ઘરની સજાવટ ગૃહિણીની રસ, રુચિ અને કલાત્મકતાનો પરિચય આપે છે. અને ગૃહ સજાવટ પ્રત્યેક ગૃહિણીનો મનગમતો શોખ હોય છે. એટલે મોટાભાગની સ્ત્રીઓ ઘરમાં આધુનીક ફર્નીચર વસાવવા માટે સતત ઉત્સુક હોય છે.
આજે ઘરનું ફર્નીચર ફક્ત ઉપયોગી વસ્તુના દ્રષ્ટિકોણથી જ ખરીદવામાં નથી આવતું પણ તેનો મુખ્ય ઉપયોગ ઘરની શોભા વધારવામાં થાય છે. એટલે જરૂરી નથી કે ફર્નીચર ટકાઉ અને ભારે હોવું જોઈએ. પણ એવું ફર્નીચર હોવું જોઈએ જે તમારા વ્યક્તિત્વના વિવિધ રંગોને દર્શાવે.
આપણી જીવનશૈલીમાં પણ જબરજસ્ત બદલાવ આવ્યો છે. અને આપણા જીવનમાં આવેલા ફેરફારની ઝલક આપણા ઘરની સજાવટમાં પણ જોવા મળે છે. એટલે ઘરનું ફર્નીચર પણ આધુનીક હોવું જોઈએ.
પૂર્વ અને પશ્ચિમના સમન્વયને ફયુઝમ કહેવામાં આવે છે. આજે ફયુઝન ફર્નીચરનો ટ્રેન્ડ ચાલે છે. ઈન્ડો-વેસ્ટર્ન હોય કે સુરુચિપૂર્ણ અને કલાત્મક્તાનું મિશ્રણ હોય કે પછી કંઈક નવું કરવા માટે વિવિધ સાધન સામગ્રીનો સમન્વય કરવાનાં આવે પણ ફયુઝન ફર્નીચરથી ઘરની રોનક બદલાઈ જાય છે.
આજના આધુનીક ફર્નીંચરમાં ધાતુ, કાચ અને સંગેમરમરનો સુમેળ જોવા મળે છે. સામાન્ય સ્ટડી ટેબલને બદલે ઉપર કાચ હોય અને નીચે ઝાડની મજબુત ડાળીઓ લગાડેલું ટેબલ પસંદ કરવું જોઈએ. તે ઉપરાંત જગ્યા ઓછી રહે એટલે એક કે બે ખાના હોવા જોઈએ. ખુરશીઓમાં પણ એવી પસંદ કરો કે જેની પાછળ થેલી લટકાવી શકો એટલે તેમાં નાનો-મોટો સામાન મૂકી શકાય.
આજના આધુનીક ફર્નીચર ડિઝાઈનરે પણ લોકોના વિચારો જાણીને તે અનુસાર ટ્રેન્ડી ફર્નીચર બનાવે છે. સેન્ટર ટેબલના આધાર માટે પેટીંગ તથા ગલગોટાના ફુલ જેવી ખુરશી તથા બાળકોના રૂમમાં બેંજો શૈલીનો કબાટ જેવા આધુનિક જીવનશૈલીને અનુરૂપ ફર્નીચર મળે છે. આજે બધા જ યુવાનોને પોતાનું ઘર એક ચોક્કસ સ્ટાઈલમાં હોય તેવી ઈચ્છા હોય છે અને આવા સ્ટાઈલપારખુઓ માટે જ ફર્નીચરના શો-રૂમ વરદાન સાબિત થાય છે.
આધુનિક ફર્નીચરના ટ્રેેન્ડમાં સરળતા અને લાલિત્ય હોવું જરૂરી છે. તે ઉપરાંત પ્રકૃતિ સંબંધિત વિષય અથવા સ્પષ્ટ આકાર તથા વિવિધ રંગોના ફર્નીચરની શ્રેણી બનાવવાની શરૂઆત થઈ છે. જેમ કે લાલ રંગની ડોલ્ફીન કે ગોલગોટાના આકારની ખુરશી ખૂબ જ સુંદર લાગે છે. આધુનીક ઈન્ટીરીયર ડિઝાઈનરો કહે છે કે ઘરની ઈચ્છા પ્રમાણે શોભા કરવા માટે પહેલાં તો એક સુંદર વિષયને પસંદ કરો ત્યારબાદ તે વિષયને અનુરૂપ વિવિધ સામગ્રીઓ ભેગી કરો. ઘરની ચાર દિવાલમાિં પ્રકૃતિની સુંદરતા અને કલાત્મકતા શોધવી જોઈએ. અને તેની પ્રેરણા નિસર્ગ પાસેથી જ મળશે.
ફર્નીચર હળવું તથા ટકાઉ હોવું જોઈએ તથા તેની ડિઝાઈન પણ બધાથી અલગ હોવી જોઈએ. પહેલાના જમાનામાં બ્રાઉનના વિવિધ શેડમાં ફર્નીચર પર પોલીશ કરવામાં આવતું હતું. પણ તેના બદલે વિવિધ આકારોના અનોખા પ્રયોગ સાથે ઘેરા અને ચમકદાર રંગોવાળા ફર્નીચરને પસંદ કરવું જોઈએ તેથી સોફા, કુશન કવર, પડદા વગેરે માટે ભૂરા, પીળા કે ગુલાબી રંગોનો પ્રયોગ કરવો. તે જ પ્રમાણે લાકડાના ફર્નીચર ખૂબ વજનદાર હોય તથા વધારે જગ્યા રોકે છે. તેના બદલે ધાતુ કે કાચની ડિઝાઈન પસંદ કરવી.
જો કે ફર્નીચર ડિઝાઈનરોના મતે ફ્યુઝન ફર્નીચર ફક્ત આધુનીક ઘરમાં જ સારું દેખાય છે. થોડું જુનું અને થોડું નવું ફર્નીચર ભેગું કરીને ફયુઝન ન રચી શકાય તે જ પ્રમાણે જુની બનાવટનું ઘર હોય તો પહેલા તેને આધુનીક ડિઝાઈનનું બનાવો અને ત્યારબાદ તેમાં લેટેસ્ટ ડિઝાઈનનું ફર્નીચર વસાવો.
ઘરને વધારે મોટું કે નાનું દર્શાવવામાં પણ ફર્નીચર મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે લોબીમાં ઉંચી ખુરશી રાખો તથા સોફામાં વિભિન્ન રંગોનું સંયોજન કરો. ચમકદાર રંગોવાળા ગાલીચાથી ડોઈંગરૂમને આલીશાન બનાવો.આજે લાલિત્યપૂર્ણ અને પરિષ્કૃત ફર્નીચર બનાવવાનો ટ્રેન્ડ છે. ઘણા લોકો રૂમના વિવિધ ખૂણામાં મૂકી શકાય
- અવન્તિકા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I1ui5B
ConversionConversion EmoticonEmoticon