એકતા કપૂરએ લોકડાઉનનો પૂરો ફાયદો ઉઠાવ્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.31 ઓકટોબર 2020, શનિવાર

એક સમયએ ટચૂકડા પડદાની સ્રામ્રાજ્ઞાી તરીકે ઓળખાનારી એકતા કપૂરનો દબદબો આજે પણ એટલો જ છે. તેણે લોકડાઉનનો પૂરો ફાયદો ઉઠાવીને ૧૫ શો રિલીઝ કરવાની તૈયારી કરી છે. 

સૂત્રના અનુસાર, દર્શકોની માંગણીને ધ્યાનમાં રાખીને એકતાએ લોકડાઉનમાં વિવિધ સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. તેણે ૧૫ શો રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.જેમાંથી થોડા શો ફ્રેન્ચાઇજી પણ છે.એકતા થોડા બ્રાન્ડ ન્યુ શોઝ પણ લઇ આવવાની છે. 

સૂત્રએ વધુમાં કહ્યું હતુ ંકે, એકતાએ દરેક વિષયના દ્રષ્ટિકોણથી શો બનાવ્યા છે. જેમાં રોમાન્સ, ડ્રામા, થ્રિલર, રહસ્ય કોમેડી જેવી સૈળી છે. 

એકતા એક દૂરદ્વંશી નિર્માત્રી છે. તે દર્શકોની નાડ બરાબર પારખે છે. એક સમયએ ટચૂકડા પડદા પર તેની જ પકડ હતી. તેના મોટા ભાગના શો સફળ થયા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ecOCfU
Previous
Next Post »