જીમેઇલ પર Email કરી શકો છો શિડયુલ, જાણો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે આ ફીચર


અમદાવાદ, તા. 02 નવેમ્બર 2020 સોમવાર

અત્યાર સુધી જીમેઇલમાં મેઇલ કંપોઝ કર્યા પછી આપણે તેને કાં તો તરત ને તરત સેન્ડ કરી શકીએ છીએ અથવા ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકીએ છીએ. પરંતુ ડ્રાફ્ટ તરીકે સેવ કર્યા પછી કોઈ નિશ્ચિત સમયે તે આપોઆપ સેન્ડ થઇ જાય એવું થઈ શકતું નહોતું.

જીમેઇલ માટેના જુદાં જુદાં થર્ડ પાર્ટી એક્સટેન્શન જીમેઇલમાં ખૂટતી સુવિધાઓ ઉમેરી આપે છે. ઇમેઇલ શેડ્યુલ કરવાની સુવિધા પણ આ રીતે જીમેઇલમાં ઉમેરી શકાય છે પરંતુ જીમેઇલ એક એટલી સંવેદનશીલ બાબત છે કે મોટા ભાગના લોકો તેમાં થર્ડ પાર્ટી એક્સટેન્શન્સનો ઉપયોગ કરવાનું ટાળે છે.


આવી જીમેઇલમાં ખૂટતી બાબતો કંપની દ્વારા અવારનવાર ઉમેરવામાં આવે છે. એ મુજબ, જીમેઇલમાં મેઇલ શિડ્યુલ કરવાની સગવડ પણ ઉમેરાઈ ગઈ.

તેનો લાભ લેવો હોય, તો તમને પીસી પર ‘સેન્ડ’ બટનની બાજુમાં એક નીચેની તરફ જતો એરો દેખાશે. તેને ક્લિક કરતાં ‘શિડ્યુલ સેન્ડ’નો મેસેજ પોપઅપ થશે. તેને ક્લિક કરતાં સિસ્ટમ અમુક સમય સૂચવશે અથવા આપણે પોતે એ ઇમેઇલ મોકલવાની તારીખ અને સમય નક્કી કરી શકીશું.


મોબાઇલમાં જીમેઇલ એપમાં પણ આપણે મેઇલ શિડ્યુલ કરી શકીએ છીએ.

આ સુવિધા ઉમેરવાની સાથોસાથ ગૂગલે જીમેઇલની ડાબી પેનલમાં ‘શિડ્યુલ્ડ’ એવું એક ફોલ્ડર ઉમેરી દીધું છે, જેથી આપણે શિડ્યુલ કરેલા તમામ મેઇલ એ ફોલ્ડરમાં સહેલાઈથી જોઈ શકીએ.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ZoJPL
Previous
Next Post »