બૈરૂતમાં બ્લાસ્ટ : 204ના મોત, 6500 ઈજાગ્રસ્ત અને 15 અબજ ડોલરનું નુકશાન


લેબેનોનનું પાટનગર બૈરૂત દેશનું મોકાનું આંતરરાષ્ટ્રીય બંદર છે. ત્યાં ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) અતિ વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટ વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવ્યા હતા. બંદર મેનેજમેન્ટની બેદરકારી એ હદની બહાર આવી કે કોઈ સલામતિ કે જ્વલનશીલ સંપર્કથી તે દૂર રહે તેની તકેદારી નહોતી રખાઈ. આ ધડાકો એ હદનો હતો કે ૪૦૭ ફૂટની ત્રીજ્યા ધરાવતો ૧૪૧ ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. પાંચ ચોરસ કિલોમીટર સુધીના બંદર નજીક ઉભા થયેલા વેરહાઉસ, પાર્ક થયેલી ૧૦૦૦ હજારથી વધુ કાર, કન્ટેઈનરના ફૂડચા થઈ ગયા હતા.

બંદર મજૂરના આવાસો ધરતીકંપની જેમ ધણધણી ઉઠયા હતા. જો કે ધડાકા પછી થોડી આગ પ્રસરતા વાર લાગી તેને લીધે બે હજારથી વધુ જાનહાનિ ટળી હતી. આમ છતાં ૨૦૫ના મૃત્યુ થયા. ૬૫૦૦ ઈજાગ્રસ્ત થયા જેમાંથી ૧૫૦ કાયમ માટે અપંગ બની ગયા. ૧૫ અબજ ડોલર જેટલું તો નુકસાન થયું. નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળતા સરકાર સામે દેખાવો થયા. લેબેનોનની આખી સરકારે રાજીનામુ આપી નૈતિક જવાબદારી સ્વીકારી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KYauB0
Previous
Next Post »