‘E xcuse me sir, The train to Better World..?’ પોતાનાં નાનકડાં હાથોમાં પોતાની ટ્રાવેલ બેગ ઊંચકીને એક નાનકડી દીકરી રેલ્વે પ્લેટફોર્મ પર પોતાની ગરદન સ્ટેશન માસ્ટર તરફ ઊંચી કરીને આ પ્રશ્ન પૂછી રહી છે. આ દુનિયા અકળાવનારી,ભ્રષ્ટ અને નિર્દયી બની ગઈ છે ત્યારે વધુ સારી દુનિયા આ પૃથ્વી પર ક્યાં હોઈ શકે જ્યાં આપણે શાંતિથી જીવી શકીએ ? આ પૃથ્વી પર ક્યાંય નહી.
આજે આપણી સામે જે મોટો 'હાઉં' મોં ફાડીને ઉભો છે ત્યારે આપણા મનમાં પણ આ નાનકડી દીકરીની માફક એ સવાલ ઉઠે છે અને આપણે પણ ઇશ્વરને પૂછી બેસીએ છીએ કે 'હે ઇશ્વર હું ક્યાં જાઉં.. આ દુનિયામાં શાંતિ ક્યાં મળશે ? આનાથી વધુ સારી દુનિયા ક્યાં ?'
ઇશ્વરે આ દુનિયાનું સર્જન કર્યું અને પોતે જે ઉત્પન્ન કર્યું હતું તે સર્વ તેમણે જોયું અને તે ઉતમો ઉત્તમ હતું. ઇશ્વરે સર્જેલી આ દુનિયા The Best હતી. પરંતુ અનાજ્ઞાાંકિતતાને લીધે એટલે કે ઇશ્વરના નિયમોનાં માણસે કરેલાં ભંગને લીધે આ દુનિયામાં પાપે પ્રવેશ કર્યો અને દુષ્ટતા પ્રવેશી. આજે એક ભાઈ પોતાનાં સગાં દીકરા કે ભાઈને મારી નાંખતાં અચકાતો નથી. અને પછી આપણી આંખો જુએ છે- નથી જોતી એ બધાં પાપો આ દુનિયાનો ભરડો લે છે.
માણસ પોતાનાં ખુદનાં શરીર વિરુધ્ધ પાપ કરવા લાગ્યો અને એમ દિન-પ્રતિદિન પોતાનાં સર્જનહારથી દૂર થતો ગયો, એટલે સુધી કે, એ ખુદ ઇશ્વર બની બેઠો. કેટલાંકે આ ભ્રષ્ટ થતી દુનિયાથી છૂટકારો મેળવવા પોતાનાં તારણહારાની શોધ કરવા માંડી. અને ચારે દિશા... નદી નાળાં... પર્વત-ખીણો તથા પૃથ્વીના ખૂણે ખૂણાં ફરી વળ્યો.
'ફરેલી આ દુનિયા માંહે કહાં કહાં રબને શોધો
ઘટે ઘટે વસનારાંને જળે-સ્થળે શાને શોધો ?
હા, તેમને ક્યાંય ઇશ્વર મળ્યા નહી. કારણ પાપી જગત પર ચારે બાજુ અંધકાર હતો. પાપનાં અંધકારમાં અને મૃત્યુની ખીણમાં, આપત્તિઓ અને મોત જેવાં બંધનોમાં જકડાયેલાં લોકો પોતાનો છૂટકારો ઝંખવા લાગ્યા. દુઃખ અને વિપત્તિઓથી તેઓનાં હૃદય નરમ થઈ ગયા.
તેઓ લથડી પડયાં. તેઓને સહાય કરનાર કોઈ ન હતું ત્યારે તેમણે પોતાનાં સર્જનહારને હાંક મારી.
ત્યારે ઇશ્વરે પોતાનાં લોક પર પોતાની કરુણા દર્શાવી. ઇશ્વરે આ દુનિયાનાં લોકો પર એટલો પ્રેમ કર્યો કે તેમણે તેઓનાં છૂટકારા સારું પોતાનાં એકનાં એક પુત્રને આ પૃથ્વી પર મોકલી દીધો એ સારું કે જે કોઈ તેમનાં પર વિશ્વાસ કરે તેમનો સદાકાલિક નાશ ન થાય પણ તેઓ શાશ્વત જીવન પામે.
અને પાપરૂપી અંધકારમાં બેઠેલાંઓ પર પ્રકાશપુંજ પથરાયો. પોતાનાં સૃજન એવાં પોતાનાં લોકને પાપથી છોડાવવા એક તારનાર એટલે પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો.
'પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ.'
આ જગતને શાંતિ પમાડવા... અંધારામાંથી પ્રકાશમાં લાવવા... પરમપિતા પરમેશ્વર તરફ દોરી જવા.. જગતનાં પાપોની ક્ષમાં આપવાને.. તેઓને સાચું જીવન પમાડવાને તથા પૃથ્વી પરનાં આ જીવન પછીનું શાશ્વત જીવન આપવાને માટે તેઓ ' જીવનનું બારણું' બન્યા. 'માર્ગ, સત્ય તથા જીવન' એવાં પ્રભુ ઇસુ ખ્રિસ્ત એક ઉત્તમ ઘેટાંપાળક તરીકે પોતાનાં ખોવાઈ ગયેલાંઓને શોધવા માટે અને ઉત્તમ જીવન આપવા માટે આ જગતમાં આવ્યા. આપણે પાપોમાંથી મુક્તિ પામીએ માટે તેમણે વધસ્તંભ પર મરણ સહન કર્યું.
આજે પણ પ્રભુ ઇસુ ખ્રિસ્તનું વહેવડાવેલું પવિત્ર રકત આપણાં પાપોને માફ કરે છે. અને આપણને અનંતજીવન-‘Better World’ ની ભેટ આપે છે. આ ‘Better World’ માં આંસુ નથી.. મરણ ફરીથી થનાર નથી. ત્યાં શોક, રૂદન કે દુઃખ નથી.
- નિલમ રોય
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MdqQq8
ConversionConversion EmoticonEmoticon