ભગવાન જવાબ આપે તો ? .


બે મિત્રો મંદિર પાસેથી પસાર થતા હતા.

મંદિર ખાલી ખમ. એક મિત્રે બીજાને કહ્યું : ભગવાન વેકેશન પર છે.

બીજો મિત્ર કહે : 'સારું છે. નહિતર ભક્તો અને શ્રધ્ધાળુઓ એમને પજવી પજવીને હેરાન કરી નાખે.'

પહેલો કહે : 'ના એમ નથી. ભગવાનનો ટાઈમ એમ પસાર થઇ જાય ને ?'

'પણ ભગવાન કોઇનેય જવાબ જ ક્યાં આપે છે ? એ જવાબ આપવા માંડે તો ?'

'ના આપે. બધાને ગમતા જવાબ જ જોઇએને ?'

એક બહેન કોરોના નહોતો ત્યારના દિવસોમાં મંદિરમાં પ્રસાદનું ખોખું લઇને આવ્યા - 'ફરિયાદ કરવા માંડયા : 'હે ભગવાન ! મેં તમારી બાધા રાખી હતી કે મને દીકરો મળશે.' પણ તમે તો દીકરી વળગાડી.'

'દીકરા સ્ટોકમાં નહિ એટલે...?'

'દીકરો આવે તો મેં એક કિલો પેંડાના પ્રસાદની બાધા રાખી હતી. પણ તમે તો દીકરી વળગાડી. એટલે બાધા તો મેં પૂરી કરી છે પણ પેંડાને બદલે જલેબીનો પ્રસાદ ધરાવ્યો છે.'

ભગવાન મૌન જ રહ્યા. કારણ જો ભગવાન જવાબ આપવા માડે તો જીભાજોડી થાય. એ જવાબ ન આપે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eenJrT
Previous
Next Post »