7,85,00,000થી વધુ કેસ... 17,50,000ના મૃત્યુ.. વાયરસનાં શિકાર હજુ જારી છે

- ચીનના નવા વર્ષની ઉજવણી ૨૫ જાન્યુઆરી, 2019ના રોજ હતી. વિશ્વભરમાં વસતા ચીનાઓ ઉજવણી માટે ચીન આવ્યા હતા તે અગાઉ 11 જાન્યુઆરીએ ચીને અધિકૃત રીતે એક વ્યક્તિનું વાયરસથી મૃત્યુ થયું છે તેમ જાહેર કર્યું હતું. નવા વર્ષની ઉજવણી કરીને ચીનાઓ વિદેશ પરત થયા અને શરૂ થયો હાહાકાર


ન્યૂયર ૨૦૨૦નું ભવ્ય સ્વાગત કરવા વિશ્વ ૩૧મી ડિસેમ્બરની રાત્રે કાઉન્ટ ડાઉન કરતા થનગની રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે ભવ્ય આતશબાજી અને રોશનીથી તો મોસ્કોમાં રેડસ્કવેર ખાતે યુવાનો એકત્રિત થઇને... ગીત-સંગીત અને નાચ-ગાન સાથે... નવા વર્ષના આગમનને ઉમંગ અને ઉલ્લાસથી વધાવ્યું હતું. વિશ્વમાં નવા વર્ષનું સૌ પ્રથમ સૂર્યકિરણ ન્યૂઝીલેન્ડના નોર્થ ગિસબોર્ન પર પડયું ત્યારે કોને ખબર હતી કે... આ પ્રથમ સૂર્યકિરણ વાળું નવું ૨૦૨૦નું વર્ષ વિશ્વમાં કેવો હાહાકાર મચાવશે ?

ચીનના વુહાન શહેરમાં વિશ્વમાં  માનવ ઇતિહાસને બદલાવી નાખનાર કોરોના નામનો માનવ ભક્ષી રાક્ષસી વાયરસનો જન્મ થયો હતો. વુહાન સેન્ટ્રલ હોસ્પિટલના આઈ સ્પેશ્યાલિસ્ટ ડૉ. લી વેંગલિયાંગએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે માણસમાંથી માણસમાં ફેલાતો કોરોના નામનો ચેપી રોગ ભયંકર રીતે માનવ જગતને ભરડામાં લઇ લેશે. તે ભયંકર ચેપી રોગના પ્રથમ વ્હિસલ બ્લોઅર હતા. નોવેલ કોરોના વાઇરસ શોધનાર ૫૪ વર્ષના ડૉ. જહાંગ જિયાંગ વિશ્વના પ્રથમ ચીની ડોક્ટર હતા જેમણે  ચીનમાં વુહાન ખાતે ૨૬મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ચાર દર્દીઓમાં આ કોરોનાના લક્ષણને પારખ્યા. આ બાબતને ચીને કે ‘who સંસ્થાએ ગંભીરતાપૂર્વક નોંધ લીધી ન હતી... વાઈરસ આગની ઝડપે વિશ્વમાં ફેલાઈ ગયો અને માનવ ઇતિહાસમાં ભયંકર માનવ ખુંવારીનું કરૂણ પ્રકરણ આલેખવા માંડયો.  કોરોના વાઇરસ નિર્જિવ વસ્તુઓ પર નવ દિવસ સુધી જીવીત રહી શકે છે તેમ પણ જણાવાયું હતું. પશુ, પંખીઓના બજાર (વાનગી બનાવવા માટે)માંથી આ વાયરસ દેખાયો હતો તેવું મનાય છે.

લોકડાઉનના કારણે લાખો લોકો ૭૬ દિવસ સુધી ઘરમાં જ રહ્યા. ચીને થોડા સમય માટે કુતરા, બિલાડાના માંસનો વેપાર ધંધો પણ બંધ કર્યો હતો. ૧૭ એપ્રિલ પછી ચીનના મીડિયાએ મૃતકઆંક અને સંક્રમિત આંક જાહેર કરવો બંધ કર્યો ! છેલ્લે તેમણે કુલ ૪૬૩૪ મૃત્યુ દર્શાવ્યા હતા. જેમાં હુબેઇ પ્રાંતમાં ૪૫૧૨ મૃત્યુ અધિકૃત જાહેર કર્યા હતા. સંક્રમિતોની કુલ સંખ્યા ૮૬૭૫૮ દર્શાવાઈ હતી. જેમાં હુબઈ પ્રાંતના ૬૮,૧૪૯ સંક્રમિત દર્શવાયા હતા. આ પછી કોઈ માહિતી બહાર પાડવામાં આવી ન હતી. બારમી મેના રોજ એવી જાહેરાત કરાઈ હતી કે ચીનના વુહાનમાં તમામ ૧.૧૦ કરોડ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવશે.

કોરોના વાયરસથી પ્રથમ મૃત્યુ ચીનમાં વુહાન શહેરમાં એક ૬૧ વર્ષની વ્યક્તિનું થયું હતું. જે ચીનના મિડિયાએ ૧૧મી જાન્યુઆરીએ અધિકૃત રીતે વાયરસથી થયેલ મૃત્યુ જાહેર કર્યું હતું. આ અહેવાલ ત્યારે આવ્યો કે જ્યારે ચીનમાં મોટી રજાઓ આવતી હતી અને લાખો લોકો એ વખતે પ્રવાસ ખેડયો હતો જેના કારણે આ વાયરસ સૌ પ્રથમ તાઇવાન, જાપાન, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં આ વાયરસે પગપેસારો કર્યો હતો. આ બધામાં સૌ પ્રથમ અમેરિકાના વૉશિંગ્ટનમાં એક વ્યક્તિમાં લક્ષણ દેખાયા હતા જે વુહાનથી આવ્યો હતો.

વુહાનમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા અનેક વ્યક્તિ સંક્રમિત થતા ચીન સત્તાવાળાઓ વુહાન જતી- આવતી ફ્લાઇટ, ટ્રેન બસ તમામ વાહન વ્યવહારો બંધ કરી દીધા હતા એટલું જ નહીં પણ સીટીની અંદર ફરતી બસ, સબ-વે અને ફેરી પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દીધી હતી.

ચીનનાં ૫શુ પંખીના બજારમાંથી વાઈરસનો ઉદ્દભવની શંકા

ચીનાઓ પશુ-પંખીમાંથી અવનવી વાનગીઓ બનાવીને ખાતા હોય છે. આવા પશુ-પંખીના બજારમાંથી મોટેભાગે ચામાચીડિયામાંથી કોરોના વાયરસ ફેલાયો તેમ મનાય છે. જો કે ટ્રમ્પ અને વિશ્વના ઘણાને એવી શંકા છે કે ચીનની સરકારે વિશ્વ પર આર્થિક રાજ કરવા આ વાઇરસ લેબમાં બનાવી ફેલાવ્યો છે. ઉર્લ્લં ૫ર અમેરિકાએ આરોપ મુક્યો કે તેઓ ચીન સાથે ગઠબંધન ધરાવે છે.   

કોરોના વાઈરસના 'વ્હીસલબ્લોઅર' ચીનના ડોકટરનું રહસ્યમય મોત

વુહાન સેન્ટ્રલ હોસ્પિટલના આંખના રોગોના નિષ્ણાત ડૉ. લી વેગલિયાંગ હોસ્પિટલમાં સૌથી પહેલા વાયરસનો ભોગ બન્યા અને તેમણે 'વ્હીસલબ્લોઅર' જેવી ભૂમિકા ભજવી તે કંઇક ભયંકર ભાવિ જોઈ રહ્યા છે તેમ સોશિયલ મેસેજમાં મૂક્યું. ચીનની સરકારે તેને દેશમાં અરાજકતા ફેલાવનાર આરોપી ગણાવ્યા. ડૉ. વેગલિયાંગનું રહસ્યમય રીતે આ વાયરલથી જ હોસ્પિટલમાં મૃત્યુ થયું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mQUGxe
Previous
Next Post »