે. આ સંગઠને ભૂમિને પ્રતિનિધિ બનાવ્યો છે. 

જલવાયુ પરિવર્તન મુદ્દા પર સતત કામ કરી રહેલ આ સંગઠન સાથે જોડાઇને ભૂિ ભારતીયોને પોતાના કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા માટે શિક્ષિત અને પ્રેરિત કરશે. તેણે આ બાબતે જણાવ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવું એ મારી જિંદગીનું મિશન બની ચુક્યું છે. તેથી જ હું ભારતમાં વધુને વધુ જાગરૂકતા ફેલાવાનું કામ કરીશ. 

ક્રિસ્ટિયાના સાથે જોડાઇને હુ વધુ ઉત્સાહિત થઇ છું. આપણી ધરતીની રક્ષા કાજે આ દિશામાં સતત જાગરૂકતા ફેલાવવી પડશે, એના સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી. વિજ્ઞાાને આપણને કરવું જરૂરી કહ્યું છે. તેના પર અમલ કરવા માટે હવે આપણી પાસે ફક્ત દસ વરસ જ રહ્યા છે. આપણે સાલ ૨૦૩૦ સુધીમાં ઉત્સર્જનને અડધું કરવું પડશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h57bEf
Previous
Next Post »