મધુર ભંડારકર લોકડાઉન વિષય પર ફિલ્મ બનાવશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.25 ડિસેમ્બર 2020, શુક્રવાર

નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર દિગ્દર્શક મધુર ભંડારકરે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. તેની આવનારી ફિલ્મ કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉન પર આધારિત હશે. મધુરે એક વાતચીત દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી. 

મધુરની આ આવનારી ફિલ્મનું નામ ઇન્ડિયા લોકડાઉન શે. જેમાં લોકડાઉનમા ંથયેલી તકલીફો  દર્શાવામાં આવશે. આ પરિસ્થિતિ વખતે ગરીબ મજૂરોને પોતાના ઘરે પાછા ફરવામાં સખત હાડમારી પડી હતી. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના મધ્યમાં કરવામાં આવશે. 

મળેલા સમાચારોના અનુસાર, ફિલ્મનું શૂટિગ મુંબઇ અને તેના આસપાસના એરિયામાં કરવામાં આવશે. આ ફિલ્મમાં દેશવ્યાપી લોકડાઉનના કારણે સમાજના વિભિન્નવર્ગ પર પડેલી મુશ્કેલીઓ અને સંવેદનશીલતા દેખાડવામા ંઆવશે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે હાલ કોઇ નિર્ણય લેવામાં  આવ્યો નથી. 

મધુરે એમ પણ સ્પષ્ટતા કરી હતી,  આ ફિલ્મ તેની ભૂતકાળની અન્ય ફિલ્મોની માફક  હાર્ડ હિટિંગ હશે. મધુર વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવા માટે જાણીતો છે અને તેની આવી  ફિલ્મો હિટ રહી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hpE92j
Previous
Next Post »