પૃથ્વી- નામની દિવ્યટ વસુંધરા પર એકહથ્થુ) ભોગવટો રાખવાનું આત્મલક્ષી વલણ ધરાવનાર માનવજાતે સોળમી સદીના આરંભથી લઈને અત્યાધર સુધીમાં ૭૮૪ જાતના સજીવોને શિકાર યા વનવિનાશ દ્વારા નામશેષ કરી નાખ્યા છે. બીજી ૧૫,૫૮૯ સ્પીેસિસનું અસ્તિત્વ હાલ જોખમમાં છે. પ્રાણીજ ચરબી, ખાલ, દાંત, ઔષધીય તત્ત્વો, સુગંધી દ્રવ્યોહ, માંસ વગેરે જેવા અસંખ્યી ઉપયોગો માટે નિર્દોષ સજીવોની બેફામ કત્લેરઆમ હજી અટકી નથી—અને મોટે ભાગે તો અટકવાની પણ નથી. પ્રાણીજગતના અભ્યાેસુઓ એટલે જ એવા તારણ પર આવ્યા છે કે ૨૧૦૦નું વર્ષ શરૂ થતા સુધીમાં પૃથ્વીા પરથી બીજા સવા પાંચસો સજીવોનું અસ્તિનત્વી મટી ગયું હશે. સમગ્ર જીવજગતમાં સૌથી બુદ્ધિશાળી ગણાતી માનવજાત પ્રાણી-પંખીઓની કત્લેિઆમ ચલાવવાનાં તેમજ જંગલોનો દાટ વાળવાનાં અવિચારી પગલાં ભરતી આવી છે, છતાં કહેવાય હોમો સેપિઅન્સજ સેપિઅન્સવ એટલે કે શાણો માણસ!
ઔદ્યોગિક અને આર્થિક વિકાસના નામે આપણે પૃથ્વીપની નૈસર્ગિક સંપત્તિનું સતત શોષણ કરતા આવ્યાગ છીએ એટલું જ નહિ, પણ છેલ્લાંન પાંચસો વર્ષથી પૃથ્વીણને પોતાના એકલાની જાગીર સમજી રાખી છે. પરંતુ જીવજગત પર મનુષ્ય નું બુલડોઝિંગ કુદરત લાંબો સમય સાંખી ન લે.
જેમ કે, ચામાચીડિયાં જેવા મનુષ્યે્તર જીવોના નૈસર્ગિક આવાસમાં ઘૂસણખોરી કરવાના ‘ટ્રાફિકગુના’ બદલ કુદરતે આપણને કોરોના જેવા વિષાણુ વડે ‘ચલણ’ ફટકાર્યું છે. મનુષ્યછ જો શાણો હોય (કે પછી ખુદને શાણો હોવાનું સમજતો હોય) તો કુદરતની સત્તા સામે તેનું બધું શાણપણ ફોક ઠરે છે. આપણા નહેલા પર કુદરત દહેલો ફેંક્યા વિના રહેતી નથી.
જો કે દિવ્યર વસુંધરા પર મોનોપલી સ્થારપવા માગતી માનવજાત સામે કુદરત હંમેશાં આક્રમક મૂડમાં આવીને કામ લે એવું નથી. ઘણી વાર ડિફેન્સવનો તરીકો પણ અપનાવે છે. આનો તાજો દાખલો નવેમ્બ ર-ડિસેમ્બીર, ૨૦૨૦ દરમ્યાપન ચીનમાં જોવા મળ્યો, જે સમજતા પહેલાં થોડું જરૂરી બેકગ્રાઉન્ડલ.
■■■
ચીનની દક્ષિણે હિમાલય નજીક સાડા ચાર હજાર ફીટથી માંડીને ૨૪,૦૦૦ ફીટ ઊંચા પહાડોની હેંગદુઆન નામની ૯૦૦ કિલોમીટર લાંબી પર્વતમાળા આવેલી છે. પશ્ચિમમાં તે તિબેટના તરાઈ પ્રદેશને અને દક્ષિણમાં મ્યાાનમારને સ્પરર્શે છે. હેંગદુઆનના ઊંચા પર્વતોમાં Liliaceae/ લિલિએસી (ભારતીય નામઃ કાકોલી) વર્ગનો છોડ થાય છે. કાકોલીની ૧૩૦ જેટલી પ્રજાતિ છે, જેમાંની Fritillariadelavayiપ્રકારની એક સ્પીનસિસ હેંગદુઆનના પર્વતોમાં ઊગે છે.
આ છોડ ભારતમાં થતો ન હોવાથી તેનું દેશી નામકરણ થયું નથી. આથી અહીં વર્ણન પૂરતું છોડના નેપાળી નામ ‘મજહરી’ વડે કામ ચલાવીએ. ઊંચાઈમાં મહત્તમ ૩પ સેન્ટિ.મીટરના મજહરીની ખૂબી તેનું ઘંટડી આકારનું પુષ્પક અને અંદર બેસતાં બિયાં છે. બન્ને માં ઔષધીય ગુણો છે. ખાંસી, શરદી, કફ, ફેફસાં તેમજ હૃદયને લગતી તકલીફો પર મજહરીનાં પુષ્પનમાંથી બનતી ઔષધ એકદમ અકસીર પુરવાર થાય છે.
હેંગદુઆનના રાખોડી-ભૂખરા પહાડી ઢોળાવો પર અહીં તહીં ઊગી નીકળતા મજહરીના છોડને શોધી કાઢવો અઘરો નથી. બલકે, લીલો ભડક રંગ તત્કારળ તેની હાજરી છતી કરી દે છે. (જુઓ, ચિત્ર). મજહરીનો છોડ કમ સે કમ ૨,૦૦૦ વર્ષથી હેંગદુઆનના પર્વતોમાં થતો હોવાની તેમજ તેનું પુષ્પક ઔષધીય ઉપયોગોમાં લેવાતું હોવાની તવારીખી નોંધ ચીનના પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. વર્ષો પહેલાં અને વર્ષો સુધી મજહરીનો ઉપયોગ ચીન પૂરતો મર્યાદિત રહ્યો. પરંતુ વૈશ્વિકરણનો યુગ આવ્યા પછી તે કુદરતી ઔષધનો પ્રચાર-પ્રસાર ચીન ઉપરાંતના દેશોમાં થવા લાગ્યો. પુષ્પદમાંથી તૈયાર થતી દવાની માગમાં અનેકગણો ઉછાળો આવ્યો, જેને સંતોષવા માટે હેંગદુઆનના પર્વતો પરથી મજહરીના છોડનો વધુને વધુ ખાતમો બોલતો રહ્યો.
■■■
ઊંચા પહાડોના વિષમ વાતાવરણ સામે ટકી રહેતા આ છોડને પોતાનો વંશવેલો આગળ ધપાવવા માટે કુદરતે સિંગલ પુષ્પ આપ્યું છે, જેની અંદરનાં બીજ ખરી પડે એટલે વખત જતાં નવો છોડ ખીલે છે. ફૂલ બેસવાની કુદરતી ઘટમાળ પાંચ વર્ષની છે. એક છોડ પોતાનું આયખું પૂરું કરીને મૂરઝાય એ પહેલાં તેના પર ખીલતું ફૂલ બીજ ખંખેરીને આગામી પેઢી માટે વારસો મૂકતું જાય છે.
કુદરતે કરેલા આવા આયોજનમાં માનવ હસ્ત ક્ષેપ થવા લાગ્યો તેનું શું પરિણામ આવ્યું તે હવે જોઈએ. શ્વસન તંત્રના તેમજ હૃદયના રોગોની સારવાર માટે પશ્ચિમી દેશોમાં મજહરીની આૈષધ વધુને વધુ માત્રામાં ખપવા લાગી ત્યાનરે તે છોડના પુષ્પોચ ચૂંટવાની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં મજહરીનો ૧ કિલોગ્રામ પાવડર ૪૮૦ ડોલરમાં (આશરે રૂપિયા ૩પ,૦૦૦માં) વેચાતો હોવાથી ચીની ઉત્પાષદકોને મધલાળ ન છૂટે તો જ નવાઈ!
અલબત્ત, ૧ કિલોગ્રામ પાવડર બનાવવા માટે કમ સે કમ ૩,પ૦૦ ફૂલો ચૂંટવા પડે. વર્ષો પહેલાં હેંગદુઆનના પહાડોમાં વિપુલ માત્રામાં ફૂલો સહેલાઈથી મળી રહેતાં, પરંતુ સમય જતાં ફૂલોની માગ વધી ત્યાહરે સ્થિ્તિમાં બદલાવ આવ્યો. વધુ પડતી લણણીને કારણે હેંગદુઆનના પર્વતીય ઢોળાવો પર છોડની માત્રા પુષ્કથળ ઘટી. પુષ્પધ બેસતાંની સાથે જ તેમને ચૂંટી લેવાતા હોવાથી વંશવેલો આગળ ચાલતો અટકી ગયો અને સરવાળે કુદરતના ખોળે અનેક વર્ષોથી જેનું અસ્તિલત્વ જળવાયેલું તે મજહરીનો છોડ નામશેષ થવાના આરે આવ્યોત.
■■■
પરંતુ કુદરત પણ નુસખેબાજ છે. મનુષ્ય ના વાંકે એકાદ સજીવનું નિકંદન નીકળતું હોય ત્યાંરે રેસ્ક્યૂ ઓપરેશનના નામે બનતું કરી છૂટે છે. નવેમ્બંર, ૨૦૨૦માં વનસ્પ તિ નિષ્ણાેતોની એક ટીમે હેંગદુઆન પહાડોમાં ભટકીને જાણ્યું અને જાણકારીના આધારે એક વૈજ્ઞાનિક રિસર્ચ પેપરમાં જણાવ્યું કે પ્રતિકૂળ સંજોગો સામે ટકી રહેવા માટે મજહરીના છોડમાં અનુકૂલનનો ગુણ રાતોરાત ખીલ્યોુ હોય તેમ camouflage/ કેમોફ્લાજ/ આત્મુગોપનનો નુસખો તેણે અપનાવ્યો. શિકારી જીવ આક્રમણ લાવે ત્યાતરે તેની નજર ચુકાવવા માટે પૃષ્ઠ/ભૂમિનો હોય તેવો હૂબહૂ રંગ ત્વાચા પર તાબડતોબ ધારણ કરી લેવો તેને આત્મવગોપન કહે છે. કમિલિયન કાચિંડા, રંગારો, ઘુવડ, અમુક પ્રકારનાં પતંગિયાં વગેરે તેનાં ઉદાહરણો છે. પ્રાણી-પક્ષી જગતમાં આત્મચગોપનના બીજા તો અસંખ્યા દાખલા જોવા મળે, પરંતુ વનસ્પ તિસૃષ્ટિ્માં રંગબદલુ વૃત્તિ ખાસ જોવા મળતી નથી.
મજહરીના છોડે એ બાબતે અપવાદ સર્જ્યો છે. દુશ્મષન નંબર વન એવા મનુષ્યની નજરથી બચવા માટે તે છોડે પોતાનો લીલો ભડક રંગ છોડ્યો અને હેંગદુઆનના પર્વતીય ખડકો જેવા રંગો ધારણ કર્યા. નકલને અકલ નહિ એવું કહેવાય છે, પણ મજહરીના છૂપા રુસ્તમ છોડને જુઓ તો તેની ‘અક્કલમંદી’ પર વારી જવાય. પથ્થજરોના બેકગ્રાઉન્ડ માં ઊગી નીકળેલો છોડ નજર સામે હોવા છતાં નજરમાં ન આવે. પરંતુ આંખે ચડે ત્યારરે સહેજે વિચાર પણ આવે કે મગજ નામનું અવયવ ન ધરાવતી વનસ્પંતિમાં આટલી ચાતુરી આવી ક્યાંથી?
પર્વતીય પ્રદેશનું ભૂપૃષ્ઠં ક્યારેય એકસરખું ન હોય. ખડકોમાં, માટીમાં તેમજ ઢેફાંમાં રંગોની વિવિધતા જોવા મળે. નવાઈની વાત કે મજહરીનો છોડ તે વિવિધતા ધ્યાકનમાં રાખીને વાઘાં ધારણ કરે છે. જેમ કે, અહીં જમણી તરફ રજૂ કરેલી પ્રથમ તસવીરમાં સ્લેરટ ખડકો સાથે મજહરીએ આત્માગોપન કર્યું છે. હવે તેની નીચે આપેલી તસવીર જુઓ કે જેમાં ખડકો ગ્રેનાઇટના છે. આવા ખડકોમાં ઝીણી ટીપકીઓની કુદરતી પેટર્ન હોય, એટલે તેમના સાન્નિઇધ્ય માં ઊગી નીકળેલા છોડે પણ એવી જ ડિઝાઇન ધારણ કરી લીધી છે.
આશ્ચર્ય થયું? તો હવે તે લાગણીને અનેકગણી વધારી દેતી બીજી મજેદાર હકીકત જાણો. ઔષધીય ઉપયોગ માટે મજહરીનાં પુષ્પોે ચૂંટવા નીકળતા ચીનાઓ હેંગદુઆન પહાડોના અમુક ચોક્કસ વિસ્તાારોમાં ભટકતા હોય છે. નવસો કિલોમીટર લાંબી પર્વતશૃંખલાનો કેટલોક ભાગ અેવો છે જે તેમની પહોંચ બહાર રહી જવા પામ્યો છે. આવાં ક્ષેત્રોમાં મજહરીના છોડે આત્મ ગોપન અપનાવ્યું નથી. બલકે, પોતાનો મૂળ લીલો ભડક રંગ જાળવી રાખ્યો છે. મનુષ્યિ નામના શત્રુનો ભય જ ન હોય ત્યાથરે લૂકાછૂપી ખેલવાની શી જરૂર?
પરંતુ આવું લોજિક આપણે સહેલાઈથી લડાવી શકીએ, કેમ કે આપણા શરીરના ઉપલા માળે ૧,૩૪પ ગ્રામના મગજનો અને તેમાં બુદ્ધિનો વાસ છે. વનસ્પતિને મગજ નથી, માટે બુદ્ધિ નથી. આમ છતાં મજહરીના છોડે મનુષ્યગનો પીછો છોડાવવા માટે અપનાવેલો કીમિયો બુદ્ધિશાળી મનુષ્યંની બુદ્ધિમાં ફીટ બેસતો નથી. આને કહેવાય મનુષ્ય ના નહેલા પર કુદરતનો દહેલો! ■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W8949J
ConversionConversion EmoticonEmoticon