(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.17 ડિસેમ્બર 2020, ગુરુવાર
૯૦ના દાયકામાં બોલીવૂડમાં અગ્રેસર રહેનારી ડિમ્પલ કાપડિયા લાંબા સમયે ફરી અભિનય ક્ષેત્રે સક્રિય થઇ છે. હાલમાં જ તેણે હોલીવૂડ ફિલ્મ ટેનેટમાં ભૂમિકા ભજવી હતી. હવે તે શાહરૂખ ખાનની પઠાન ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળવાની છે.
દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ ફિલ્મ પઠાન બનાવી રહ્યા છે. જેમાં મહત્વની ભૂમિકામાં શાહરૂખ ખાન ોવા મળવાનો છે. તેમજ તેની સાથે જોન અબ્રાહમ, દીપિકા પદુકોણ કામ કરી રહ્યા છે.
ફિલ્મમાં શાહરૂખ ખાન એક મિશનને પૂરા કરી રહ્યો છે જેમાં તેની સાથે ડિમ્પલ કાપડિયા કપાડિયા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની ઓફિસરનું પાત્ર ભજવતી જોવા મળશે.
ડિમ્પલ આ ફિલ્મ માટે ૨૦ દિવસનું શૂટિંગ કરવાની છે. ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ થવાની શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34mG9TR
ConversionConversion EmoticonEmoticon