(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 ડિસેમ્બર 2020, સોમવાર
મિથુ ચક્રવર્તી હાલ મસૂરીમાં દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીની આવનારી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સનું શૂટિંગ કરી રહ્યો છે. રિપોર્ટસની માનીએ તો શનિવારે સેટ પર અચાનક મિથુનની તબિયત બગડી ગઇ હતી પરિણામે ફિલ્મનું શૂટિંગ થંભાવી દેવામાં આવ્યું હતું.
મિથુનને ફુડ પોઇઝનિંગ થતા તે સેટ પર પડી ગયો હતો. આ ઘટના ઘટી ત્યારે અભિનેતા આઉટડોર એક એકશન દ્રશ્યનું શૂટિંગ કરી રહ્યો હતો. દિગ્દર્શકે જણાવ્યું હતું કે, આ એક એકશની સીન હતો, જે મિથુનના પાત્રની આસપાસનો જ હતો. ફૂડપોઇઝનિંગની કારણે તેમની તબિત અચાનક ખરાબ થઇ ગઇ હતી, તેઓ ્બરાબર ઊભા પણ નહોતા રહી શક્યા અને પડી ગયા હતા. થોડો સમય બ્રેક લીધા પછી સીકવન્સ પૂરી કરવામાં આવી હતી.
દિગ્દર્શકે તેમ પણ કહ્યું હતુ ંકે, મિથુને અમને કહ્યું હતુ ંકે, ચાર દાયકાની લાંબી કારકિર્દીમાં હું કદી સેટ પર પડી નથી ગયો. રવિવારે તે શૂટિંગ પર આવ્યા ત્યારે તેમણે બેકલોગ તોડવાની સખત મહેનત કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KH7Dwm
ConversionConversion EmoticonEmoticon