લાંબુ આયુષ્ય ભોગવનારા વર્તમાનકાળના વડીલોને યાદ હશે કે અગાઉ મોરબીની M.R રેલવે તથા બી બી એન્ડ સી આઇ રેલવેના ડબ્બાઓ વચ્ચે ટપાલોની વહેંચણી સરળતાપૂર્વક થઇ જાય એ માટે RMS નો લાલ રંગનો ડબ્બો રાખવામાં આવતો હતો. આ ટ્રેઇનોમાં RMS ના ડબ્બાની અંદર લાકડાની દિવાલ બનાવી એના પર વિવિધ ખાના રાખવામાં આવતા- જેના પર દરેક શહેરોના ટૂંકા નામ લખેલા રાખતા. RMS ના આ નોકરિયાતોએ નામ ગોખીને કાગળો એ જ ખાનામાં નાખતા. દા.ત. BDL બોડેલી ગામ, RJT રાજકોટ, મ્ઇઘવડોદરા. આ બધી ટપાલ ખાતાની શહેરોમાં થઇ જતી સરળ વહેંચણી માટે RMS માં સગવડ રાખેલી. હવે તો વર્ષો વીતી ગયા. પણ યાદ આવે છે કે પ્રત્યેક સ્ટેશને સ્ટેશને ગાડી થોભે એટલે RMS ના થેલા કે જેમાં ટપાલના થોકડા ભર્યા હોય છે એ RMS ડબ્બામાં આપી દે છે. આ વ્યવસ્થા દ્વારા ગામડા અને શહેરોમાં રોજેરોજ ટપાલ નિયમિત મળી જતી. આ બધુ લખવાનો આશય એટલા માટે છે ક અહિં જે ફોટોગ્રાફ રજુ કર્યો છે એ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની કચરો ઉપાડવાનો ટેમ્પો દ્વારા ફ્લેટોમાંથી નિયમિત સવારે લઇ જવામાં આવે છે. ગાડીમાં ડ્રાઇવર અને એના ફેમીલીની બહેનો તથા નાના દીકરા RMS જેવું કામ છેલ્લી જગ્યાએ ગાડી ઊભી રાખી કચરાઓ ફેંદીને, પસ્તી, ગંદકી, પરચુરણ વગેરેનું આઇટેમો જે આજકાલ કચરામાંથી મળી આવે છે એના જુદા જુદા પોટલામાં અલગ- અલગ કરીને બાંધી વ્યવસ્થિત કરી લે છે. આ બધુ કામ RMS મેઇલના ડબ્બા જેવું જ હોવાથી પોટલામાં સંઘરેલો કચરો આ લોકો માટે ઉપયોગી હોવાથી કચરો- કચરાની જગ્યાએ બરાબર સાચવે છે. એ કચરો ટેમ્પોની અંદર છે. આ રોજ વહેલી સવારની ડયુટીમાં ચાર-પાંચ પરિવારના સભ્યો જોડાયેલા રહે છે. જો કે મ્યુનિસિપાલિટી પગાર તો ડ્રાઇવર અને કચરો ભેગો કરનારી બે-ત્રણ વ્યક્તિને આપતા હશે! કચરો ફેંકદવાનું અને એમાંની ગંદકી, એંઠવાડ એ બધામાંથી વીણી-વીણીને વ્યવસ્થિત કરવાનું અઘરૂ કાર્ય સફાઇ કામદારો બરાબર કામ કરે છે. આ બધી પ્રક્રિયા જોતા વહેલી સવારથી તમામ ફ્લેટોના સમુહમાંથી મોટા પીપડામાં નાખેલા કચરાને વ્યવસ્થિત કરીને પોતાને લાયક એવી વસ્તુ પોટલામાં બાંધી દે છે. મ્યુનિ. કોર્પોરેશનને આમાં જરાય નુકશાન નથી. ઉલ્ટુ કચરો કચરાની જગ્યાએ જ જાય છે.પરિણામે ફ્લેટોમાં ગંદકી દૂર થઇ જાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34d0L0r
ConversionConversion EmoticonEmoticon