મધ સ્વાદમાં મીઠુ હોવાછતાં તે સ્વાસ્થય માટે હાનિકારક ગણાતું નથી. તેનું સેવન શરીરને ઘણા ફાયદા કરે છે.
મધના સેવનથી આંખની રોશની વધારે છે, તેમજ કફ અને અસ્થમાની તકલીફમાં રાહત આપે છે. હાઇબ્લડપ્રેશરને અંકુશમાં લાવે છે.
ઊધરસથી છુટકારો
રાતના સૂતી વખતે ઘણી વખત અચાનક ઊધરસ આવતી હોય છે. તેવામાં આદુના રસમાં મધના ટીપા ભેળવી રાતના સૂતા પહેલા ચાટવાથી રાહત થાય છે.
જખમ રૂઝવે છે
મધમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ જખમ રૂઝવવામાં મદદ કરે છે. ખાસ કરીને કોઇ પણ રીતે દાઝી ગયા હોય તો તેના પર મધ લગાડવાથી રાહત થાય છે. જોકે દાઝી ગયા હોય ત્યારે પહેલા પ્રાથમિક ઉપચાર તરીકે ડોકટરની સલાહ લેવી મહત્વની છે.
અનિંદ્રા દૂર કરે
રાતના સૂવાની સમસ્યા હોય ઘણાને સતાવતી હોય છે. તેના શરીરમાં સ્લીપિંગ હોર્મોન વધુ પ્રમાણમાં બનતું હોવાથી અનિંદ્રાની તકલીફ સતાવે છે. તેવામાં મધનું સેવન કરવાથી ફાયદો થાય છે. દૂધમાં મધના ટીપા ભેળવીને પીવાથી પણ અનિંદ્રા દૂર થાય છે.
પાચન ક્રિયાને સુધારે છે
કબજિયાતની તકલીફ ઘણાને સતાવતી હોય છે. મધમાં ફાઇબર સમાયેલું હોવાથી તે કબજિયાતમાં ફાયદો કરે છે.
માથાનો દુખાવામાંથી રાહત
માથાના દુખાવાની તકલીફ સામાન્ય છે. કામના ભારણના કારણે પણ માથાના દુખાવાની તકલીફ રહેતી હોય છે. ઘણા લોકોને રાતના માથાનો દુખાવો થતો હોય છે. મધનું સેવન કરવાથી માથાના દુખાવામાંથી ઘણી રાગત મળે છે.
- દિજીતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34RrAbC
ConversionConversion EmoticonEmoticon