કોરોનાવાઇરસે કોવિડ-૧૯ મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાવી તે તથા આ અજ્ઞાાત વિપત્તિનો કોઇ સફળ ઇલાજ- રસી અસ્તિત્વમાં ન હોવાને કારણે માનવજાતના રોજિંદા જીવનમાં ધરખમ ફેરફારો થયા તથા લોકડાઉન, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ, વ્યક્તિગત સ્વચ્છતા જેવા નિયંત્રણો તથા જીવલેણ રોગના ચેપથી બચવા માટેના પરંપરાગત ઉપાયો કોરાનાવાઇરસના ફેલાવાને અટકાવવા અપનાવાયાં. આ પ્રાણ ઘાતક આફતનો કારગત ઉપચાર શોધાશે નહીં ત્યાં સુધી આવાં નિયંત્રણો- પરપરાગત ઉપાયો માવવજાત માટે ઢાલ બની રહેશે.
શરૂઆતમાં કોવિડના પ્રકોપથી હેબતાયેલા લકોને અપનાવવી પડેલી નવી જીવનશૈલી વિશેષ કરીને હરવા ફરવા, અવરજવર પરના નિયંત્રણોવાળું બંધિયાર જીવન તથા અન્ય નિયમોના કઠતાં હતા પણ સમય જતાં સૌ મહદઅંશે તેની આવશ્યક્તા તતા અનિવાર્યતા સમજતા તથા સ્વીકારતાં થયા છે.
મોટી વયના લોકોને અચાનક આવી પડેલી આ પરિસ્થિતિને અનુકૂળ થવામાં મુશ્કેલી લાગે તો બાળકો તો સાવ કુમળાં અને બંધન વગરનું જીવન જીવવાની અવશ્થાવાળા છે. માસ્ક પહેરવા, બંધિયાર સ્થિતિમાં રહેવું, ખુલ્લા વાતાવરણમાં ફરવા- રમવા પરના નિયંત્રણો, ઓનલાઇન અભ્યાસ વગેરે ડઘાઇ જવાય તેવા ફેરફારોની કેવી માઠી અસર તેમના પર થઇ હશે તેની કલ્પના કરી શકાય છે.
માસ્ક આજની સ્થિતિમા ં આવશ્યક અનિવાર્ય હોવા વિશે બેમત ન હોઇ શકે. પરંતુ બાળકો માટે તે સૌથી વધુ અકળાવાનારો- મૂંઝવનારો સુરક્ષાનો પરંપરાગત ઉપાય છે. વિશેષ કરીને સંવેદનાત્મક સમસ્યા ધરાવતા બાળકો માટે માસ્ક સતત પહેરી રાખવો અગવડરૂપ બની રહે છે. આ સ્થિતિમાં બાળકને માસ્ક પહેરવો અનુકૂળ થઇ રહે તથા તેની તકલીફમાં રાહત મળે તે માટે પ્રસ્તુત છે કેટલીક ટિપ્સ :
જી ઉપયોગમાં લેતા અગાઉ માસ્કની ધોલાઇ : નવા સવા માસ્કમાથી કોઇ કેમિકલ કે પેકેજિંગની ગંધ આવતી હોય તો તેને દૂર કરવી જરૂરી છે તેથી તેને અનસેન્ટેડ (કોઇ સુગંધવગરના) ડિટર્જન્ટ પાવરથી ગરમ પાણીમાં ધોઇ નાખો. દરરોજ અથવા જ્યારે જ્યારે ગંદા થાય ત્યારે માસ્ક ધોવા જોઇએ.
જીમાસ્ક બાંધવા માટેની પટ્ટી (સ્ટ્રેપ)થી થતી સમસ્યા : કેટલાક માસ્કની સ્ટ્રેપમાં વાળ ગૂંચવાઇ જોય છે અને માસ્ક કાઢતા તે ખેંચાતાં માથાની સંવેદનશીલ ત્વચા પણ ખેંચાય છે અને અકળામણ અનુભવાય છે. આ સમસ્યાથી બચવા પટ્ટીઓ પોનિટેલ નીચે રાખવી અથવા પટ્ટીઓ ઢીલી ન રહે તે માટે લોક કોર્ડનો ઉપયોગ કરો. ઇયર લૂપ (કાન પર ભરાવવાની ઇલાસ્ટિક પટ્ટીવાળા) માસ્ક માટે તેના ઇયરલૂપ ભરાવી દેવા હેર બેન્ડે બેઝબોલ કેપને બટન ટાંકવા. આથી બાળકના કાનમાં ઇયરલૂપ ભરાવવાથી થતી અકળામણ તથા તે ભરવાયા બાદ બાળકને ચશ્મા પહેરવા/ કાઢવામાં થતી તકલીફમાં રાહત રહેશે.
જીમાસ્કને ચાઇલ્ડ બનાવો : માસ્કની બહારની બાજુએ થેરાપ્યુટિક એસેન્શિય ઓઇલ (રસાયણોથી નહીં પરંતુ પ્રાકૃતિક તત્વોમાંથી તૈયાર કરાયેલું સુગંધી દાર તેલ)નાં થોડાંક ટીપા નાખવાથી બાળકને અણગમતી દુર્ગંધ નહી અનુભવે અને એસેન્શિયલ ઓઇલની સુગંધ તેને પ્રફુલિત રાખશે. અલબત્ત આવા ઓઇલની બાળકને કોઇ એલર્જી નથી ને તેનું ધ્યાન રાખવું, તદુપરાંત કેટલીક વખત ચ્યુઇંગમ ચગળવામાં કે પછી સ્કિવશિ બોલ કે ક્લે જેવાં હેન્ડ ટોયઝ રમવામાં પ્રવૃત્ત રાખી માસથી થતી અકળામણ પરથી તેના ધ્યાનને ખસેડી શકાય.
જી બાળકોને ગમતા માસ્ક પસંદ કરો : બાળકોને ગમતાં પ્રાણીઓ પાત્રના ચિત્રો અથવા ટીમનાં નામ હોય તેવા માસ્ક તેમના માટે થતી અકળામણમાંથી છૂટવા કયા ઉપાય કરવા જોઇએ એવો પ્રશ્ન બાળકોને જ પૂછશો તો તે જે જવાબો આપશે તે કદાચ સૂઝભર્યા અને દંગ કરે તેવા હશે.
- મહેશ ભટ્ટ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3871bZo
ConversionConversion EmoticonEmoticon