પેટાએ સોનૂ સૂદ અને શ્રદ્ધા કપૂરને સાલ 2020ના હોટેસ્ટ વેજિટેરિયન જાહેર કર્યા


(પ્રતિનધિ દ્વારા) મુંબઇ,તા.17 ડિસેમ્બર 2020, ગુરુવાર

પીપલ ફારધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ પીપલ(પેટા) એ એકટર સોનૂ સૂદ અને એકટ્રેસ શ્રદ્ધા કપૂરને ૨૦૨૦ના ઇન્ડિયાના હોટેસ્ટ વેજિટેરિયન ઘોષિત કર્યા છે. સોનૂ  સૂદ પેટાના પ્રો વેજિટેરિયન પ્રિન્ટ ઓફ ઇન્ડિયા કેમ્પેઇનમાં સામેલ થયા હતા અને  હગ અ વેજિટેરિયન ડેમાં પણ હિસ્સો લીધો હતો. 

સોનૂએ સોશિયલ મીડિયા પરની એક અપીલને પણ સહકાર આપ્યો હતો. જેમાં મેકડોનાલ્સને કહેવામાં આવ્યું હતુ ંકે, તેઓ પોતાના મેન્યુમાં મેકવીગન બર્ગરનો ઉમેરો કરે.તે પોતાના પુત્ર સાથે ક્રિકેટ રની રહ્યો હતો ત્યારે એક ઇજાગ્રસ્ત કબૂતરનો જીવ બચાવ્યો હતો. 

શ્રદ્ધાએ પેટાની કુકબુક પરથી પ્રેરણા લઇને માંસાહારનો ત્યાગ કર્યો હતો. તે એનિમલ્સના લાભની વાત હોય તેવી એક પણ તક જતી કરતી નથી. 

પેટાએ જણાવ્યું હતું કે, સોનૂ અને શ્રદ્ધા પોતાના આહાર દ્વારા દુનિયામાં બદલાવ લાવવા માટે મદદ કરે છે. ફળ અને શાક-ભાજી કદી કોઇ મહામારીના કારણ બની શકતી નથી. પેટા ઇન્ડિયા તેમનું સમ્માન કરે છે.  બન્ને કલાકારો ન્યૂ નોર્મલમાં પોતાના ફેન્સને મીટ-ફ્રી આહાર માટે પ્રેરિત કરે છે. 

આ સમ્માન મેળવનારાઓની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, રેખા, માનુષી છિલ્લર, સુનીત્ર છેત્રી, અનુષ્કા શર્મા, કાર્તિક આર્યન, વિદ્યુત જામવાલ, કંગના રનૌત અને શાહિદ કપૂર સામેલ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KehWYU
Previous
Next Post »