સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે. વિટામીન-સીની વિપુલ માત્રા હોવાના કારણે તે આંખ, હાડકા, ચામડી માટે ખૂબ ગુણકારી છે. સાથે સાથે વજન ઘટાડવા માટે પણ પાઈનેપલ ઉપયોગી હોવાનું નવા સંશોધનમાં જણાયું હતું. ઈટાલીની મિલાન યુનિવર્સિટીના સ્વાસ્થ્ય વિભાગના સંશોધકોએ પાઈનેપલ અંગે મહત્વપૂર્ણ સંશોધન કર્યું હતું. પાઈનેપલમાં વિટામીન્સ અને મિનરલ્સનો જથ્થો હોય છે અને તે શક્તિવર્ધક ફળ ગણાય છે. ૧૦૦ ગ્રામ પાઈનેપલમાં ૧૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૦ ગ્રામ શુગર, ૪૭ મિલિગ્રામ વિટામીન-સી, ૧૩ મિલિગ્રામ કેલ્સિયમ, ૧૨ મિલિગ્રામ મેગ્નેસિયમ, ૧૦૯ મિલિગ્રામ પોટેશિયમ વગેરે પદાર્થો હોય છે, પરંતુ ફેટની માત્રા માત્ર ૦.૧૨ ગ્રામ હોય છે.
ફેટનું પ્રમાણ નહીંવત હોવાથી પાઈનેપલનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. મિલાન યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે પાઈનેપલની સિઝન હોય એ દરમિયાન દરરોજ એક પાઈનેપલ ખાઈને સવારે થોડીક કરસતો કરવાથી ફેટ ઓગળે છે અને એનર્જી જળવાઈ રહે છે. ચરબીના કારણે અશક્તિ આવી જતી હોય અને વારંવાર પગમાં સોજા ચડી જતાં હોય એમને દિવસમાં ૧૦૦ ગ્રામ પાઈનેપલ ખાવાની સંશોધકોએ સલાહ આપી હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GgD2DX
ConversionConversion EmoticonEmoticon