વિષય તરીકે ખગોળશાસ્ત્રન એવો અફાટ સમુદ્ર છે જેમાં એક વાર ઊતરો, એટલે વધુને વધુ ખેડાણની ઝંખના ક્રમશ: તીવ્ર બનતી જાય. બ્રહ્માંડના ભેદભરમો વિશે મનમાં સવાલો ઊઠતા જાય અને જવાબ ન મળે ત્યાં સુધી ચેન ન પડે. ભલું હોય તો વિચારોના ચકડોળે ચડી ગયા પછી રાતની ઊંઘ વેચીને ઉજાગરા વેઠવાના થાય. જો કે જ્ઞાનસાગરમાં ડૂબકી લગાવતા ‘મરજીવાઓ’ને એવા ઉજાગરા મીઠા લાગતા હોય છે.
ખેર, આખી રાત તો નહિ, પરંતુ અમુક કલાકો સુધી નીંદર રોકી શકતા હો તો એક સરસ મજાની અવકાશી ઘટનાના સાક્ષી બનવાનો મોકો ડિસેમ્બરર ૨૧, ૨૦૨૦ની રાત્રે ૧૧:પ૦ વાગ્યેા મળે તેમ છે. પશ્ચિમ આકાશમાં તે રાત્રે સૂર્યમાળાના બે સુપર જાયન્ટ ગ્રહો શનિ અને ગુરુ એકમેકની ‘નજીક’ આવવાના છે. અંતર ઘટીને એટલું નજીવું થશે કે આકાશી ચંદરવામાં તગતગતા બે નોખાં સફેદ બિંદુ જાણે એકબીજાને સ્પ ર્શી ગયા હોય તેવો આભાસ થયા વિના ન રહે.
યુતિ એટલે શું?
અવકાશમાં એક ગ્રહનું બીજા ગ્રહની સીધમાં આવવું તે ઘટનાને ખગોળશાસ્ત્રાની પરિભાષામાં conjunction/ કન્જંક્શન/ યુતિ કહે છે. પૃથ્વીા પરથી તે દૃશ્યા જોનારને બે અવકાશી પિંડ એકમેકમાં ભળી ગયા હોવાનો કે પછી તેમની વચ્ચેહ ટક્કર થયાનો આભાસ થાય, પણ તેને નજરોં કા ધોખા સમજવો. વાસ્તવવમાં બે અવકાશી ગોળા વચ્ચેય કરોડો કિલોમીટરનું અંતર હોય છે. પૃથ્વીછ પરથી જોતી વેળા તે અંતરનો આપણને ખ્યા લ આવતો નથી, એટલે ‘ટક્કર’ થયાની છેતરામણી લાગણી જન્મેા.
સૂર્યમાળાના બે ગ્રહોની યુતિ એ આમ તો સાધારણ બાબત છે. ભૂતકાળમાં ઘણી વાર યુતિના પ્રસંગો બની ચૂક્યા છે. ચાલુ વર્ષની જ વાત કરો તો જાન્યુ આરીની ૨૭મી તારીખે શુક્ર (વીનસ) અને વરુણ (નેપ્ચૂ ન) સીધી લીટીમાં આવ્યા હતા. માર્ચ ૯, ૨૦૨૦ના રોજ પ્રજાપતિએ (યુરેનસે) શુક્ર સાથે સીધ જાળવી, તો અગિયાર દિવસ બાદ ગુરુ અને મંગળ વચ્ચેઆ સીધાણ સ્થમપાયું. પછી તો જુદા જુદા સમયાંતરે વધુ ત્રણેક વાર આપણી સૂર્યમાળાના જે તે ગ્રહો સમાંતર રેખામાં ગોઠવાયા હતા. તો પછી સવાલ એ થાય કે ડિસેમ્બ ર ૨૧, ૨૦૨૦ની રાત્રે ૧૧:પ૦ વાગ્યે થનારી ગુરુ-શનિની યુતિમાં એવી તે શી વિશેષતા છે જેને કારણે જગતભરના ખગોળવિદ્દો તેમજ આકાશ દર્શનના શોખીનો ચાતક નજરે એ ઘડીની પ્રતીક્ષા કરતા બેઠા છે?
આનો રસપ્રદ જવાબ થોડી મિનિટો પૂરતો મુલતવી રાખી પહેલાં આપણી સૂર્યમાળાના આઠેય ગ્રહોની ગતિ વિશે થોડી જાણકારી મેળવી લઈએ.
સૂર્યમાળાના ગ્રહોની ગતિ
આપણી સૂર્યમાળાના આઠ ગ્રહો (પ્લૂ ટો એટલે કે યમ ગ્રહનું મોભાદાર બિરુદ ખોઈ બેઠો છે) સૂર્ય નામના તારા ફરતે લાંબી ભ્રમણકક્ષાઓ રચીને પ્રદક્ષિણા લે છે. ભ્રમણકક્ષાનો વ્યાઠપ જેટલો વિશાળ, પ્રદક્ષિણામાં લાગતો સમય એટલો વધુ એ તો દીવા જેવી સ્પહષ્ટબ વાત છે. સૂર્યનો નિકટતમ પડોશી બુધ (મર્ક્યુરી) ૮૮ દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા કરી રહે છે. બુધનો પડોશી શુક્ર પ્રદક્ષિણામાં ૨૨૪ દિવસ લે છે, તો પૃથ્વીનના કેસમાં આંકડો ૩૬પ.૨૬ દિવસનો છે. પૃથ્વી પછીના અવકાશમાં આગળ વધો તેમ વધુ મોટી ભ્રમણકક્ષા રચીને પ્રવાસ ખેડતા મંગળ, ગુરુ, શનિ, પ્રજાપતિ અને વરુણ તેમની એક પ્રદક્ષિણા સંપન્નખ કરવામાં અનુક્રમે ૧.૧૮ વર્ષ, ૧૧.૮૬ વર્ષ, ૨૯.૪૬ વર્ષ, ૮૪ વર્ષ અને ૧૬૪ વર્ષનો સમય લે છે. આ દરેક અવકાશી પિંડની પ્રવાસગતિ પાછી જુદી જુદી, એટલે આઠે આઠ ગ્રહો વચ્ચેે conjunction/ યુતિ થવાનો પ્રસંગ જવલ્લેગ જ આવે. છેલ્લે્ એ પ્રકારની અવકાશી ઘટના ૧૯૮૪ની સાલમાં બની હતી—અને હવે છઠ્ઠી મે, ૨૪૯૨ની તારીખ પહેલાં બનવાની નથી.
આ પૂર્વભૂમિકા જાણ્યા પછી અવકાશમાં શનિ તથા ગુરુની ચાલ સમજીએ. લગભગ ૧,૩૯,૮૨૦ કિલોમીટરનો વ્યાાસ ધરાવતો ગુરુ હાઇડ્રોજન, હિલિયમ, મિથેન, એમોનિયા વગેરે ગેસનો બનેલો જાયન્ટટ ગુબ્બાયરો છે. ગુરુનો ગ્રહ કદમાં ખરેખર કેટલો મોટો છે તેનો સ્પોષ્ટે ખ્યાજલ ઉપર રજૂ કરેલા આંકડાથી જો ન મળતો હોય તો ગુરુને ફુલ સાઇઝનું તડબૂચ ગણી લો. આ કલ્પિછત તડબૂચની તુલનાએ શનિ = મોસંબી, પ્રજાપતિ (યુરેનસ) = સફરજન, વરુણ (નેપ્ચૂન) = લીંબુ, પૃથ્વીૂ અને શુક્ર = લીચી, મંગળ = ચેરી અને બુધ = કાળા મરીનો દાણો!
સૂર્યમાળામાં ગુરુ પછીનો સૌથી મોટો ગ્રહ વલયધારી શનિ છે, જેનો વ્યાઅસ ૧,૧૬,૪૬૦ કિલોમીટર હોવા છતાં ૩.૩ શનિ ભેગા કરો ત્યા=રે ૧ ગુરુ બને! અહીં ચિત્રમાં તે બન્નેન ગ્રહો વચ્ચે્ પ્રમાણમાપે દર્શાવેલો કદનો તફાવત જુઓ. આ બન્નેળ ગેસ જાયન્ટઅ અવકાશમાં તેમની નિયત ભ્રમણકક્ષામાં આગળ વધતા હોય ત્યા રે તેમની વચ્ચે્ કમ સે કમ ૬૪ કરોડ કિલોમીટરનો ફાસલો હોય છે. વળી ગુરુ સેકન્ડેના ૧૩ કિલોમીટરની અને શનિ સેકન્ડોના ૯.૮ કિલોમીટરની રફતારે આગળ વધતા હોય ત્યાવરે તેમની વચ્ચેડ તાલમેળ ન રહે એ સ્વા ભાવિક છે. એક ગોળો આગળ ભાગતો હોય, તો બીજો તેનાથી ક્યાંય પાછળ છૂટી ગયો હોય.
આમ રચાય છે ગ્રહોની યુતિ
જમણી તરફ રેખાંકનમાં ગુરુ અને શનિની ભ્રમણકક્ષા જુઓ. અવકાશમાં અંકાતી અદૃશ્યા ભ્રમણકક્ષાનું વર્તુળ ૩૬૦ અંશનું હોય. ગુરુનો ગ્રહ ૧ વર્ષના સમયગાળામાં તે વર્તુળનો ૩૦ ડિગ્રી જેટલો પ્રવાસ ખેડી નાખે છે. શનિ એટલા જ સમયમાં ૧૨ અંશની સફર કરે છે. સરળ ગણતરી માંડો તો એક વર્ષના અંતે બન્નેન વચ્ચેએ ૩૦ - ૧૨ = ૧૮ અંશ જેટલો તફાવત રહી જાય છે. આ ફરક નાબૂદ ક્યારે થાય એ ગણી કાઢવું અઘરું નથી.
અઢાર અંશના તફાવતને ૨૦ વર્ષ સાથે ગુણી કાઢો, એટલે જવાબ ૩૬૦ મળે, જે ભ્રમણકક્ષાના પૂર્ણ વર્તુળનો સૂચક છે. આમ, ગુરુ અને શનિ દર વીસ વર્ષે એકબીજાની આગળપાછળ ગોઠવાય છે. જુદી રીતે કહો તો તેમની યુતિ રચાય છે.
21-12ની યુતિ વિશેષ કેમ?
હવે અગાઉ વેઇટ લિસ્ટ પર મૂકી દીધો સવાલ પાછો યાદ કરીએ: ડિસેમ્બસર ૨૧, ૨૦૨૦ની રાત્રે થનારી ગુરુ-શનિની યુતિમાં એવી તે શી વિશેષતા છે?
વિશેષતા તેમની વચ્ચે કુદરતી રીતે રચાનાર સીધ છે. સામાન્ય ત: દર વીસ વર્ષે થતી ગુરુ-શનિ યુતિમાં બન્ને ગ્રહો વચ્ચેર ઓછામાં ઓછા પાંચ અંશનો અને વધુમાં વધુ પંદર અંશનો તફાવત રહી જાય છે. જુદી રીતે કહો તો તેઓ સીધી નહિ, પણ સહેજ ત્રાંસી લીટીમાં ગોઠવાય છે. બીજી તરફ, ૨૧મી ડિસેમ્બકરે થનારી યુતિ વખતે ગુરુ અને શનિ વચ્ચેી માત્ર ૦.૧ અંશનો સ્થાહનફરક રહેવાનો છે. પરિણામે થશે એવું કે પૃથ્વીે પરથી યુતિનું દૃશ્યે જોનારને બન્નેભ ગ્રહો એકબીજા સાથે જરા ચીપકેલા હોવાનો ભાસ થશે. આ પ્રકારનું લાખો મેં એક દૃશ્યુ છેલ્લે ઈ.સ. ૧૨૨૩માં જોવા મળ્યું હતું. જો કે ત્યાતરે ગુરુ અને શનિને સૂર્યમાળાના સભ્યો તરીકે હજી ઓળખવામાં આવ્યા પણ નહોતા, એટલે અવકાશમાં તેમની યુતિનું નાટકીય દૃશ્યળ કેટલા પૃથ્વીકવાસીઓએ માણ્યું હોય તે કોને ખબર!
આ ઘટનાનું વન્સ મોર લગભગ ચારસો વર્ષ પછી ઈ.સ. ૧૬૨૩માં થયું ત્યાૃરે ઇટાલીના ખગોળશાસ્ત્રી ગેલિલિયો ગેલિલિએ તે અચૂક પ્રત્ય.ક્ષ નિહાળી હોવી જોઈએ. (ઈ.સ. ૧૬૦૯માં ગેલિલિયોએ હાથે બનાવેલા ટેલિસ્કો પ વડે ગુરુ અને તેના ચાર કુદરતી ચંદ્રો શોધી કાઢ્યા હતા.) અલબત્ત, ૧૬૨૩ની યુતિ વખતે ગુરુ અને શનિ એકબીજાથી સહેજ ત્રાંસી લીટીમાં ગોઠવાયા હતા.
ત્રાંસને લગભગ નાબૂદ કરી દેતી ઘટના હવે ૨૧મી ડિસેમ્બ રે બનવા જઈ રહી છે ત્યા રે તેને માણવાનો મોકો ચૂકવા જેવો નથી. ડિસેમ્બડર ૨૧ની રાત્રે પશ્ચિમ દિશામાં બે તગતગતા સફેદ બિંદુ એકબીજાની અડખેપડખે જુઓ તો તે ગુરુ-શનિ હોવાનું માનજો. બહોળા ફલકને આવરી લેતું 7x50નું બાઇનોક્યુલર હોય તો ગુરુ સાથે તેના ચાર મોટા ચંદ્રો જોવા મળશે અને શનિનાં વલયો પણ ખરાં! બાઇનોક્યુલર ન હોય તો પ્રકાશના અને વાયુના પ્રદૂષણથી મુક્ત એવા સ્થોળેથી નરી આંખે ગુરુ-શનિનું ‘મિલન’ જોવું સંભવ છે. આ ઘટનાના સાક્ષી બન્યાે પછી બુદ્ધિગમ્યા વિચારોના ચકડોળે ચડવાના હો તો ૨૧-૨૨ ડિસેમ્બંરની રાતનો મીઠો ઉજાગરો અત્યાિરથી જ મુબારક! ■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J5t7CB
ConversionConversion EmoticonEmoticon