(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.25 ડિસેમ્બર 2020, શુક્રવાર
સુપરસ્ટાર રજનીકાન્તને શુક્રવારે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટસની માનીએ તો બ્લડ પ્રેસરમાં ઉતાર-ચડાવ થઇ રહ્યો છે. તેમજ તેમને થાક પણ બહુ વર્તાય છે. તેમનું બ્લડપ્રેશર સામાન્ય થઇ થાય ત્યાં સુધી તેમને ડોકટરની નિગરાની હેઠળ રાખવામાં આવવાના છે.
એપોલો હોસ્પિટલ દ્વારા પ્રેસ રિલિઝ આવી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, રજનીકાંતને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ હૈદરાબાદમાં છેલ્લા ૧૦ દિવસથી શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર ક્રુમેમ્બર્સને કોરોના પોઝિટિવ આવતા તેમની પણ તપાસ કરવામાં આવી હતી જે નેગેટેવિ હતી. ત્યારથી તેમણે પોતાને આઇસોલેશનમાં રાખ્યા હતા.
તેમનામાં હાલ કોઇ કોરોનાના લક્ષણ જોવા નથી મળી રહ્યા, તેમનું બ્લડપ્રેશર ચડ-ઊતર થઇ રહ્યું છે. તેથી તેમને હોસ્પિટલમાં ડોકટરના ઓબર્ઝવેશનમાં રાખવામાં આવ્યા છે. બાકી તેમની તબિયત સારી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસ પહેલા રજનીકાન્તની આવનારી ફિલ્મ અન્નાથેના સેટ પર આઠ ક્રુ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા.રજનીકાંતની પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી જે નેગેટિવ આવી હતી. આ પછી શૂટિંગ થંભાવી દેવામાં આવ્યું હતું.
આ બાદ ૧૪ ડિસેમ્બરથી ફરી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેનું શેડયુલ ૪૫ દિવસનું હતું પરંતુ હવે તેમના સ્વાસ્થ્યના કારણે શૂટિંગ અનિશ્ચિત સમય માટે અટકાવામાં આવ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34JFPie
ConversionConversion EmoticonEmoticon