આજે આપણે જે રોગ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે રોગના નામથી સૌ કોઈ વાકેફ છે, તેનું નામ છે ''ચિકનગુનિયા.''
હાલના સમય કોરોના પછી અત્યારે ચિકનગુનિયાનો ફેલાવો ખૂબ વધી રહ્યો છે. આ રોગે આજે ઘણા લોકોને પોતાની પકડમાં લીધા છે, તો આ રોગ વિશે જો જાણકારી હોય તો સરળતાથી તેનાથી બચી શકાય છે, તેથી આજે મે આ રગ વિશે વાત કરવાનું નક્કી કરેલ છે.
ચિકનગુનિયા એ વાયરલ ઇન્ફેક્શનથી પણ થઈ શકે છે, આ ઉપરાંત આ રોગ ચોમાસા બાદ થનારી બિમારીઓમાંનો જ છે, જેથી ચોમાસા બાદ તેની અસર વધારે જોવા મળે છે. આ રોગ મનુષ્યમાં ચિકનગુનિયાના વાયરસનો ફેલાવો કરનાર મચ્છરનાં કરડવાથી થઈ શકે છે. એડીસ ઈજિપ્તી અને એડીસ એલ્બોપિકટસ મચ્છર ચિકનગુનિયાનાં વાયરસનું સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર ગણવામાં આવે છે. આ રોગનાં ફેલાવા માટે જવાબદાર આ મચ્છર દિવસનાં સમયમાં અને તેમાં પણ બપોરના સમયે તેમનું જોર વધારે હોય છે, ઉપરાંત આ મચ્છર ઘરની બહાર કરડવાનો ખતરો વધારે રહેલો છે. ઘણીવાર તે ઘરની અંદર પણ પેદા થઈ શકે છે, જેથી ઘરમાં સાફ-સફાઈ રાખવી ખૂબ જરૂરી છે.
- આ રોગનાં સામાન્ય લક્ષણોની જો વાત કરીએ તો, લક્ષણો મચ્છર કરડવાના ૪-૫ દિવસ પછી જોવા મળે છે, જેમાં
૧.અચાનક જ દર્દીને તાવ આવે છે.
૨.હાડકા અને સાંધાઓમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે.
૩.સ્નાયુમાં પીડા થાય છે.
૪.ઉલટી-ઉબકા આવે છે.
૫.માથાનો દુ:ખાવો થાય છે.
૬.ખૂબ જ અશક્તિ અનુભવાય છે.
૭.ઘણીવાર ચામડી પર રેશીસ કે ચકામા પડી જાય છે. દરેકને આવા ચકામા પડે તે જરૂર નથી, પરંતુ કેટલાંક લોકોમાં આ લક્ષણ જોવા મળે છે, અને તેમાં પણ આવા ચકામા કે સ્કીન રેશીસ ચહેરા પર, હથેળીમાં અને જાંઘો પર પણ જોવા મળી શકે છે.
આ રોગમાં જે દર્દીઓને તાવનું લક્ષણ જોવા મળે છે, તેમને શરૂઆતનાં સ્ટેજમાં તાવ હાઈડીગ્રી સુધી પહોંચી શકે છે. જેમાં ૧૦૨ ડિગ્રીથી ૧૦૪ ડિગ્રી સેલ્સિયસ સુધી દર્દીનું તાપમાન ઉંચુ જઈ શકે છે.
ઘણીવાર એવું પણ બને છે કે, તાવનું લક્ષણ સાધારણ જોવા મળે પણ, ઘુંટણમાં જ તીવ્ર દુ:ખાવો શરૂ થઈ જાય છે. ઘુંટણનો તીવ્ર દુ:ખાવો પણ ''ચિકનગુનિયા''નું એક મુખ્ય લક્ષણ માનવામાં આવ્યું છે. ઘુંટણમાં તીવ્ર દુ:ખાવાનાં કારણે હાથ-પગની મુવમેન્ટ કરવામાં તથા હલન-ચલન કરવામાં ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. ઘણીવાર ઘુંટણનાં દુ:ખાવાની સાથે-સાથે સોજો પણ જોવા મળે છે.
આ ચિકનગુનિયા રોગ એ વાયરસજનિત બિમારી છે, એટલે કે, વાઈરસથી થતો રોગ છે અને આ વાયરસ માટે હજુ સુધી કોઈ વેક્સીન ઉપલબ્ધ નથી, તેથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આ રોગ માટે કોઈ ઁીજૌબેનચજ દવા પણ એલોપેથીમાં ઉપલબ્ધ નથી. જેથી, વૈદ્ય કે ડૉક્ટરનો સંપર્ક કરી ત્યારબાદ જ તેમની સલાહ અનુસાર સારવાર ચાલુ કરવી જોઈએ. જાતે જ કોઈ દવાઓ કે પેઈનકીલર લેવાનો આગ્રહ જોખમી સાબિત થઈ શકે છે.
આયુર્વેદીક સારવાર :
ચિકનગુનિયામાં આયુર્વેદીક સારવાર સારા પરિણામ આપી શકે છે, પરંતુ આ સારવાર જાતે જ ન કરતાં અનુભવી વૈદ્યનાં માર્ગદર્શનમાં રહીને કરવાની સલાહ છે.
ચિકનગુનિયાની અસર ૧ મહિનો, ૨ મહિના અને ઘણીવાર તેનાથી પણ વધારે સમય સુધી રહી શકે છે. ચિકનગુનિયાનો આજ સુધી કોઈ ઈલાજ-પ્રોપર શોધોયેલ નથી. પરંતુ આયુર્વેદનાં સહારે આ બિમારીનાં લક્ષણો ઘણાં લેવલ સુધી ઓછા થઈ શકે છે. આયુર્વેદમાં આ માટે ઘણી દવાઓ - ચિકિત્સા ઉપલબ્ધ છે, જેની મદદથી દર્દીને સાંધાનો દુ:ખાવો તથા તાવને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળે છે.
- જેમાં તાવ માટે સુદર્શન ઘનવટીની ૨-૨ ગોળી સવાર-સાંજ લેવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે.
- સંશમની વટી કે ગળો ઘનવટી પણ આ માટે ખૂબ ફાયદાકારક છે.
- તુલસી, ગળો, ચિરાયતા, મુલેઠી, કાલમેઘ, મરી, ભાંગરો, અરડૂસી, ઈલાયચી અને ભોંયઆમલીની સાથે પપૈયાના પાનનો ઉકાળો લેવાથી આ બિમારીમાં મહદ્અંશે ફાયદો થાય છે.
- વધારે અશક્તિ આવી ગયેલ હોય તો, અશ્વગંધા, શતાવરી, કે રસાયણ ચૂર્ણનો બલ્ય યોગ બનાવી દર્દીને આપી શકાય છે.
આની સાથે સાથે મચ્છરોની સમસ્યા દૂર કરવા માટે ગુગળ, રાળ, લોબાન, વચા, અને રાઈને સમાનમાત્રામાં લઈ તેની સાથે લીમડાના પત્રનો ધૂપ કરવાથી આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
આમ, ચિકનગુનિયામાં આયુર્વેદનાં ઔષધો રામબાણ સાબિત થયા છે, અને અનેક દર્દીઓને આ રોગમાંથી મુક્તિ અપાવેલ છે, તેમાં શંકાને સ્થાન નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/325Myl7
ConversionConversion EmoticonEmoticon