લીમડો .


લીમડાના પાન આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તે શરીરમાંના સોજો ઓછા કરે છે. લિવર અને હૃદયને સ્વસ્થ રાખે છે અને ઇમ્યુનસિસ્ટમને મજબૂત રાખે છે. 

લીમડો એ સ્વાસ્થય માટે લાભદાયક છે. લીમડો એક એવું વૃક્ષ છે, જેની છાલ, પાન, ડાળખી અને લાકડું એટલે કે તેનો દરેક હિસ્સો આર્યુવેદ દ્રષ્ટિથી ફાયદાકારક છે. ખાસ કરીને લીમડાના પાનમાં અનેક ઔષધી ગુણ સમાયેલા છે. 

રોજ સવારે ઊઠીને પાંચ-છ લીમડાના પાન ખાલી પેટ ખાવાથી શરીરને વિવધ ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે. 

કેન્સર

કેન્સર એક જીવલેણ રોગ છે. લીમડાના પાન આ બીમારી માટે લાભદાયક સાબિત થયા છે. લીમડામાં વિશેષ એન્ટી ઓક્સિડન્ટસ હોય છે. જે શરીરમાંના કેન્સરના સેલ્સને ઉછરતા રોકે છે. રોજ સવારે ચાર-પાંચ ચાવવાથી લાભ થાય છે. 

ઇમ્યુનિટી વધારે

ઇમ્યુનિટી વધારવા માટે બહુ મોંઘી દવાઓ અથવા સપ્લિમેન્ટસ લેવાની જરૂર નથી. રોજ સવારે ઊઠીને લીમડાના તાજા પાન તોડીને કાઇ લેવાથી ઇમ્યુન સિસ્ટમ વધશે. 

ડાયાબિટિસ

સવારે-સવારે ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી શરીરમાંનું બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. ડાયાબિટસના દરદીને લીમડો ખાવાથી લાભ થાય છે. જો ડાયાબિટિસ નહીં હોય તો સુગર લેવલને સપ્રમાણ રાખવામાં મદદ કરે છે. ડાયાબિટિસના દરદીઓ લીમડાના પાનના જ્યુસ પીવાથી ફાયદો થાય છે. 

ત્વચાની ચમક વધારે

રક્તમાં સમાયેલી અશુદ્ધિઓને લીમડો દૂર કરે છે. તેની પેસ્ટ ત્વચાની ચમક વધારે છે. ત્વચા પર ડાઘ-ધાબા ખીલની સમસ્યા હોય કે પછી ત્વચા રોગ, સ્કિન ઇન્ફેકશન વગેરેમાં લીમડાના પાનની પેસ્ટ લગાડવાથી ફાયદો થાય છે. 

- મીનાક્ષી 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34QJJGp
Previous
Next Post »