ગોવિંદાએ 21 ડિસેમ્બરે 57મો જન્મદિવસ ઊજવ્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 ડિસેમ્બર 2020, સોમવાર

ગોવિંદાએ ૨૧ ડિસેમ્બરે પોતાનો ૫૭મો જન્મદિવસ ઊજવ્યો હતો. તેમની કારકિર્દી દરમિયાન તેઓ પોતાની ડાન્સિંગ સ્કિલ્સ, અભિનયઅને કોમેડી માટે જાણીતા હતા. ૮૦-૯૦ના દાયકામાં તેમણે એકથીએક ચડિયાતી ફિલ્મો આપી હતી. 

ગોવિંદાએ ૨૨ વરસની વયે ફિલ્મ ઇલ્ઝામથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને આ પછી તેમણે પાછળ વળીને જોયું નહોતું.

ગોવિંદાએ જણાવ્યું હતું કે, મારી પત્નીએ મારા જન્મદિવસની ઊજવણી મિડનાઇટ સેલિબ્રેશન તરીકે કરી હતી. પાર્ટીમાં મારા નજીકના એકટરો અને મિત્રો સામેલ થયા હતા. 

આ દરમિયાન મેં મારા ૯૦ના દાયકાના હિટ ગીતો પર ડાન્સ કર્યા હતા. મારા ગરને ફુગ્ગાઓથી  સજાવામાં આવ્યું હતું. મારા માટે આ એક સપ્રાઇઝ પાર્ટી હતી. મારી આ પાર્ટીમાં રાજપાલ યાદવ, રવિ કિશન, અરમાન કોહલી, ગણેશ આચાર્ય, શક્તિ કપૂર સામેલ થયા હતા. મેં ગોરિયા ચુરા ના મેરા જિયા પર ડાન્સ કર્યો હતો. અમે આખી રાત ડાન્સ કરતા રહ્યા હતા. છેક સવારે છ વાગ્યે દૂધવાળો આવ્યો ત્યારે અમે અટક્યા હતા. 

તેણે વધુમાં કહ્યું હતું કે, હું ભગવાનથી પ્રાર્થના કરુ છું કે દુનિયામાં ચાલતી આ મહામારી હવે થંભી જાય. અને ૨૦૨૧માં આપણે બધા સામાન્ય જીવન જીવી શકીએ. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WDiF8s
Previous
Next Post »