મૂંઝવણ .


હું  17 વર્ષનો છોકરો છું અને ૧૨મા ધોરણમાં ભણું છું, મને  છેલ્લા ૭-૮ મહિનાથી સ્વપ્નદોષ થાય છે. આ દોષ મને શરૂઆતમાં મહિને ૧ વાર થતો હતો, પણ હવે તો ૨-૩ મહિનાથી દર મહિને ૨ વાર થઈ જાય છે. જ્યારથી આ મુશ્કેલીઓ શરૂ થઈ છે, ત્યારથી મારામાં પહેલા જેવી શક્તિ નથી રહી કે નથી રહ્યો પેહલાં જેવો ઉત્સાહ. કોઈ ઘરગથ્થુ ઉપચાર બતાવો.

- એક  તરુણ (અમદાવાદ)

- તમે ચિંતા કરવાનું છોડી દો. સાચું એ છે કે તમે જેને દોષ અથવા વિકારનું નામ આપો છો, તે પુરુષના શરીરમાં શાણપણ આવ્યા પછીની સામાન્ય પ્રક્રિયા છે.

પુરુષોમાં સ્વપ્નદોષ થવો બિલકુલ સામાન્ય છે. તે માત્ર કિશોર વયની ઉંમરે જ નહીં, પરંતુ વયસ્ક, મધ્યમવયી, અને વૃદ્ધ દરેક ઉંમરના પુુરુષને  થાય છે. સાચું કહું તો આને સ્વપ્નદોષ કહેવાના બદલે સ્વપ્નમૈથુન કહેવું વધારે યોગ્ય રહેશે, કારણ કે આ કામુક  સપનાને કારણે થાય છે. આ એક પ્રકારની કામેચ્છાઓ તરફ જવાનો કુદરતી રસ્તો  જ છે.

યુવાન વયે આ ક્રિયા વિશેષ રીતે જોવા મળે છે. જાતીય અંગોનોે વિકાસ થયા પછી પુરુષના અંડકોષની ગ્રંથિઓમાં નિયમ પ્રમાણે ચોેવીસ કલાક શુક્રાણુ બને  છે અને પુરુષ ગ્રંથિમં વીર્યરસનું  નિર્માણ થતું રહે છે. જાતીય રીતે સક્રિય થયા પછી જ્યારે કોઈ સંબંધ બાંધે છે ત્યારે આ વીર્ય આપોઆપ નીકળે છે, પરંતુ લગ્ન પહેલાં એવી કોઈ પરિસ્થિતિ નથી બનતી કે અંદર બનતું વીર્ય આપોઆપ નીકળી શકે, સ્વપ્નમૈથુન દ્વારા જ એ બહાર નીકળે છે. આમ, આ કોઈ વિકાર નથી  તેથી સહજ બનીને રહો.

હું ૨૯ વર્ષની યુવતી છું, દોઢ વર્ષ પહેલાં મને છાતીમાં વાગવાથી ઘા થયો હતો. આ ઘા હવે સાવ રુઝાઈ ગયો છે, પણ તે ઘાના ભાગની ત્વચા હવે બીજી ત્વચા કરતાં થોેડી જાડી દેખાય છે અને ઉપર તરફ ઉપસેલી છે. રાત્રે સૂતી વખતે  તેમાં ખંજવાળ આવે છે. ડોક્ટરે તે ભાગમાં સોય લગાડી હતી, તેનાથી થોડો ફાયદો તો થયો છે, પણ ત્વચા હજુ પણ સમથળ નથી થઈ.  કહો શું કરું?

- એક યુવતી (આણંદ)

-  તમારી છાતી પર કીલોયડ બની ગયું છે. જો ક્યાંક ઘા થાય અથવા સર્જરી કરતી વખતે ચીરો મૂકવામાં આવે તો ઘા રુઝાવવા માટે શરી ટીશ્યુ સ્તરે નવાં તાંતણાઓની જાળ પાથરે છે. ક્યારેક ક્યારેક કોઈકોઈ વ્યક્તિમાં આ સમયે તે ભાગમાં સામાન્ય કરતાં વધારે તાંતણા બની જાય છે. આથી, ત્વચામાં તે ઊપસેલો ભાગ ઉત્પન્ન થઈ જાય છે તે જગ્યાએ લાલાશ આવી જાય છે.  કીલોયડની સારવાર માટે તે ઊપસેલા ભાગમાં  કાર્ટિસ્ટેરોઈડનું ઈન્જેક્શન લેવાનું લાભદાયક સાબિત થાય છે. શરૂઆતમાં આ ઈન્જેક્શન દર અઠવાડિયે અને પછી તે ૨-૪ અઠવાડિયાનું અંતર રાખીને લેવાથી કીલોયડ મોટા ભાગે ધીરે ધીરે બેસી જાય છે. આ ઊપસેલા ભાગ પર દરરોજ કાર્ટિસ્ટેરોઈડ મલમ લગાડવાથી પણ ફાયદો થાય છે. સિલિકોન જેલ બજારમાં સ્પેક્ટ્રાજેલ નામે ઉપલબ્ધ છે. આ લગાડવાથી આરામ મળે છે. આમાં કેટલીક ખાસ પ્રકારની દબાણ આપતી  પટ્ટીઓ જેમ કે 'કંપ્રેશન બેન્ડેજ'નો ઉપયોગ કરવાથી પણ કીલોયડને બેસાડવામાં મદદ કરે છે. આનો ઉપચાર કોઈ ચામડીના રોેગના નિષ્ણાત અથવા પ્લાસ્ટિક સર્જનની દેખરેખ હેઠળ કરાવી શકો છો.

હું ૨૯ વર્ષનો પરિણીત  પુરુષ છું. સેક્સમાં પરિવર્તન  માટે હું મુખમૈથુન અને ગુદામૈથુન કરવાની ઈચ્છા રાખું છું.  પરંતુ મારી પત્ની આમાં મને સાથ નથી આપતી. શું આ ક્રિયાઓ અયોગ્ય છે? હું મારી પત્નીને કેવી રીતે સમજાવું કે આ ક્રિયાઓ કરવાથી સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નથી પડતી?

- એક પુરુષ (રાજકોટ)

-  જો તમે તમારી પત્નીની સાથે મધુર સંબંધો જાળવવાનું ઈચ્છતાં હો તો તેની ભાવનાઓની કદર કરતા શીખો. ઘણા લોકો મુખમૈથુન અને ગુદામૈથુનને સામાન્ય આચરણમાં નથી ગણતા. બની શકે કે તમારી પત્ની પણ આવું વિચારતી હોય. આ સંબંધોમાં નવીનતા લાવવા માટે તમે બંને મૈથુન પૂર્વે રતિક્રિડામાં પરિવર્તન અને નવા નવા પ્રયોગ કરી શકો છો.

મુખમૈથુન અને ગુદામૈથુની ઈચ્છા રાખવી કે ન રાખવી એ દરેકનોે વ્યક્તિગત  પ્રશ્ન છે, પણ આ બંને ક્રિયાઓમાં વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે બહુ સાવચેતી રાખવાની જરૂર પડે છે.

- અનિતા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TMJGF9
Previous
Next Post »