તહેવારોની મૌસમ આવી તમે છોે ને તૈયાર?


તમારાથી  એક કામ પણ સરખી રીતે થતું નથી.  મેં મારો ડ્રેસ ઓલ્ટર  કરાવવા માટે તમને આપ્યો  હતો. પણ હજુ સુધી લાવ્યા નથી.

આવતી કાલે દશેરાની પાર્ટીમાં મારે સાહેલીઓ સાથે બહાર જવાનું  છે. હવે હું કેવી રીતે જાઉં. એ જ તો મારો ફેવરિટ ડ્રેસ છે.''

''કંઈ વાંધો નહીં. ડાર્લિંગ આજે સાંજે ઓફિસથી આવતી વખતે લઈ આવીશ.  તું કાલે એ જ પહેરીને પાર્ટીમાં જજે. એ  ડ્રેસમાં  તું ખૂબ સુંદર લાગે છે.''  રોહને પોતાની  પત્ની ઊર્વીને સમજાવતાં   કહ્યું.

સાંજે  રોેહને ઊર્વીનો ડ્રેસ લઈ આવ્યો પણ ઉર્વીએ સાંજે ડ્રેસ પહેરી ન જોયો.  બીજા દિવસે પાર્ટીમાં  જતી વખતે તે તૈયાર થઈ તો એ ડ્રેસ ટાઈટ પડયો. હવે ઊર્વી ખૂબ મૂંઝાઈ ગઈ.

પોતાની  ભૂલમાંથી  પાઠ શીખીને આ વખતે તહેવાર આવતાં પહેલાં જ તેણે ડ્રેસ સરખો કરાવી લીધો.  ત્યાર પછી પોતાનાં ઘરનાં બીજાં લોકોેનાં કપડાં પણ સરખાં કરાવી લીધાં, જેથી તહેવાર આવે ત્યારે પહેલાં જેવી તકલીફો ન થાય.

શિયાળો શરૂ થતાં જ ચારે તરફ એક ખુશનુમા ઉત્સાહ અને ઉત્સવનો    ઉમંગ છવાઈ જાય છે.  એક  પછી એક તહેવારો આવી જાય છે. આ  ફેસ્વિટલ સિઝનની  શરૂઆત દુર્ગા પૂજાથી થાય છે.  અગાઉ તેને બંગાળી સમુદાયના લોકો જ ધામધૂમથી ઊજવતા હતા, પછી આખા દેશમાં હર્ષ અને ઉમંગથી તેની ઉજવણી થવા લાગી. ત્યાર પછી  દશેરા અને  દિવાળીના તહેવારો  આવે છે. લોકો આ તહેવારોને  ઊજવવા માટે આખું વર્ષ તૈયારીઓ કરે છે પછી કહે છે, ''આવી ગયા તહેવાર, અમે છીએ તૈયાર.''

તહેવારોની  આ સિઝનમાં કેવા પ્રકારની  તૈયારીઓ થઈ રહી છે. તેના પર એક નજર તમે પણ નાખી લો જેથી તમે જો કંઈક ભૂલી રહ્યાં હો તો યાદ  આવી જાય. તહેવારની બધી તૈયારીઓ પહેલેથી જ કરી લો  જેથી તહેવારોમાં તમે ફક્ત મજા કરી શકો, કોઈપણ પ્રકારની બીજી ચિંતા તમને ન રહે.

કપડાં ખરીદો  તહેવારો પહેલાં

આ વખતે અમે તહેવારો આવતાં જ પહેલાં જ તૈયારીઓ કરી લીધી છે. હવે હું ફક્ત તહેવાર આવે એની રાહ જોઉં છું. મારી સાથે સાથે ઘરનાં બીજાં બધાં લોકોે માટે કપડાં અને બીજો સામાન ખરીદી લીધો છે. આમ કહે છે એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરતી મેગિની શાહ.   તે કહે છે, ''તહેવાર  પહેલાં ખરીદી કરવાના ઘણાં ફાયદા છે.''

મેગિની  હવે તેની સાહેલીઓને પણ કહે છે કે તહેવાર પહેલાં તેની તૈયારી કરવામાં ઘણાં ફાયદા હોય છે. તહેવારમાં  પહેરવા માટે બ્રાઈટ રંગના કપડાં ખરીદવાં જોઈએ.

તહેવારોમાં સૌથી વધારે તૈયારી કપડાં અને  ઘરેણાંની બાબતમાં કરવાની  હોય છે. તહેવારના સમયે જ્યારે તમે કપડાં સિવડાવવા જાવ  છો ત્યારે એ સમયે ખૂબ ભીડ રહેતી હોય છે. તેથી કપડાંની ખરીદી અને તેની  સિલાઈ થોેડા  સમય પહેલાં જ કરાવી લો. તેનો એક લાભ એ પણ થશે કે કપડાં ખરીદવા  માટે  તમારે દોડાદોડી નહીં કરવી પડે. કપડાંનું ફિટિંગ  પહેલેથી જ ચેક કરી લેવાશે. એક વાર નવાં કપડાંની ધોલાઈ અને પ્રેસ થઈ જાય તો બરાબર થઈ જશે. તહેવારના સમયે  દરેક પ્રકારના કપડાંનું સેલ રાખવામાં આવે  છે. સામાનની ખરીદી પર ડિસ્કાઉન્ટ  આપવામાં આવે છે. સમજદારીથી એ ડિસ્કાઉન્ટનો લાભ પણ લેવાય છે અને થોડી  બેદરકારીથી એ ડિસ્કાઉન્ટની રમત તમને ભારે પણ પડી શકે છે.

તહેવારો અગાઉ કપડાં, ઘરેણાં સજાવટનો સામાન ખરીદવાનું સારું પડે છે. વાજબી કિંમતે સામાન મળી જાય છે. બિલકુલ તહેવારના સમયે ખરીદી  કરવાથી યોગ્ય પ્રકારનો સામાન નથી મળી શકતો. દોડાદોડીમાં  સામાન ખરીદવાથી ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ  જવાય છે. વધારે કિંમત પણ ચૂકવવી પડી શકે છે.  સમય  પહેલાં તૈયારી ન કરવાનું નુકસાન ભરપાઈ કરવું પડે તેવું બની શકે છે.

નિકિતા કહે છે, '' મને એવી ધૂન સવાર થઈ હતી   હતી કે દિવાળીના દિવસે જ હું  ઘરેણાં ખરીદીશ. ધનતેરસના દિવસે ખરીદી કરવાથી આખું વર્ષ મને કોઈને કોઈ વસ્તુ મળતી રહેશે.''

નિકિતા ગિરદીમાં  ઘરેણાં લેવા તો ગઈ પણ પછી ખબર પડી કે કોઈએ તેનું પર્સ જ ચોરી લીધું છે.  તે એ દિવાળીએ પોેતાનાં માટે કંઈ પણ ન ખરીદી શકી. નિકિતા કહે છે, ''મોંઘી વસ્તુઓ  આપણે પહેલાં જ ખરીદી લેવી જોઈએ. ધનતેરસના દિવસે બહુ કિંમતી ન હોેય તેવી વસ્તુ ખરીદીને પરંપરાને જાળવી શકાય છે.

સેલના ખેલનું રાખો ધ્યાન

તહેવારના સમયે દરેક કંપની પોતાનો સામાન વેચવા માટે સેલ રાખે છે, તેમાં એવો દાવો કરવામાં ાવે છે કે ખૂબ જ ઓછી કિંમતમાં સામાન વેચવામાં આવી રહ્યો છે. સેલમાંથી ખરીદી કરતાં પહેલાં એ સામાનની બજારકિંમત ચોક્કસ જાણી લેજો. સામાન ખરીદતી વખતે તેની ચકાસણી જરૂરી કરી લેજો. ખાસ કરીને કપડાંની ખરીદી કરતી વખતે એ ખૂબ જરૂરી  હોય છે.  વિમ્મી કહે છે, ''મેં ગઈ દિવાળીમાં એક સાડી ખરીદી હતી. ખરીદતી વખતે સાડી ખૂબ  સરસ લાગતી હતી. જ્યારે એકવાર પહેર્યા પછી એની પહેલીવાર ધોલાઈ કરી તો તેની ચમક નીકળી ગઈ. સાડીને જોઈને એવું લાગતું  હતું જાણે કોઈ જૂની વસ્તુના ઢગલામાંથી ઉઠાવીને ન લાવ્યા હોય!

સેલમાંથી વસ્તુ ખરીદતી વખતે મોટાભાગે લોકો એવી વસ્તુઓ પણ ખરીદતાં હોયે છે જેની  તેમને જરૂર નથી હોતી. એવું  ક્યારેય ન કરશો. ખોટા ખર્ચા સારા નથી હોતા.  સેલમાં  ક્યારેય નવો સામાન નથી  વેચવામાં આવતો પણ જૂના સામાનને  ખાલી કરવામાં  આવે છે જેથી ઓછી કિંમતના ચક્કરમાં  પડીને  લોકો વધારે સામાન ખરીદી  લે. આ બાબતનું ધ્યાન રાખવામાં આવે તો તમે હેરાનગતિમાંથી બચી જઈ શકો છો.

ભેટની યાદી બનાવી લો

તહેવારમાં  ભેટની લેવડદેવડ  વધી રહી છે.  તેથી તેની તૈયારી પણ અગાઉથી કરી  લેવી જોઈએ. તેથી સૌ પહેલાં એ લોકોનાં નામનું લિસ્ટ બનાવી  લો કે જેમને ભેટ આપવાની હોય. એ પણ લખી લો  કે કોને કેટલી કિંમતની  ભેટ આપવાની  છે. ત્યાર પછી એ ભેટની ખરીદી કરી લો. દરેક સામાનને ચેક કરીને તેને વ્યવસ્થિત પેક કરી લો. પેકિંગ   જેટલું સુંદર હશે ભેટ એટલી જ આકર્ષક લાગશે. કોને કયા પ્રકારની  ભેટ આપવામાં આવે તો તેના કામમાં આવી શકે, એ  વાતનું પૂરતું ધ્યાન રાખો. ભેટનું  પેકિંગ કરતી વખતે તેમાં તમારું વિઝિટીંગ કાર્ડ ચોક્કસ મૂકી દેજો.  ભેટની કાળજી માટે  જો કોઈ માહિતી હોય તો  તે પણ યાદ રાખીને મૂકી દેજો. જેથી કોઈ પ્રકારની તકલીફ ન થાય. ભેટ ખરીદતી વખતે તેની  કિંમત કરતાં વધારે તેના  ઉપયોગ વિશે વિચારજો.

અગાઉથી જ કરી લો ઉત્સવ પાર્ટીની  તૈયારી

 તહેવારોમાં  જો તમારા મિત્રોને પાર્ટી આપવા  માગતા હો તો તેની તૈયારીઓ અગાઉથી જ કરી રાખો. જમવાનું મેનું  શું હશે એ પણ પહેલાં જ વિચારી લો. કોને  બોલાવવા માંગો છો તેનુ એક જુદું લિસ્ટ બનાવી લો. પાર્ટીની થીમ  એવી પસંદ  કરો જેમાં કાંઈક અલગ લુક દેખાય. આ પ્રકારની  પાર્ટીનો  એક ફાયદો એ રહે છે કે તેના  દ્વારા રિસાયેલાઓને  સહેલાઈતી મનાવી શકાય છે.

પાર્ટીની વાનગીઓ નવી રીતે બનાવો જેથી લોકોે પાર્ટીનાં વખાણ કરે. વાનગીઓ એવા પ્રકારની હોવી જોેઈએ  કે જેને દરેક ઉંમરના લોકો  પસંદ કરી શકે. આ પ્રકારની પાર્ટીઓથી  એકબીજા વચ્ચેની  ગેરસમજ દૂર કરી શકાય છે.  તહેવારમાં પાર્ટી આપવાની રીત અને મોકો બંને હોય છે. આજે ઘણાં લોકો સ્વાસ્થ્યનું  ધ્યાન રાખીને જ ખાતાં હોય છે તેથી તેમનું  ધ્યાન રાખીને જ  જમવાનુ તૈયાર કરાવો.

સુંદર બની રહો પાર્ટીમાં

લવલી પાર્લરનાં સંચાલક મીતા મોદી કહે છે, ''એક દિવસના મેકઅપથી સુંદર દેખાવાનું એટલું સહેલું નથી હોતું. તેથી પોતાનાં શરીરની  સાફસફાઈ અને ચમકદમકનું  ધ્યાન થોડું પહેલેથી જ રાખશો તો સારું રહેશે. જે મેકઅપ અને કપડાં  પહેરીને તમે પાર્ટીમાં  જવા માંગતા હો તો તેને  અગાઉથી પહેરીને તમે પાર્ટીમાં  જવા માંગતા હો તેને અગાઉથી પહેરીને આ પ્રકારનો  મેકઅપ પહેલેથી જ કરીને ટ્રાયલ લઈ લો. જો   તેમાં કોેઈ ખામી રહી ગઈ હોય તો તેને સમયે સુધારી શકાય છે. તમારો ડ્રેસ તમારી ઉપર કેવો લાગે છે, એ પણ ખબર પડી જશે.

પાર્ટીમાં સુંદર દેખાવા માટે તમારા મેકઅપ અને ડ્રેસની વચ્ચે યોગ્ય મેળ હોવો જોઈએ. અગાઉથી  પાર્ટીની તૈયારી કરવાથી ચામડીમાં   એ ચમક નથી આવતી  જે સામાન્ય રીતે આવવી  જોઈએ. તેથી મેકઅપની તૈયારી અગાઉથી કરી લો. હેરકટિંગ પણ પહેલાં કરાવી લો. હેરકટિંગ કરાવ્યા પછી  વાળ થોડા સમયમાં સારા દેખાવા  માંડે છે.''

જે રીતે માણસ પોતાની સજાવટ કરે છે તે જ રીતે તેને પોેતાનાં મકાનની સારસંભાળ, સાફસફાઈ કરાવી લેવાં જોઈએ. તેનાથી ખબર પડે છે કે તમે કુશળ ગૃહિણી છો. સપ્ટેમ્બર મહિના સુધીમાં વરસાદ ઓછો થઈ જાય છે એટલે પહેલાં તમારા મકાનની સફાઈ કરાવી લો. સામાન્ય રીતે મકાનમાં વાઈટવોશ ૨-૩ વર્ષમાં એકવાર ચોક્કસ થઈ જવો જોઈએ. તે કરાવતાં  અગાઉ મકાનમાં કોઈ સમારકામ હોય તો તેને પહેલાં પૂરું કરાવી લેવું જોઈએ.

 આનો  એક લાભ એ થાય છે કે મકાનની દેખભાળ લેવાય છે. બીજું, ઘર સ્વચ્છ અને તહેવારો માટે તૈયાર દેખા છે. મકાનમાં વાઈટવૉશ  પછી તેેને સજાવવાનો  વારો  આવે છે. મકાનમાં જે પડદા  તમે  લગાડી રહ્યાં  છો તે આજના હિસાબે ઈન્ટિરિયર પ્રમાણેના હોવા જોઈએ. રૂમમાં જે પ્રકારનું ફર્નિચર કે પછી સજાવટનો સામાન તમે વાપરી  રહ્યાં છો તેની વચ્ચે યોગ્ય સુમેળ હોવો જોઈએ.

- નીપા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TPjr0Y
Previous
Next Post »