એકતા કપૂરે પોતાના મિત્ર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકતા લોકોમાં આશ્ચર્ય


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.16 ડિસેમ્બર 2020, બુધવાર

ટેલિવિઝનની ક્વીન તરીકે ઓળખાતી એકતા કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને સહુને ચોંકાવી દીધા છે. તેણે પોતાના મિત્ર તનવીર બુકવાલા સાથેની એક સેલ્ફી શેર કરી છે, અને લખ્યું છે કે, અમે અહીં છીએ, તમને જલદી જ અમારા વિશે જણાવશું. 

એકતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીર પરતનવીરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, દોસ્તીને સંબંધમાં બદલવાનો સમય આવી ગયો છે. તનવીરનો સોશિયલ મીડિયા એકાઉન્ટ એકતા સાથેની તસવીરોથી ભરાઇ ગયો છે. બન્નેનું બોન્ડિંગ જોઇને  લોકો અટકળ બાંધી રહ્યા છે કે, એકતા અને તનવીર લગ્ન કરવાના છે. જોકે હજી તેમણે પોતાના સંબંધ વિશે સત્તાવાર ઘોષણા કરી નથી. 

તનવીર એક લેખક છે અને ડિંગ એન્ટરટેઇનમેન્ટનો ફાઉન્ડર પણ છે.એકતાની સાથે તેણે વેબ શો ફિતરત માટે કોલોબરેટ કર્યું હતું. 

એકતાએ એક સમયે કહ્યું હતું કે, લોકો મને લગ્ન કરી લેવાની સલાહ આપે છે જેથી હું ખુશ રહી શકું. પરંતુ મને આનંદમાં રહેવા માટે કોઇના પર નિર્ભર થવું નથી. મારે મારા જીવનમાં કોઇને લાવવો હશે તો તે ફક્ત મારો નિર્ણય હશે. 

ઉલ્લેખનીય છે કે, એકતા સરોગસી દ્વારા પુત્રની માતા બની છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ajuOHK
Previous
Next Post »