(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.17 ડિસેમ્બર 2020, ગુરુવાર
ફોર્બ્સ એશિયાની યાદીમાં બોલીવૂડની ટોચની હસ્તીઓને પછાડીને અક્ષય કુમારે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ યાદી અનુસાર અક્ષય ફિલ્મો, સોશિયલ મીડિયાની સાથેસાથે રિયલ લાઇફમાં પણ લોકોની મદદે હંમેશા ખડેપગે હોય છે તેમજ જરૂરિયાતોનો સહારો બને છે.
ફોર્બ્સે ૧૦૦ વ્યક્તિઓની યાદી બહાર પાડી હતી જેમાં ફક્ત ૨૭-૨૮ સ્ટારોના નામ જ સામેલ છે. અક્ષય ફક્ત બોલીવૂડમાં વધુ ફિલ્મો કરવા માટે નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ પોતાના ફેન્સ સાથે જોડાયેલો રહે છે. તેથી જ તેના ૧૩૧ મિલિયન ફોલોઅર્સ છે. તેણે કોવિડ ૧૯ મહામારી દરમિયાન જરૂરિયાતોને જોઇતી મદદ આપી હતી. તેમજ ચાર મિલિયન ડોલરનું દાન કર્યું હતું. તેણે મે મહિનામાં યોજાયેલી ફેસબુક લાઇવ પર આઇ ફોર ઇન્ડિયા માટે ભંડોળ એકઠું કરવાની કોન્સર્ટમાં પણ હિસ્સો લીધો હતો. જેના દ્વારા ૫૨૦ મિલિયન ડોલર ભેગા કરવામાં આવ્યા હતા.
ફોર્બ્સની યાદી અનુસાર, અક્ષયે આ વરસે લગભગ રૂપિયા ૩૬૨ કરોડની કમાણી કરી છે. તેની ફક્ત એક જ ફિલ્મ લક્ષ્મી ઓટીટી પર રિલીઝ થઇ છે. દુનિયામાં કમાણીના મામલે એકટ્રસની લિસ્ટમાં અક્ષય છઠ્ઠા સ્થાન પર છે.
આ યાદીમાં શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ પણ સામેલ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LMv9Zr
ConversionConversion EmoticonEmoticon