ઝૂમ એપ્લિકેશનમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા મળશે

અમદાવાદ, તા.2 નવેમ્બર 2020, સોમવાર

લોકડાઉન અને ત્યાર પછીના સમયગાળામાં ઓનલાઇન એજ્યુકેશન અને મીટિંગ્સ માટે ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ જબરજસ્ત વધ્યો છે પરંતુ અત્યાર સુધી તેમાં એક બાબતની ખોટ વર્તાતી હતી - તેમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા નહોતી.

હવે ઝૂમના એન્ડ્રોઇડ, આઇઓએસ, પીસી અને મેક એમ બધાં વર્ઝનના ફ્રી અને પેઇડ બંને પ્રકારના યૂઝરને આ સુવિધા મળશે. આ કારણે, વોટ્સએપની જેમ ઝૂમ પર કોઈ નિશ્ચિત ગ્રૂપ સેશનના પાર્ટિસિપન્ટ્સ સિવાય, અન્ય કોઈ એ સેશનના ડેટાને એક્સેસ કરી શકશે નહીં.

ખુદ ઝૂમને પણ આ એક્સેસ મળશે નહીં. અલબત્ત વોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનમાં પણ છીંડાં હોવાનું બહાર આવ્યું છે એટલે ઝૂમમાં આ સુવિધા જડબેસલાક છે એ જોવાનું રહેશે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HQTJGy
Previous
Next Post »