ઇરાનના મેજર જનરલ સુલેમાનીને ડ્રોન સ્ટ્રાઇકથી મારી નંખાયા


ઇરાનના મેજર જનરલ અને નાગરિકોમાં અત્યંત ચાહના અને આદર ધરાવતા હીરો સમાન કાસમ સુલેમાનીની તેઓ ઇરાકના બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ તેના મોટર કાફલા સાથેજતા હતા ત્યારે ડ્રોન પરથી બોંબ ઝીંકાતા તેમના હેવી વ્હીકલના ફૂડચા ઉડી ગયા હતા. સુલેમાની કડ્સ ફોર્સના કમાન્ડર હતા. અમેરિકા સામે આ ફોર્સ લડતુ હોય છે. અમેરિકીઓની હત્યા, આતંકી હુમલાની પણ યોજના સુલેમાનીના નેજા હેઠળ જ ઘડાતા હતી. તેવું અમેરિકાની ટ્રમ્પ સરકાર માનતી હતી. ૨૦૧૮માં અમેરિકાએ ઇરાન જોડે પરમાણુ કરાર રદ કર્યો તે પછી ઇરાન અને અમેરિકા વચ્ચે દુશ્મનાવટ વધતી જાય છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે સુલેમાનીને અમે ખતમ કરી નાંખ્યો છે તેમ જાહેરમાં નિવેદન કરતા ઇરાને બદલો લઇને જ જંપીશું તેવી વળતી ધમકી આપી હતી. સુલેમાનીની અંતિમ ક્રિયામાં લાખો નાગરિકોની ભીડ ઉમટી હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37SAYND
Previous
Next Post »