LOCની પેલે પાર કાશ્મીરરના ગિલગિટ-બાલ્ટિનસ્તા નમાં ધીમી આંચે શું રંધાઈ રહ્યું છે?


આપણે ત્યાં- કાશ્મીરરને લગતા સમાચારો ક્યાં તો રાજકીય હોય અથવા પાક પ્રેરિત આતંકવાદી ઘટનાને લગતા હોય. અંકુશરેખાની પેલી તરફ પણ કાશ્મીર છે—અને તે ભૌગોલિક ઉપરાંત રાજકીય રીતે ભારતનું પોતાનું છે એ હકીકત આપણે એટલી સહજતાથી વીસરી ગયા છીએ કે પાક અધિકૃત કાશ્મીુર/ POKમાં બનતી કેટલીક નોંધપાત્ર ઘટનાઓ તરફ દૃષ્ટિા માંડવાનું ઘણી વાર ચૂકી જઈએ છીએ. જેમ કે, 

પાકિસ્તા નની ઇસ્લાનમાબાદ સરકાર કાશ્મીબરના ગિલગિટ-બાલ્ટિષસ્તા ન તેમજ કથિત આઝાદ કાશ્મીતરમાં યુદ્ધના ધોરણે મોબાઇલ ફોનનાં ટાવર ઊભા કરી રહી છે. પહેલી નજરે આમાં કંઈ અજુગતું કે ચિંતાજનક ન લાગે, પણ મામલો ગંભીર છે. આ રીતેઃ ઓગસ્ટા પ, ૨૦૧૯ના રોજ જમ્મુુ-કાશ્મીારમાં બંધારણની ૩૭૦મી કલમ નાબૂદ કરવામાં આવી ત્યાેરે સોશ્યમલ મીડિઆમાં અફવાઓ, ભડકાઉ સંદેશા તેમજ વિડિઓ, રમખાણોની છૂપી સાજિશ વગેરે અટકાવવા માટે ભારત સરકારે કાશ્મીકરમાં કેટલાક સમય પૂરતી મોબાઇલ ઇન્ટીરનેટ સેવા બંધ કરાવી દીધી હતી. સમય-સંજોગો જોતાં એ પગલું જરૂરી હતું, જે ન ભર્યું હોત તો કાશ્મી રમાં કદાચ એટલી અંધાધૂંધી મચી હોત કે તેને કાબૂમાં લાવતા ભારતના સુરક્ષા દળોના નાકે દમ આવ્યો હોત.

આજે પાક સરકાર ગિલગિટ-બાલ્ટિલસ્તા નમાં તથા કથિત આઝાદ કાશ્મીવરમાં અંકુશરેખા નજીકનાં કુલ ૩૮ સ્થટળોએ મોબાઇલ ફોનના ટાવર ઊભા કરી રહી છે. આ સંકુલ રચાયા પછી પાક ટેલિકોમ કંપનીનાં સિગ્નેલો શ્રીનગર સહિત કાશ્મીઊરના મુખ્ય  શહેરોને આવરી લેવાનાં છે. અંકુશરેખા ભેદીને સશસ્ત્ર  આતંકીઓ ભારતમાં ઘૂસી આવતા હોય તો પાક ટેલિકોમ કંપનીનાં સીમ કાર્ડનો કાશ્મીશરમાં પેસારો કરવો તો મામૂલી વાત છે.

કાશ્મીપરી પ્રજા તે સીમ કાર્ડ પોતાનાં ફોનમાં ભરાવે ત્યાીર પછી આપણા દેશની ટેલિકોમ સેવા જોડે તેમનો તંતુ તૂટી જાય અને ભવિષ્ય માં (૩૭૦ કલમ નાબૂદી જેવી) કોઈ કટોકટી ઊભી થાય ત્યાેરે પાક સીમ કાર્ડના જોરે રણકતા કાશ્મીયરીઓના મોબાઇલ ફોન પર ભારતની ટેલિકોમ કંપનીઓનો, માટે સરકારનો જરાસરખોય કાબૂ ન રહે. અંકુશરેખા/ LoCની આરપાર અવરજવર કરનારા આતંકવાદી સંગઠનોનાં પ્યાદાં માટે તો પાકિસ્તાકની મોબાઇલ સેવા આશીર્વાદરૂપ બની રહેશે. મોંઘા સેટેલાઇટ ફોનને બદલે સામાન્યા મોબાઇલ વડે તેમનું કામ ચાલી જવાનું છે. નથી લાગતું કે એ સ્થિલતિ આપણા માટે ખતરનાક છે?

■■■

ખતરાની ઘંટી જેવા બીજા સમાચાર પણ જાણો. ગિલગિટ-બાલ્ટિંસ્તા નમાં ઇસ્લાેમાબાદ સરકાર આવતા મહિનાની ૧પમી તારીખે ચૂંટણી યોજી રહ્યું છે. ૧૯૪૭ પછી પહેલી વાર એ પ્રાંતમાં બહુ મોટો રાજકીય બદલાવ આવવા જઈ રહ્યો છે. ચૂંટણી તો જાણે ઇસ્લા૧માબાદ સરકારનું પોલિટિકલ સ્ટંદટ છે, જેની આડમાં અસલ મનસૂબો સાત દાયકાથી દાંતમાં દાબી રાખેલો ગિલગિટ-બાલ્ટિટસ્તા નનો ટુકડો પાકિસ્તાોનના પાંચમા પ્રાંત તરીકે ઓહિયાં કરી જવાનો છે. પાકિસ્તા ન અત્યાેરે સિંધ, બલુચિસ્તા ન, પંજાબ અને ખૈબર પખ્તુકનખ્વાા એમ ચાર પ્રાંતો વડે રચાયેલો દેશ છે. એકમેક જોડે ભાગ્યે  જ કશું સ્નાદનસૂતક ધરાવતાં ચારેય થીંગડાં થૂંકે સાંધેલાં છે. હવે તેમાં વધુ એક થીંગડું ઉમેરાય તેનાથી આપણને શો ફરક પડે?

આ મુદ્દાની ચર્ચા કરતા પહેલાં ગિલગિટ-બાલ્ટિનસ્તાસન અંગે ટૂંકું બેકગ્રાઉન્ડી મેળવી લેવા જેવું છે.

આશરે ૭૨,૪૯૬ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો ગિલગિટ-બાલ્ટિગસ્તાકનનો પ્રાંત ઓગણીસમી સદીના આરંભે ડોગરા મહારાજા ગુલાબ સિંહના જમ્મુ -કાશ્મીલર રજવાડાનો ભાગ હતો. આ રજવાડામાં ગિલગિટ, બાલ્ટિંસ્તાેન, કાશ્મીગર, જમ્મુો અને લદ્દાખ એમ પાંચ પ્રાંતોનો સમાવેશ થતો હતો. વીસમી સદી દરમ્યા‍ન બ્રિટિશહિંદની ગોરી સરકારે ગિલગિટ-બાલ્ટિનસ્તાગનમાં લશ્કમરી છાવણી સ્થાગપવા માટે કાશ્મી્રના તત્કાિલીન મહારાજા હરિ સિંહ (ગુલાબ સિંહના પ્રપૌત્ર) પાસે ગિલગિટ-બાલ્ટિમસ્તાયનનો પ્રદેશ ૬૦ વર્ષના ભાડાપટ્ટે મેળવ્યો અને ૧૯૩પમાં ૮૦ સૈનિકોની બનેલી ‘ગિલગિટ સ્કાકઉટ’ નામની ૮ લશ્કારી ટુકડીઓને ગિલગિટ-બાલ્ટિ સ્તાનન મોકલી આપી. 

બીજા વિશ્વયુદ્ધમાં લડીને આર્થિક રીતે ખુવાર થઈ ચૂકેલા બ્રિટને જુલાઈ, ૧૯૪૭માં ભારતને આઝાદી આપવાનો નિર્ણય લીધો ત્યારરે મહારાજા હરિ સિંહે ‌અંગ્રેજો સાથે ભાડાકરાર રદ કર્યો. ગિલગિટ-બાલ્ટિ સ્તાતનમાંથી અંગ્રેજ લશ્કેરી ટુકડી પાછી બોલાવી લેવાનો આદેશ આપ્યોં અને પોતાના લશ્કવરી અફસર બ્રિગેડિઅર ઘંસારા સિંહને ત્યાં્નો રાજકીય કારોબાર સંભાળી લેવા મોકલ્યા. ગિલગિટ સ્કારઉટના અંગ્રેજ સૈનિકો પાછા તો ન ફર્યા, ઊલટું, ટુકડીના આગેવાન મેજર વિલિયમ બ્રાઉને સમગ્ર પ્રદેશ પાકિસ્તાકનના હવાલે કરી દીધો. આ સત્તા તેને કોણે આપી એ ન પૂછશો, કેમ કે કોઈએ જ આપી નહોતી.

આ તરફ જમ્મુઉ-કાશ્મીનરના મહારાજા હરિ સિંહે ઓક્ટોબર, ૧૯૪૭માં તેમનું રાજ્ય ભારતમાં કરી દીધું ત્યાુરે ગિલગિટ-બાલ્ટિરસ્તાહન પણ તે રાજ્યનો ભાગ હોવાના નાતે દેશનું ભૌગોલિક તેમજ રાજકીય અંગ બની ચૂક્યું હતું. પરંતુ આઝાદી પછી કાશ્મીનરનો ટુકડો કાપી લેવા માટે પાકિસ્તાંનના લશ્કંરે મેજર-જનરલ અકબર ખાનની આગેવાનીમાં પઠાણ, આફ્રિદી, વઝીર, મહમેન્દા, મહસૂદ જેવી પહાડી કોમના લોકોને હથિયાર પકડાવી કાશ્મીણર પર હુમલો કરવા મોકલી આપ્યાબ ત્યાશરે કાશ્મીપરમાં કટોકટીભરી સ્થિપતિનું સર્જન થયું. આ બધા હુમલાખોરોને પાકિસ્તા્ની લશ્કકર જોડે કશી લેવાદેવા નહોતી. બલકે, કાશ્મીલરમાં લૂંટફાટ ચલાવવી અને લૂંટેલો માલ રાખી લેવો તેમનો મુખ્યડ મકસદ હતો.

ઓક્ટોબર ૨૨, ૧૯૪૭ના રોજ તેમનું ટોળું કાશ્મીોર પર જુદા જુદા વિસ્તા્રો પર ફરી વળ્યું. ગિલગિટ-બાલ્ટિલસ્તા નનો પ્રાંત પણ તેમાં બાકાત ન રહ્યો. અહીંના ૪૦,૦૦૦ લોકો એ ઘોડાપુરનો ભોગ બન્યાં, અનેક ઘર ભાંગ્યાં અને અસંખ્ય  મહિલાઓની લાજ લૂંટાણી. આમ, ઓક્ટોબર ૨૨નો દિવસ ગિલગિટ-બાલ્ટિેસ્તાાન માટે કાળા અક્ષરે લખાયો. આજે પણ સ્થા્નિકો દર વર્ષે તેને ‘Black Day’ તરીકે યાદ કરે છે અને જાહેરમાં પાક સરકાર તેમજ પાક લશ્કીર વિરુદ્ધ આક્રોશ ભર્યાં વિરોધ પ્રદર્શનો કરે છે.

■■■

આ જરૂરી ભૂતકાળ તપાસ્યાક પછી હવે વર્તમાનમાં આવીએ.   આઝાદી બાદ ગિલગિટ-બાલ્ટિીસ્તાસન ન ભારતને પાછું મળ્યું કે ન પાકિસ્તાપનમાં ભળ્યું. આ પ્રદેશને પાકિસ્તા્ન પોતાનો ગણાવતું રહ્યું તેમ છતાં ત્યાં  કોઈ પણ પ્રકારની રાજકીય આગેવાની વિના કેટલાંક વર્ષ નીકળી ગયાં. આ સમયગાળા દરમ્યા‍ન ત્યાંર વિકાસકાર્યો તો ભૂલી જાવ, પ્રાથમિક સુવિધાઓ પણ ઊભી કરવામાં ન આવી. રેડિઓ, ટેલિગ્રાફ, ટેલિફોન, પોસ્ટલ ઓફિસ વગેરેનો લાભ ગિલગિટ-બાલ્ટિંસ્તાસનના રહીશોને છેક ૧૯૬૦ના દસકામાં મળી શક્યો.

સત્તાના સુકાની વિહોણો એ પ્રાંત વખત જતાં એક autonomous state/ સ્વા યત્ત રાજ્યનો પોલિટિકલ દરજ્જો ભોગવવા લાગ્યું. આજે પણ ભોગવે છે, પણ આવતી કાલની ખબર નથી. હાલમાં જલાલ હુસૈન મક્પૂલ નામના ગવર્નર તે રાજ્યના બંધારણીય વડા છે, તો રાજકીય વહીવટ મુખ્ય  મંત્રી મીર અફઝલ સંભાળે છે. રાજ્યને પોતાની વડી અદાલત તેમજ કાયદાકાનૂનો છે. પોતાનું અલાયદું બંધારણ અને રાજધ્‍વજ પણ ખરો. પાકિસ્તાાનની ઇસ્લાકમાબાદ સરકાર જોડે તેને એકમાત્ર સંબંધ હોય તો ખટાશ-કડવાશનો. આનું એક કારણ એ કે પાકિસ્તા નની સુન્નીડ મુસ્લિંમ પ્રજા જોડે અહીંના શિયા મુસ્લિતમોને ઊભું ન બને. બન્નેા પક્ષો વચ્ચેક લોહિયાળ અથડામણના પ્રસંગો ઘણી વાર બની ચૂક્યા છે. હજી પણ બને છે.

સંબંધોમાં ખટાશ-કડવાશનું બીજું કારણ એ કે ૧૯૪૭થી લઈને એકવીસમી સદીના પ્રથમ દસકા સુધી પાક શાસકોની કૃપાદૃષ્ટિા ગિલગિટ-બાલ્ટિ૪સ્તાેન પહોંચી નથી. અહીંની પ્રજાને નસીબના ભરોસે તરછોડી દેવામાં આવી હતી. બીજી તરફ ગિલગિટ-બાલ્ટિવસ્તા નમાં આવેલી સોનાની, મૂલ્ય વાન ખનિજોની,પન્નાત (મરકત) જેવાં રત્નોમની ખાણો પર ઇસ્લા માબાદ સરકારનો ભોગવટો રહ્યો. ટૂંકમાં, પાક શાસકોની હમ સબ કા ખાવે, લેકિન હમારા ખાવે સો મર જાવે નીતિએ ગિલગિટ-બાલ્ટિંસ્તા નના લોકોમાં અસંતોષ ઉપરાંત આક્રોશ ભરી દીધો.

આ પ્રાંત કહેવાય સ્વાટયત્ત રાજ્ય, પણ પાકિસ્તારન ત્યાં  પોતાની મનમાની કરતું આવ્યું છે. જેમ કે, ૧૯૬૩માં ગિલગિટ-બાલ્ટિમસ્તાાનનો શક્સગામ ખીણ કહેવાતો પ,૧૮૦ ચોરસ કિલોમીટર જેટલો ભૌગોલિક ટુકડો પાક સરકારે બારોબાર ચીનને ધરી દીધો. આ ખૈરાત સામે સ્થાસનિકોનો વિરોધ જુવાળ ઊઠ્યો, પણ પાક લશ્કનરે તેને દાબી દીધો. ચીન જોડે પાકિસ્તાજનની યારીદોસ્તીો વધ્યાક પછી તો અહીં સંખ્યાસબંધ ઇજનેરી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યાં, કારણ કે ચીન હસ્તાકના તિબેટથી નીકળીને છેક બલુચિસ્તા નના ગ્વા દર બંદર સુધી લંબાતી સડક ગિલગિટ-બાલ્ટિીસ્તાકનમાંથી પસાર થાય છે. પોતાનો સ્વાલર્થ સાધવા માટે પાકિસ્તાિન અને ચીન રોડ-રસ્તાિના બાંધકામ માટે ભૂમિ બળજબરીથી પચાવી પાડે તે સ્થા નિકો સાંખી લેવા તૈયાર નથી.

તાજેતરમાં હાથ ધરાયેલો એક પ્રોજેક્ટ સિંધુ નદી પર ઊભો થનાર ૨૭૨ મીટર (૮૯૨ ફીટ) ઊંચો ડાયમર-ભાષા બંધ છે. ચીને તેના બાંધકામની જવાબદારી ઉપાડી છે એટલું જ નહિ, પણ ૪૪૨ અબજ ડોલરનું જંગી બજેટ ફાળવ્યું છે. આ બંધ ચણાયા પછી ૧,પ૦૦ એકર ખેતરાઉ જમીન સિંધુના ઊંડા જળ નીચે આવી જશે. લગભગ ૩૧ ગામોનાં ૩,૧૧પ મકાનો જળસમાધિ પામવાનાં છે. ઈ.સ. પૂર્વ છઠ્ઠી સદીમાં અહીંના કારાકોરમ પર્વતોના પથ્થારો પર કોતરાયેલાં બુદ્ધનાં શિલ્પોડ પણ ડૂબી જવાનાં છે.

■■■

લગભગ સિત્તેર વર્ષ પાકિસ્તાડનથી વિખૂટું રહેલું તેમજ આગળ જતાં સ્વાાયત્ત રાજ્યનો દરજ્જો ભોગવતું રહેલું ગિલગિટ-બાલ્ટિનસ્તારન હવે પાંચમા પ્રાંત તરીકે પાકિસ્તાનનમાં ભળી જાય એ સ્થિતતિ ભારતના ઘણા રાજકીય પંડિતોના મતે સારી નથી. પહેલું કારણ તો એ કે સ્વા‍યત્તતા ગુમાવી દીધા પછી તે પ્રાંત પર બંધારણીય વડા એવા ગવર્નરનો તેમજ રાજકીય વડા મુખ્યક મંત્રીનો દબદબો રહી શકે નહિ. સત્તાની લગામ ઇસ્લાધમાબાદના હાથમાં આવે. પરિણામે વડા પ્રધાનની ખુરશીમાં બેઠેલા પાક આગેવાન પોતાની મુનસફી મુજબ લગામ ઢીલી કરી શકે અથવા ખેંચી શકે.

બીજું, આશરે પોણો લાખ ચોરસ કિલોમીટરનો તે કાશ્મી ર પ્રદેશ પાકિસ્તાાનમાં ઓગળી ગયા પછી disputed territory/ વિવાદિત ક્ષેત્ર ન રહેતાં પાકિસ્તા્નનો રાજકીય તેમજ ભૌગોલિક હિસ્સો  બની જશે. જમીનના કોઈ ટુકડાનું વિવાદિત ક્ષેત્ર હોવું અને બીજા દેશનો ભાગ હોવું તેમાં બહુ મોટો તફાવત છે.

ત્રીજું, આ પ્રદેશ ઇસ્લાવમાબાદ સરકારની રાજકીય જૂતી નીચે આવે ત્યા ર પછી પાકિસ્તાેનને બગલમાં દાબીને બેઠેલું ચીન ગિલગિટ-બાલ્ટિદસ્તાજનમાં ડાયમર-ભાષા બંધ જેવા વધુ પ્રોજેક્ટ હાથ ધરી શકશે. આવા પ્રોજેક્ટની સુરક્ષા ખાતર ચીન ત્યાં  પોતાની લશ્કીરી વગ વધારે એ પણ સંભવ છે. કેટલાક રાજકીય નિષ્ણાસતોનું માનવું છે કે ગિલગિટ-બાલ્ટિંસ્તારનમાંથી પસાર થતી Line of Control/ અંકુશરેખાને પાકિસ્તાસની શાસકો ચીનની મદદથી આંતરરાષ્ટ્રીીય સરહદમાં ફેરવવાના ખ્વાoબ સેવીને બેઠા છે.

આ બધાં રાજકીય અભ્યાુસુઓના અનુમાનો અને તેના આધારે કાઢેલાં તારણો છે. આમાંનું ક્યારે શું બને કે ન બને તે અત્યાઅરે કળી શકાય નહિ. પરંતુ અંકુશરેખાની પેલે પાર ભારત જેને પોતાનું ગણે છે તે કાશ્મીતરમાં સાત દાયકે પહેલી વાર રાજકીય ઊથલપાથલ મચવા જઈ રહી છે એમાં ના નહિ. બસ, થોડા દિવસનો સવાલ છે. ■



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37D4Ttf
Previous
Next Post »