હું ૨૦ વરસની યુવતી છું. મને ફાઉન્ડેશનનો ઉપયોગ જણાવશો.
એક યુવતી ( રાજકોટ)
ફાઉન્ડેશનનને હંમેશા ઠંડા સ્થાને રાખવું.
ઉપયોગ કરતાં પહેલાંં બોટલને બરાબર હલાવવી.
મેકઅપ કરી લીધો હોય તો ફાઉન્ડેશન લગાડવું નહીં. તેનાથી ત્વચાને નુકસાન થાય છે. તેમજ મેકઅપ ભદ્દો લાગે છે.
ફાઉન્ડેશનનો ઉપયોગ કરતી વખતે કંઇક તકલીફ થતી જણાય તો લગાડવાનું બંધ કરી તરત જ ચહેરો ધોઇ નાખવો.
હું ૩૦ વરસની યુવતી છું. મારા પતિને ટાલ પડવા લાગી છે. મને હેર ટ્રાન્સપ્લાન્ટિંગ અને હેર વિવિંગ વિશે જણાવશો.
એક મહિલા (અમદાવાદ)
હેર ટ્રાન્સપ્લાન્ટિંગ અને હેર વિવિંગ બન્ને જુદી જુદી પદ્ધતિ છે. ખરતા વાળ માટે હેર વિવિંગ ટ્રાન્સપ્લાન્ટિંગ કરતાં ઝડપી છે અને તેમાં ઓછો દુખાવો થાય છે. આ પદ્ધતિમાં બનાવટી વાળ તમારા મેળ ખાતા રંગના વાળ સાથે ગુંથવામાં આવે છે. તેનો ગેરફાયદો એ છે કે વરસાદમાં પલળી જતાં કે સ્વિમિંગ કરતી વખતે તે અસલી વાળ કરતાં અલગ તરી આવે છે.જોકે આ પદ્ધતિનો લોકો ઉપયોગ પણ કરે છે. મારી સલાહ તો એ છે કે તમારા પતિની ટાલની ચિંતા કરો નહીં. વાળમાં ભૃંગરાજ તેલથી માલિશ કરો અને જેવા છે તેવા રહેવા દો.
હું ૨૬ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય છે. તેના માટે યોગ્ય ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવતી (આણંદ)
દિવસના ૮-૧૦ ગ્લાસ પાણી પીશો. રોજિંદા આહારમાંથી તળેલી વાનગીઓનું પ્રમાણ નહીંવત કરશો.તેમજ સલાડ તથા ફળનું પ્રમાણ વધારશો. અડધી ચમચી કપૂરમાં૨૦૦ મિલિ લીટર ગુલાબજળ ભેળવી ત્વચા દિવસમાં ચાર વાર લૂછવી.જેથી ત્વચા પરનું તેલ ઓછું થશે.
હું ૨૮ વરસની યુવતી છું. મને ફેસિયલના ફાયદા જણાવશો.
એક યુવતી (અમરેલી)
સ્વસ્થ ત્વચા માટે ફેસિયલ, ફેસ ક્લીન ઉત્તમ ઉપાય છે. ફેસિયલથી ચહેરાનું માલિશ થાય છે . જેથી રક્તભ્રમણ બરાબર થાય છે. શરીરમાંથી ઝેરીલા તત્વો તથા ગંદકી બહાર ફેંકાય છે.
ઓઇલ મોઇશ્ચરાઇઝર અને એસિડ અલ્કલાઇન યુક્ત મોઇશ્ચરાઇઝર પણ ત્વચામાં નમીનું સંતુલન જાળવી રાખે છે. ત્વચામાં કસાવટ આવે છે. નિયમિત ફેસિયલ કરાવાથી ત્વચા પર ઝીણી રેખાઓ તથા કરચલી અંકિત થતી નથી. ત્વચાની મૃત કોશિકાઓ નીકળી જાય છે અને નવી કોશિકાઓ બને છે.
તૈલીય ત્વચાવાળાએ ક્રીમથી માલિશ કરાવવું નહીં. ફેસિયલ કરાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. ફેશિયલમાં ક્લિનઝિંગ, એક્સફોલિએશન, ટોનિંગ, માસ્ક વગેરે શામેલ છે.
હું ૨૧ વરસની યુવતી છું. મારે મોડેલિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે. મારી બોડી કદ વગેરે બધું બરાબર છે. પરંતુ મારી હડપચી થોડી બહાર નીકળેલી છે. તેને કઇ રીતે બરાબર કરી શકાય.
એક યુવતી (મુંબઇ)
આ માટે તમારે કોસ્મેટિક નિષ્ણાંતની સલાહ લેવી જોઇએ. ચહેરાનું સંતુલન જાળવી બનાવી રાખવામાં હડપચી મુખ્ય ભાગ ભજવે છે. સામાન્ય રીતે હડપચી સરખી કરવા બહાર નીકળેલી હડપચીના હાડકાને ખસાડી કાપીને નાની કરવામાં આવે છે. જેથી ચહેરાની લંબાઇ ઓછી થઇ જાય છે. તેમજ તેમાં ટાઇટેનિયમ પ્લેટ અને સ્ક્રુ લગાડવામાં આવે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jSQKuC
ConversionConversion EmoticonEmoticon