- કપડવંજ તાલુકામાં ચાર, મહુધામાં બે, મહેમદાવાદ, કઠલાલ અને ઠાસરામાં એક એક કેસ સાથે કુલ આંક ૨૭૩૩
ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.જિલ્લામાં આજે ત્રેવીસ નવા કેસો નોંધાયા છે. જેમાં નેશનલાઇઝ બેંકના બે સભ્યો સહિત સૌથી વધુ નડિયાદના જાહેર થયા છે.આ ઉપરાંત કપડવંજ, મહુધા, મહેમદાવાદ, કઠલાલ અને ઠાસરામાં પોઝીટીવ કેસો જોવા મળ્યા છે.
આજે જાહેર થયેલા ત્રેવીસ કેસો સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોનો આંક ૨૭૩૩ પર પહોંચી ગયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવીને જિલ્લાના ૩૨૫ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૧૩,૪૩૮ થી વધુ ઘરોમાં ૫૫,૪૭૫ થી વધુ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરાઇ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ૪૫ જેટલા ધનવંતરી રથ ફેરવવામાં આવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લાં ૮ મહિનામાં ૨૭૩૩ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
આજે નોંધાયેલા કોરોના પોઝીટીવ ત્રેવીસ કેસોમાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં અને સૌથી ઓછા મહેમદાવાદ,કઠલાલ અને ઠાસરા તાલુકામાં જાહેર થયા છે. સૌથી વધુ નડિયાદ તાલૂુકામાં ચૌદ,કપડવંજમાં ચાર,મહુધામાં બે,મહેમદાવાદ,કઠલાલ અને ઠાસરામાં એક-એક નવા કેસો નોંધાયો છે.ખેડા જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા આજે જાહેર કરાયેલી યાદીમાં આજે ત્રેવીસ દર્દીઓ પોઝીટીવ આવ્યા છે.અત્યાર સુધી ૨૭૩૩ દર્દીઓ પોઝીટીવ જાહેર થયા હતા.જેમાંથી ૨૭૧૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી પોતાના ઘરે પરત ફર્યા છે. હાલ જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલોમાં ૯૮ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા ૩૫૦ જેટલા કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથ ેઅત્યાર સુધીમાં ૪૨,૧૨૨ સેમ્પલ લીધેલા છે,જેમાંથી ૩૯,૩૭૮ જેટલા નેગેટીવ અને ૨૮૩૧ જેટલા પોઝીટીવ જાહેર થયા છે. જ્યારે ૩૭૪ જેટલા દર્દીઓના હજુ પણ રીઝલ્ટ પેન્ડીંગ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hgETXu
ConversionConversion EmoticonEmoticon