ઝેફાયર : રોબોટિક રોવર .


આ પણે જાણીએ છીએ કે રાત્રિના અવકાશમાં કોઇ સૌથી વિશેષ તેજસ્વી આકાશીય પિંડ હોય તો તે શુક્રનો ગ્રહ છે. સાંજના આકાશમાં પશ્ચિમ દિશામાં તે મનોરમ્ય અને રમણીય દેખાય છે. તેનું પશ્ચિમના દેશમાં વિનસ નામ આપવામાં આવ્યું છે. વિનસ નામની પ્રાચીનકાળમાં અતિસુંદર પ્રેમની દેવી હતી તેવી ગ્રીસની માન્યતા છે. આ ગ્રહનું મુખ ઘૂંઘટમાં છુપાયેલ નવોઢા જેવું છે. તેનું કારણ કાર્બન ડાયોકસાઇડનું ગાઢ વાતાવરણ છે. તેનું દબાણ પૃથ્વીના વાતાવરણ કરતાં ૯૦ ગણું છે. તેના વાતાવરણમાં એસિડ વર્ષા તરીકે ઓળખાતા સલ્ફ્યુરિક એસિડ એટલે કે ગંધકના તેજાબના ટીપા ઝરતા હોય છે. તે ધગધગતો ગ્રહ છે. તેનું તાપમાન ૪૮૦ અંશ સેલ્સિયસ છે. પાણીના તાપમાન કરતા તે લગભગ પાંચ ગણું થાય. તેનો સૂર્યથી સરેરાશ અંતર ૧,૦૮,૦૦૦,૦૦૦ કિલોમીટર છે. આપણી પૃથ્વી પોતાની ધરી ફરતે પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે પરંતુ શુક્ર પૂર્વથી પશ્ચિમ તરફ ભ્રમણ કરે છે. શુક્ર પર સૂર્યોદય પશ્ચિમમાં થાય છે. તેના કદ, ઘટકત્વ અને દ્રવ્ય સંચયની દ્રષ્ટિએ તે પૃથ્વીના જોડીયા ભાઇ જેવો છે.

આ પૃથ્વીના જોડિયા ભાઇ જેવા ગ્રહને જાણવા ૧૯૬૧ના મે માસમાં તે વખતના સોવિયત રશિયાનું વેનેરા ૧ ત્યાં તેની નજીકથી પસાર થયું પણ તે બિચારું કંઇ માહિતી મોકલી શક્યું નહીં. ત્યારબાદ ૧૯૬૨માં અમેરિકાનું મેરીનર ૨ યાન તેની નજીકથી પસાર થયું. તેણે શુક્રના રહસ્યો ઉકેલવા શરૂ કર્યા. તે પછી રશિયાના વેલેરા અને અમેરિકાના મેરીનર યાનોનો સિલસિલો શરૂ થયો. ૧૯૭૫માં રશિયાના વેનેરા નવ્ યાને શુક્રની ધરતી પર ઉતરાણ કર્યું અને ૫૩ મિનિટ જીવિત રહ્યું તે દરમિયાન આજુબાજુના પરીસરની એક તસવીર મોકલી જેમાં શુક્રની જમીનનું  રાસાયણિક તથા ભૌગોલિક બંધારણ કેવું છે તે જાણી શકાયું.

શુક્રની ધરતી પર ઊભા રહીને આપણે સીધા સામે જોઇને તો આપણે કૂવામાંથી ઉપર જોતા હોઇએ એવો જ આપણને ભાસ થાય, કારણ કે વાતાવરણના ઘટત્વના લીધે શીતીજ ઘણું ઊંચું દેખાય. પરંતુ પૃથ્વીના બે જોડિયા ભાઇ જેવા ગ્રહ પર કદી પાણી હતું, કદી ત્યાં જીવન વિકસ્યું હતું, વગેરે વગેરે અનેક પ્રશ્નોના ખોળવા શુક્રની ધરતીનો અભ્યાસ કરવો જરૂરી છે.

અમેરિકાના અવકાશ વિજ્ઞાાનીઓ માને છે કે સોર ઉર્જાથી ચાલતા હવાઇ જહાજ શુક્રના વાતાવરણની ખોજ કરી શકે અને જમીન પરના મજબૂતાઇ વાળા રોવર પર અંકુશ રાખવા ઉડતું દિમાગ ધરાવી શકે.

અમેરિકાની અવકાશી સંસ્થા નાસાના ઓહાયો ગીત ગલેન રિસર્ચ સેન્ટરના એરોસ્પેસ એન્જિનિયર જીઓફ્રી લેનડીસના કહેવા પ્રમાણે સ્વ્યસંચાલિત ઉર્જા સંચાલિત હવાઇ જહાજ ભયાનક વાતાવરણમાં જુદી-જુદી ઊંચાઇએ અને જુદા જુદા સ્થાને નીચી ઉડાન કરી શકે તે દરમિયાન તે સપાટીનું માપન કરી શકે અને સપાટીની રડાર તસવીર લઇ શકે. શુક્ર ફરતે પરિભ્રમણ કરતા ઉગ્રહોએ લીધેલી તસવીરો કરતા તે ૧૦ ગણી સ્પષ્ટ હશે એટલે કે દસ ગણા વિભેદન વાળી હશે. સિત્તેર અને એંસીના દાયકામાં સોવિયેત રશિયા અને અમેરિકાના જે યાનેએ જે માહિતી અને વિગતો મોકલી હતી તેના કરતાં ઘણી વધારે સારી માહિતી અને વિગતો મોકલી શકે. આ યાનોમાં જે શુક્રની ધરતી પર ઉતર્યા તે બહુ ટૂંકો સમય સૂચિત રહી શક્યા હતા. શુક્રના તોફાની સારણ કારક પવનોમાં ઉતરતા વેત તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. વધુમાં તે ૬૦ મિનિટ ટકી શકે. વેચનારા ૯ યાન ૫૩ મિનિટ શક્યું હતું.

પરંતુ શુક્રનું ગાઢ વાતાવરણ હવાઇ જહાજના ઉડ્ડયન માટે આદર્શ છે. હવાઇ જહાજની પાંખો વડે હવાઇ જહાજ ઉંચકાય છે એટલે કે લિફ્ટ મળે છે. તે વાતાવરણની ઘનતા પર સીધેસીધું આધારિત છે. વાતાવરણનું દબાણ પૃથ્વી પર વાતાવરણના દબાણ કરતાં નેવું ગણું છે તેથી  તેની ઘનતા ઘણી વધારે છે.

Zephyr એ એક રોબોટિક રોવરનો ખ્યાલ છે જેનો ઉપયોગ શુક્ર ઉપરના ઉતરાણ માટેના મિશનમાં કરવાની યોજના છે. આ રોવરને એક ઓર્બિટરની જોડે છોડવામાં આવી શકાય એવી કલ્પના છે. આ રોવરની શુક્ર પર લગભગ પૃથ્વીનના ૫૦ દિવસ જેટલા સમય માટે કાર્યરત રહી શકશે અને ગમે તે દિશામાં સ્થળાંતર પણ કરી શકશે. તે એક દિવસમાં ૧૫ મિનિટની ઉડાન કરીને શુક્રની સપાટી પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકશે અને તેની બ્રેકનો ઉપયોગ કરીને પાર્ક થઇ શકશે.

શુક્રની ફરતે પ્રદક્ષિણામાં મુકવાની જે કલ્પના છે તેમાં તે ઓર્બિટર યાનમાંથી હવાઇ જહાજ છુટુ પડશે. આ હવાઇ જહાજને કાગળના રમકડાના હવાઇ જહાજની જેવી એટલે કે ઓરીગામી જેવી તેની પાંખો હશે જે ખુલી જશે. હવાઇ જહાજ ૧.૩ મીટરના ઓરોશેલ એટલે કે હવાઇ કવચમાં સમાઇ શકશે. શુક્રની નજીકથી પસાર થયેલ પાયોનીયરે છોડેલ વાતાવરણના અભ્યાસ માટેના નાનકડા સાધન જેવડું તે હશે. એરોશેલમાં હવાઇ જહાજમાં જેટલી ઓછી ગડીમાં સાધનો હોય તેવી તેની ડિઝાઇન હશે. માત્ર બે ગડીઓ ખુલતા પંાખો બની જશે અને તેની પૂંછડી ખુલશે નહીં પરંતુ લંબાશે. આમ તો તે હવાઇ જહાજની ઉડતી પાંખો જ હશે. તેમાં નાનકડી નિયંત્રણ સપાટી હશે. શુક્રની સપાટીથી ૫૦ કિલોમીટર ઊંચે અનિશ્ચિત સમય સુધી તે ગ્લાઇડરની જેમ વાતાવરણમાં તરતું રહી શકશે. તે સૂર્યના કિરણોમાંથી ઉર્જા મેળવશે. હવાઇ જહાજની સપાટી પરની સોલાર પેનલો મોટા પ્રમાણમાં તીવ્ર સોર ઉર્જાનું શોષણ કરશે. તેમાંથી હવાઇ જહાજની વિદ્યુત મોટર અને ઉર્જા મળશે તેમ તે સતત ઉડયા કરશે. શુક્રનો ગ્રહ પોતાની ધરી પર બહુ ધીમે ભ્રમણ કરે છે તેનો એક દિવસ અને એક રાત પૃથ્વીના ૧૧૭ દિવસો બરાબર હોય છે. પરિણામો હવાઇ જહાજ અનિશ્ચિત સમય સુધી સૂર્યપ્રકાશમાં રહી શકે અને ઉર્જા આપ્યા કરી શકે.

શુક્રના વાતાવરણમાં ઝડપથી ગતિ કરતા વાદળના પતા ૫૦ થી ૭૫ કિલોમીટર ઊંચાઇએ જોવા મળે છે. આ પટ્ટા એક કોયડો છે. આશ્ચર્યની વાત એ છે કે શુક્ર જે ઝડપે ભ્રમણ કરે છે તેના કરતા આ પટ્ટા સાઈઠ ગણી વધારે ઝડપે ભ્રમણ કરે છે. શુક્રની ફરતે ભ્રમણ કરતા તેને પૃથ્વીના માત્ર ચાર દિવસો લાગે છે. સોર ઉર્જાના કારણે શુક્રના વાતાવરણમાં આવેલા આ પટ્ટા આટલી ઝડપથી કેવી રીતે ગતિ કરે છે તે જાણવું જરૂરી છે. વાદળોના તળિયા અને વાદળોની ટોચ વચ્ચે ઉડાન ભરી હવાઇ જહાજ સોલર ફ્લાયરથી આ રહસ્ય ઉકેલી શકે. 

વાદળોના તળિયા અને ટોચ વચ્ચે તાપમાન ૧૦૦ અંશ સેલ્સિયસ હશે. પરંતુ નીચે જમીન પર ગ્રહની સૂર્ય તરફની બાજુ પર તાપમાન સાડી ૪૫૦ અંશ સેલ્સિયસ હશે. રોબોટિક રોવરથી ભૂસ્તરશાસ્ત્રીય માહિતી અને તસવીરો મેળવવાનું કામ આટલા તપમાને લાંબુ ટકી શકે નહીં પરંતુ નાસાના તજજ્ઞાના કહેવા પ્રમાણે આ તાપમાને પણ વિદ્યુત સાધનો જેવા કે મોટરો અને ટ્રાન્ઝીસ્ટરો કામ કરતા રાખી શકાય.

તે રોવર હીટપ્રુફ, એસિડપ્રુફ અને પ્રેશરપ્રુફ હશે. તેના પર અતિશય ગરમી હોવા છતાં અસરો થશે નહીં. તેજાબીની વર્ષા થતી હોવા છતાં તેજાબની અસર થશે નહીં અને વાતાવરણના અતિશય દબાણની અસર થશે નહીં. તેની સાથે સંદેશાવ્યવહાર અને તસવીર લેવાની પ્રવૃત્તિ નિયંત્રિત કરશે. કિલોમીટર ઊંચે ઊડતા સોલર ઉર્જા ચાલીત હવાઇ જહાજમાં હશે. સપાટી પરના રોવરમાં કોમ્પ્યુટર નહીં હોય. તેનું સંચાલન ૫૦ કિલોમીટર ઊંચે આકાશમાં કમ્પ્યૂટર કરશે. તો કોમ્પ્યુટર શુક્રની ધરતી પરના મોંઘા રોવર સાથે  રેડીયો  જોડાણ દ્વારા માહિતીની આપ-લે કરશે.

આ યોજના મહત્વકાંક્ષી છે. તે માટે નાણા મેળવવા પણ મુશ્કેલ છે. ઝેફાયર રોવર વાળું ઓર્બિટર લગભગ ૨૦૩૯ સુધીમાં તૈયાર કરી છોડવામાં આવે તેવો અંદાજ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KPjF6K
Previous
Next Post »