ઇન્સ્ટાગ્રામમાં લાંબી લાઇવ સ્ટ્રીમ કરી શકાશે

અમદાવાદ, તા.2 નવેમ્બર 2020, સોમવાર

સોશિયલ મીડિયા અને વીડિયો પ્લેટફોર્મ યૂઝર્સને કેટલી લંબાઈના વીડિયો ગમશે એ બાબતે અવઢવ અનુભવી રહ્યા હોય એવું લાગે છે.

એક તરફ ટિકટોકને કારણે એકદમ ટૂંકા વીડિયો ખાસ્સા પોપ્યુલર થઈ રહ્યા હતા અને ટિકટોક પર પ્રતિબંધ પછી સંખ્યાબંધ એપમાં આવા વીડિયો શેર કરવાનું ફીચર ઉમેરાવા લાગ્યું. ઇન્સ્ટાગ્રામ પણ આવી એક એપ હતી.

હવે ઇન્સ્ટાગ્રામ પર પૂરી ચાર કલાક સુધી લાઇવ સ્ટ્રીમ કરી શકાય તેવી સુવિધા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામના કહેવા મુજબ યોગ ટીચર્સ, શેફ, મ્યુઝિશિયન્સ વગેરે કેટેગરીના લોકો પોતાના ઓડિયન્સ સાથે એક કલાકની મર્યાદા વિના લાંબાં લાઇવ સેશન્સ યોજી શકે એવી સુવિધા આપવામાં આવી રહી છે.

આવા લાઇવ બ્રોડકાસ્ટને પૂરા 30 દિવસ સુધી આર્કાઇવ પણ કરી શકાશે. જોકે આ સુવિધા ઇન્સ્ટાગ્રામ પર સારો રેકોર્ડ ધરાવતા એકાઉન્ટને જ મળશે.





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oIBG6t
Previous
Next Post »