સૌંદર્ય સમસ્યા : હું 26 વરસની યુવતી છું. મને ઘરગથ્થુ બ્યુટિટિપ્સ જણાવશો.
એક યુવતી (વડોદરા)
ફેસિયલ માટે ડ્રાયફ્રુટ પેક: ૨૫-૨૫ ગ્રામ કાજુ-બદામ, ચિરોજી તથા પીળી હળદરને વાટી તેનો ભૂક્કો કરવો. આ એક ચમચા મિશ્રણમાં બે-ત્રણ ટીપાં મધ અને દૂધ ભેળવીઅડધો કલાક રાખી ચહેરા પર લગાડવું અને ૧૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
બોડી સ્ક્રબઃ ૨૫ ગ્રામ જવનો લોટ, બે-ત્રણ ટીપાં લીંબુનો રસ, એકટેબલસ્પૂન દહીં, એક ચપટી હળદર અને એક ટેબલસ્પૂનમલાઈ બરાબર ભેળવી ૧૦ મિનિટ બોડી પર લગાડી રાખવું. અને પછી રબ કરીને ઘસીને કાઢવું. જેથી ટેનિંગ દૂર થાય છે અને ત્વચા નમીવાળી થાય છે.
પીઠ તથા કોણી માટે: લીંબુની છાલમાં ઇંડાની જરદી એક ચપટી મીઠું ભેળવી પીઠ અને કોણી પર રગડવું. ૮-૧૦ દિવસમાં પીઠ તથા કોણી સાફ થઇ જશે.
હેર ફૂડ: બે ચમચા મધ, એક ચમચો ગ્લિસરીન, એક ચમચો ફ્રેશ ક્રિમ લેવું. રાતના એક ગ્લાસ પાણીમાં બે ટેબલસ્પૂન મેથીદાણા ભીંજવી સવારે મસળી ગાળી લેવું. આ પલ્પમાં બે ચમચા મધ, એક ચમચો ગ્લિરીન અને એક ચમચો ફ્રેશ ક્રિમ ભેળવી ફીણવું. એક કલાક સુધી વાળમાં લગાડી રાખીને શેમ્પૂ કરવું. આ હેર ફૂડ વાળને નરિશમેન્ટ, મોઇશ્ચર તેમજ પ્રોટીન આપે છે.
હું ૨૨ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય છે. તેના માટેના કુદરતી ફેસપેક જણાવશો.
એક યુવતી (મુંબઇ)
પપૈયાનું પેક: પપૈયાનો પલ્પ લઇ તેમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવવો. આ ઉપરાંત ટામેટાનો ઉપયોગ પણ ઓઇલી અને ખીલયુક્ત ત્વચા માટે ફાયદાકારક છે. પપૈયામાંનું એન્ઝેમાઇન્સ મૃત ત્વચાને દૂર કરીને ત્વચાને ઊંડાણથી સાફ કરે છે.
લીમડાનો પેક: લીમડાનો એક ચમચો પાવડર લેવો તેમાં ગુલાબજળ અને મધ ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા તથા ગરદન પર લગાડવી. ૧૫-૨૦ મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરવો અને થપથપાવીને ચહેરો લૂછવો. લીમડો તૈલીય ત્વચા માટે ફાયદાકારક છે. મુલતાની માટીનો પેક પણ ઓઇલી ત્વચા માટે લાભદાયક છે.
હું ૧૭ વરસની યુવતી છું. મારા ગાલ પર બર્થમાર્ક છે. હું જાણું છે કે તેને સાવ દૂર ન કરી શકાય પણ હળવું કરવાના ઉપાય જણાવશો.મારી આ સમસ્યાના નિવારણ કરશો.
એક યુવતી (અમદાવાદ)
બર્થમાર્ક કોઇ ક્રિમથી હળવું થાય તેવી શક્યતા નહીંવત છે. તમારા બર્થમાર્કનો પ્રકાર જાણીને જ પ્લાસ્ટિક સર્જન કે ત્વચા નિષ્ણાંત નિર્ણય લઇ શકશે. આ માટે તમે તેમની સલાહ લેશો.
હું ૨૪ વરસની યુવતી છું. મને વાળને લાભકારી આહાર તેમજ ચોમાસામાં ક્યું સ્કિન ટોનર ફાયદાકારક છે તે જણાવશો.
એક યુવતી (રાજકોટ)
વાળ માટે દૂધ અને દૂૂધની બનાવટ, નટ્સ અને સોયા પ્રોડક્ટસ,વિટામિન ઇ અને સીનો ભરપૂર ડાયટ,પ્રોટીનયુક્ત આહાર તેમજ પુષ્કળ પ્રમાણમાં ફળ તથા શાક રોજિંદા આહારમાં સમાવેશ કરવો.
ચોમાસામાં રૂક્ષ ત્વચા માટે પાંચ ટીપાં કેમોમાઇલ ઓઇલ એક ટી સ્પૂન દૂધમાં ભેળવી લગાડવું. અને ઓઇલી ત્વચા હોય તો ૧૦ ટીપાં લવંડર તેલમાં એક ટી સ્પૂન પાણી ભેળવી ટોનરની માફક ઉપયોગ કરવો.
હું ૨૪ વરસની યુવતી છું.મન સ્ક્રબ તરીકે વાપરી શકાય તેવું કુદરતી એક્સફ્લોઇટિંગ એજન્ટસ જણાવશો.
એક યુવતી (પાલઘર)
બે ચમચા ચોખાનો પાવડર, બે ચમચી ચંદન પાવડર, બે ચમચી માટી. બે ચમચી લીલા વટાણાનો પાવડર અને બે ચમચી ઓટમિલ લઇ ભેળવી તેમાં પેસ્ટ બનાવવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ અથવા દૂધ ઉમેરી સ્ક્રબની માફક ઉપયોગ કરવો.
- સુરેખા મહેતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ROv7X
ConversionConversion EmoticonEmoticon