અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી .


-   લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા સરકો ભેળવેલ પાણીમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખવા.

-   ઘા પર હળદર ભભરાવવાથી જલદી રૂઝાય છે.

-   ઉધરસમાં મધ સાથે હળદર ચાટવાથી ફાયદો થાય છે. 

-   લોખંડની કઢાઇ કે તવાને સાફ કરી બરાબર લૂછી થોડું તેલ લગાડવું કાટ નહીં લાગે.

-   લોટને મુલાયમ કરવા થોડું દહીં લઇ લોટ બાંધવો.

-   પાઉં સુકાઇ ગયો હોય તો ફેંકવો નહીં તેને બરાબર મસળી ભૂક્કો કરી રસાદાર શાકમાં ભેળવવો. રસો ઘટ્ટ થાય છે.

-   એક કિલો જેટલી સાકરમાં આઠ-નવ લવિંગ રાખવાથી કીડી નહીં ચડે.

-   રક્તપિત્તની તકલીફથી પીડાતી વ્યક્તિને મધ સાથે ખજૂર ખાવા આપવું.

-   જાયફળને  ધોઈ ઘસીને ચટાડવાથી હેડકી અને ઉલટીથી છૂટકારો થાય છે.

-   પેશાબમાં થતી બળતરાથી છૂટકારો પામવા આંબળાનો રસ ૫૦ ગ્રામ જેટલો લેવો,મધ ૨૫ ગ્રામ ભેળવી દિવસમાં બબ્બે કલાકે પીવાથી ફાયદો કરે છે.

-   જાયફળને દૂધમાં ઘસીને ચહેરા પર લગાડવાથી ચહેરાની સુદરતા વધે છે.

-    કપડાં પરથી મેંદીના ડાઘા દુર કરવા ડાઘયુક્ત ભાગને ગરમ દૂધમાં પલાળી બ્રશથી ઘસવાથી ડાઘા દૂર થઈ જશે.

-    બિરિયાનીમાં નખાતા કાંદાને ક્રિસ્પી કરવા કાંદાની લાંબી ચીરીઓ કરી તેને અડધો કલાક તડકામાં સુકવી સાંતળવી.

-   મીઠું અને માખણ ભેળવી હોંઠ પર લગાડવાથી હોઠ પરના ચીરા ઠીક થાય છે.

-   અનિદ્રાની તકલીફ સતાવતી હોય તો રાતના સૂતાં પહેલાં પાણી સાથે મધનું સેવન કરવું.

-   મુખમાંના છાલાથી રાહત પામવા મધને પાણી સાથે ભેળવી કોગળા કરવા.

-   ઉધરસમાં જેઠીમધ મોમાં રાખી ચૂસવાથી રાહત થાય છે.

-   વધુ પડતી ગરમી હોય તો દૂધમાં એલચી નાખવાથી દૂધ ખરાબ થતું નથી.

-   સરસવના તેલની સુગંધ ઓછી કરવા તેલ ગરમ થાય કે તેમાં મીઠું ભેળવવું. 

- મીનાક્ષી તિવારી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3erm96b
Previous
Next Post »