શું આકાશમાં ઉડી શકે તેવા ડાયનાસોર પૃથ્વી પર રહેતા હતા ?


વોશિંગ્ટન,31 ઓકટોબર, શનિવાર

ડાયનાસોર અંગેના શોધ સંશોધનોમાં નિતનવી માહિતી બહાર આવતી જાય છે. ટેરોસોરસ નામની પ્રજાતિના ડાયનાસોર પ્રથમ જીવ હતા જે આકાશમાં  ઉડવાની કળા જાણતા હતા. ટ્રિયાસિક નામનો યુગ 23 થી 19 કરોડ વર્ષ પહેલા ચાલતો હતો. એ સમયે અનેક વિરાટકાય પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતા હતા. જીવાશ્મ વિજ્ઞાનીઓ આજે પણ તેના વિવિધ પ્રકારના ટુકડાઓ જોડીને ઉડવાની ક્ષમતા ધરાવતા સરીસૃપો વિશે માહિતી એકત્ર કરી રહયા છે. આ ડાયનાસોર ટી રેકસ, ટ્રાઇસેરાટોપ્સ અને ક્રેટેસિયસ યુગના ડાયનાસોર પહેલા આવ્યા હતા.  


જો કે સાંખ્યાકિય રીત, જૈવ ભૌતિકી મોડેલ અને જીવાશ્મોના રેકોર્ડ અનુસાર 15 કરોડ વર્ષ પહેલા ટેરોસોરસ શાનદાર ઉડાણ ભરી શકતા હતા. રિપોર્ટમાં રીડિંગ યુનિવર્સિટીના પ્રોફેસર જોઆના બેકર કહે છે ટેરોસોરસ ખરેખર એક અનોખું જીવ હતું. ધીમે ધીમે પોતાની ઉડાણ ક્ષમતા સતત વધારતું અને સુધારતું ગયું હતું. વૈજ્ઞાનિકોએ ટેરોસોરસના ડઝન જેટલા જીવાશ્મોની શોધ કરી છે જે સમગ્ર ધરતી પર વિખરાયેલા હતા.આ જીવના જીવાશ્મ ગોરૈયાથી માંડીને જીરાફ જેટલા મોટા મળે છે. તેની પાંખોનો ફેલાવો ફાઇટર વિમાનની પાંખ જેવો હતો.  અંદાજે 6.5 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર અંતરિક્ષમાંથી આવેલા ઉલ્કાપિંડની ટકકરથી આ વિશિષ્ટ જીવનોખાતમો બોલી ગયો હતો. એવું નથી આ જીવોનું પૃથ્વી પર કરોડો સાલ સુધી અસ્તિત્વ પણ રહયું હતું.


લેસ્ટર યૂનિવર્સિટી બર્મિઘમ યૂનિવર્સિટીના સંશોધન મુજબ જીવાશ્મોની દાંતોની ખૂબજ બારિક તિરાડો  અને ખાડાઓનું અધ્યન કરવામાં આવ્યું હતું. તેના દાંતોની સરખામણી હાલમાં જોવા મળતા મગરો સાથે કરવામાં આવી હતી. આ સંશોધન પાછળનો હેતું તેની ખોરાક અંગેની ટેવ અંગે જાણવાનો હતો. ટેરોસોરસની કુલ 17 જેટલી પ્રજાતિઓ જે 20.8 કરોડ વર્ષથી લઇને 9.4 કરોડ વર્ષ પહેલા હતી. જો કે ટોરસોરસ શાકાહારી નહી પરંતુ માંસાહારી હતા જે તેનાથી નબળા માછલી અને સરિસૂપ જીવ જીવોને શિકાર બનાવતા હતા નેચર પત્રિકામાં ટેરોસોરસમાં પ્રકાશિત  એક અહેવાલ મુજબ આ જીવ ખાસ ઉંચે નહી પરંતુ પ્રાથમિક ધોરણે ઉડી શકતા હતા.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35O1p4Q
Previous
Next Post »