- ગુપ્તછતાના એક કહેતા અનેક પડદા ઓઢીને ભારતીય જળસીમાનું રખોપું કરવા નીકળતું ‘INS કવરત્તી’ આધુનિક ટેક્નોલોજિની તરતી ફરતી મિસાલ છે. જહાજની લગભગ ૯૦ ટકા બાંધણી તેમજ ટેક્નોલોજિ સ્વેદેશી છે.
બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના નાઝી જર્મનીએ ચાલીસથી પચાસ હજાર ટન વજનનાં ‘બિસ્માગર્ક’ અને ‘ટિર્પિટ્ઝ’ જેવાં બેટલશિપ પ્રકારનાં યુદ્ધજહાજો વડે િબ્રટન સામે દરિયાઈ યુદ્ધમાં તરખાટ મચાવી દીધો હતો. આ બન્નેા જહાજ નાની-મોટી ૩૬ તોપો ધરાવતાં હતાં, જેમાંની કેટલીક તો ૧પ ઇંચ વ્યારસના તેમજ ૮૦૦ કિલોગ્રામ વજનના ગોળા દાગી શકતી હતી. આવા એકાદ-બે ગોળા શત્રુ જહાજના તૂતક પર જઈ પડે ત્યા૦રે સૂકી સળકડીની જેમ ભાંગી પડતું જહાજ દરિયાના પેટાળમાં પહોંચ્યા વિના ન રહેતું. ‘બિસ્માીર્ક’ અને ‘ટિર્પિટ્ઝ’ની લોખંડી કાયા પાછી ગેંડા જેવી! જર્મન ઇજનેરોએ બન્નેહ બેટલશિપને લોખંડની ૧૩ ઇંચ જાડી પાટો વડે મઢી લીધાં હતાં. પરિણામે તે કવચ પર શત્રુના તોપગોળાની અસર કીડીએ હાથીને ડંખ દીધા જેવી સાબિત થતી.
આ બન્નેે બેટલશિપે બ્રિટનનાં એટએટલાં યુદ્ધજહાજોને સાગરસમાધિ અપાવી કે ગમે તે ભોગે તેમનો ખાતમો બોલાવવા માટે બ્રિટિશ નૌકાદળે કમર કસી. એક પ્રસંગે બ્રિટનનાં પોણો ડઝન લડાયક જહાજોએ ‘બિસ્માટર્ક’ ફરતે ઘેરો નાખ્યો અને ઉપરાછાપરી તોપગોળાની ઝડી વરસાવી, પરંતુ વ્યજર્થ! ‘બિસ્માળર્ક’ તેની મારકણી તોપોના બળે દરેક સામે એકલું ઝઝૂમ્યું્. આખરે બ્રિટને પોતાનાં લડાયક વિમાનો રવાના કર્યાં. િબ્રટિશ વાયુ સેનાનાં લડાકુ વિમાનોએ સંખ્યાએબંધ ઉડ્ડયનો યોજી, અસંખ્યન બોમ્બે વરસાવી ‘બિસ્માાર્ક’ને તથા ‘ટિર્પિટ્ઝ’ને દરિયાના પેટાળમાં મોકલી દીધાં. બન્નેય જહાજો ડૂબ્યાં એ સાથે બેટલશિપ પ્રકારનાં તોતિંગ, ભારેખમ લડાયક જહાજોના યુગને પણ સાથે લેતાં ગયાં. જગતના દેશોને પહેલી વાર સમજાયું કે પોલાદી કિલ્લાે જેવા જહાજો આકાશી હુમલા સામે લાચાર છે.
આ જ્ઞાન લાધ્યાશ પછી નવો જમાનો વિમાનવાહક જહાજનો આવ્યો કે જે મધદરિયે તરતા હવાઈ મથકની ગરજ સારે છે. તૂતકના રનવે પરથી ઉડાન ભરી જતાં ફાઇટર વિમાનો શત્રુ જહાજ પર મોત વરસાવે તે વિમાનવાહક જહાજનો મોટો ફાયદો હતો. આનો લાભ આપણને ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ વખતે ‘INS વિક્રાંત’ થકી મળ્યો હતો કે જેના તૂતક પરથી ટેક ઓફ કરી ગયેલાં સી-હોક વિમાનોએ પૂર્વ પાકિસ્તાSનના (વર્તમાન બાંગલા દેશના) લક્ષ્યાં કો પર તરખાટ મચાવી દીધો હતો.
■■■
દરિયાઈ સંગ્રામમાં વિમાનવાહક જહાજનો સૂર્ય છેલ્લાં પચાસેક વર્ષથી તપતો રહ્યો છે—અને હજી કદાચ વર્ષો સુધી મધ્યામહ્ને રહેવાનો છે. દરમ્યાાન નૌકાયુદ્ધમાં એક સમાંતર યુગનાં મંડાણ થઈ ચૂક્યાં છેઃ stealth/ સ્ટેનલ્થ્ ટેક્નોલોજિ. નજર સામે હોવા છતાં નજરથી ઓઝલ રહેવાની તરકીબને અંગ્રેજીમાં સ્ટેહલ્થ કહે છે. આ ટેક્નોલોજિથી બનેલાં યુદ્ધજહાજો ગુપ્ત તાનો અદૃશ્ય પડદો ઓઢીને દરિયાઈ સફરે નીકળે છે. શત્રુ રેડાર જોડે આંખમિચોલી રમી પોતાની હાજરી છતી ન થવા દેવી સ્ટેફલ્થછ પ્રકારનાં જહાજોની ખૂબી છે. જગતના ઘણા દેશો પોતાના નૌકાકાફલામાં આવાં યુદ્ધપોત સામેલ કરવા લાગ્યા છે. આ ચુનંદા વર્ગમાં આપણા દેશનો પણ સમાવેશ થાય છે.
આજથી પચ્ચી સેક વર્ષ પહેલાં આપણે રશિયાના સહયોગમાં સ્ટે.લ્થં ટેક્નોલોજિ હસ્તણગત કરી અને પ્રથમ જહાજ એકવીસમી સદીના આરંભે બનાવ્યું. આજે તો ભારતીય નૌકા દળમાં સ્ટે્લ્થણ પ્રકારનાં ૧૬ યુદ્ધજહાજો છે, જેમાં વધુ એકનો ઉમેરો ઓક્ટોબર ૨૨, ૨૦૨૦ના રોજ થયોઃ ‘INS કવરત્તી’. (આપણા લક્ષદ્વીપના એક ટાપુનું નામ કવરત્તી છે.) નૌકા દળની પરિભાષા મુજબ તે કોર્વેટ પ્રકારનું જહાજ છે. નિષ્ણાતોએ યુદ્ઘજહાજોને તેમનાં કદ અને કાર્ય પ્રમાણે ફ્રિગેટ, ડિસ્ટ્રો યર, ક્રૂઝર એમ જુદાં નામો હેઠળ વર્ગીકૃત કર્યાં છે. ચાલીસ હજાર ટન કે તેથી વધુ વજન ધરાવતું જહાજ બેટલશિપ કહેવાતું, તો ૨,૦૦૦ ટન કે તેથી ઓછા વજનનું યુદ્ધપોત કોર્વેટ કહેવાય છે. જો કે ભારતની ગાર્ડન રિસર્ચ શિપ બિલ્ડ૦ર્સ એન્ડી એન્જિુનિઅર્સે બનાવેલું ‘INS કવરત્તી’ કોર્વેટ હોવા છતાં ઓવરવેઈટ છે. ઇજનેરોએ તેનું વજન ખાસ્સું્ ૩,૩૦૦ ટન રાખ્યું છે. આથી ખરેખર તો તેની ગણના હળવી ફ્રિગેટ તરીકે થવી જોઈએ.
અલબત્ત, તેને કોર્વેટનું લેબલ આપો કે ફ્રિગેટની પિછાણ દો. નામમાં આખરે શું રાખ્યુંવ છે? વધુ મહત્ત્વ કામનું છે. ‘INS કવરત્તી’ કામ બાબતે જરાય ઊણું ઊતરે તેમ નથી. આ સ્ટે લ્થન જહાજની મુખ્ય્ કામગીરી દરિયાના પેટાળમાં તરતી શિકારી શાર્ક જેવી સબમરીન સામે આટાપાટા ખેલવાનું છે. આ માટે તેના શસ્ત્રા ગારમાં રશિયન RBU-6000 પ્રકારનાં સબમરીન વિરોધી રોકેટ લોન્ચનર છે, જેમાંથી એકીસાથે બાર રોકેટ્સ દાગી શકાય છે. પ્રત્યેબક રોકેટ સમુદ્રમાં કેટલાક ફીટ નીચે પહોંચ્યા પછી પ્રચંડ વિસ્ફોએટ સાથે ફાટે છે. વિસ્ફોાટના પગલે પાણીમાં એવું પ્રચંડ દબાણ સર્જાય કે તેની ભીંસમાં આવતી શત્રુ સબમરીનના બૂરા હાલ થયા વિના ન રહે. સબમરીનના ભૂકા બોલાવી દેવા માટે ‘INS કવરત્તી’માં ચાર ટોરપિડો ટ્યૂબ પણ છે, જેમાંથી શિકારી ચિત્તાની માફક વછૂટતો DTA-53 પ્રકારનો ૨૪ ફીટ લાંબો ટોરપિડો કલાકના ૮૩ કિલોમીટરના વેગે ધસી જાય છે.
જળસપાટી નીચે તરતી સબમરીનને શોધી કાઢી તેનું ચોક્કસ સરનામું જહાજના કપ્તાંનને આપવા માટે ‘INS કવરત્તી’ના પાછલા તૂતક પર Sea-King અથવા સ્વ૮દેશી ‘ધ્રુવ’ પ્રકારનું હેલિકોપ્ટ ર હંમેશાં તૈનાત રહે છે. સમુદ્રમાં સોનાર યંત્ર ડૂબેલું રાખી તે હેલિકોપ્ટવર આકાશમાં મંડરાતું રહે, જે દરમ્યારન સોનાર ઓપરેટર અવાજનાં મોજાં વહેતાં મૂકી સબમરીનની ભાળ મેળવી લે.
■■■
‘INS કવરત્તી’ દરિયાની નીચે રહેલી સબમરીનનો શિકાર કરી શકે તેમ સપાટી પર હંકારતા દુશ્મNન યુદ્ધજહાજનો તથા આકાશી માર્ગે ચડી આવતાં શત્રુ વિમાનોનો પણ સામનો કરે છે. આ જહાજને અજેય બનાવતું સૌથી મોટું પાસું તો તેની stealth/ સ્ટેલ્થો ટેક્નોલોજિ છે, જે તેને મધદરિયે ઓઝલ રાખે છે. ‘INS કવરત્તી’ને છાનીછપની કોર્વેટનું છેતરામણું સ્વરૂપ આપવા માટે ભારતીય નિષ્ણાતોએ ઘણા નુસખા વાપર્યા છે. પરંપરાગત બાંધણીના યુદ્ધજહાજ પર કૂવાસ્થંભ, આગળપાછળ તોપોનું ટરેટ, મિસાઇલ લોન્ચર્સ, રેડારની તકતીનો માસ્ટ (સ્થંભ), અફસરોની કેબિનો વગેરે ઘણાં બાંધકામો હોય, જે અનેક કિલોમીટર છેટે દુશ્મન રેડારના ડાયલ પર યુદ્ધજહાજની આકૃતિ તરત રચી દે. ‘INS કવરત્તી’ની બાંધણી પરંપરાગત નથી. આજનાં મોડર્ન મકાનોમાં રાચરચીલું તેમજ રસોડું જેમ લાકડાનાં છૂટક ખોખાં જોડીને મોડ્યુલર ઢબે બને તે પ્રમાણે ‘INS કવરત્તી’નું માળખું બન્યુંડ છે.
ગાર્ડન રિસર્ચ શિપ બિલ્ડ ર્સના ઇજનેરોએ ધાતુનાં કુલ મળીને ૧૭૨ ‘ખોખાં’ પરસ્પરર સાંધીને ‘INS કવરત્તી’નું નિર્માણ કર્યું છે. એકેય ભાગ વળાંકદાર નથી. કારણ કે એવી ડિઝાઇન દુશ્મNનના રેડાર પર ઊપસી આવ્યા વિના ન રહે. આ યુદ્ધજહાજનું બાહ્ય આવરણ સપાટ દીવાલ જેવું છે. (જુઓ,ચિત્ર તથા રેખાંકન). પ્રત્યેજક ભાગની સપાટી પાછી જરા તરા ત્રાંસ ધરાવે છે, એટલે દુશ્મરનનાં રેડાર મોજાં સપાટીને ટકરતાવેંત એ જ માર્ગે પરાવર્તિત થવાને બદલે આકાશ તરફ વળી જાય છે.
રેડારે વહેતાં મૂકેલાં મોજાં કોઈ જહાજની સપાટીને ટકરાઈને પરત આવે ત્યારરે તે મોજાંના આધારે ડાયલ પર આકૃતિ રચાતી હોય છે. આકૃતિ જોઈને રેડાર ઓપરેટર પામી જાય કે સેંકડો કિલોમીટર દૂર તરતું જહાજ ફ્રિગેટ, ડિસ્ટ્રો યર, વિમાનવાહક કે કોર્વેટ પૈકી કયા પ્રકારનું છે. અહીં તો ‘INS કવરત્તી’ શત્રુ રેડારની આંખે ઝામર લાવી દે છે. જુદી રીતે કહો તો સપાટી પર અથડાયા પછી આકાશ તરફ વળી જતાં મોટા ભાગનાં રેડારમોજાં ઓપરેટર સુધી પહોંચતાં નથી. રિટર્ન થતાં મોજાંની માત્રા નગણ્યે જેવી હોય, એટલે તેમને આધારે રેડાર પર રચાતી આકૃતિમાંય ભલીવાર ન હોય. રેખાંકનમાં બતાવ્યુંા છે તેમ સાડા ત્રણસો ફીટ લાંબું ‘INS કવરત્તી’ શત્રુ રેડારના ડાયલ પર માંડ વીસેક ફીટ લાંબા જહાજ તરીકે દેખાય. સંભવ છે કે ઓપરેટર એવી આકૃતિ જોયા પછી તેને માછીમાર નૌકા ધારી બેસે.
‘INS કવરત્તી’ની બીજી ખૂબી તેના ઉપલા માળખામાં વપરાયેલા મટીરિઅલમાં છે, જે કાર્બન-ફાઇબરથી બનેલું છે. ઓછું વજન, પણ અપાર મજબૂતી કાર્બન ફાઇબરની વિશેષતા છે. આથી એરબસ-350, એરબસ-380 તથા બોઇંગ-787 જેવાં પેસેન્જ ર વિમાનોની બાંધણીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ધાતુની તુલનાએ કાર્બન-ફાઇબર રેડારનાં માઇક્રોવેવ મોજાંને ક્યાંય ઓછા પ્રમાણમાં પરાવર્તિત કરે છે. જગતના ઘણા દેશો સ્ટેબલ્થં યુદ્ધજહાજની બનાવટમાં કાર્બન-ફાઇબરના બે પડની વચ્ચેિ બાલસા જેવું હળવું લાકડું સેન્ડવિચ કરી દે છે. રેડારનાં કેટલાંક મોજાં બાલસાનું લાકડું આત્મસાત્ કરી લેતું હોવાથી તેના પરાવર્તનનો પ્રશ્ન જ નહિ!
શત્રુ સામે ‘INS કવરત્તી’ને મૃગજળ બનાવતું ત્રીજું પાસું સપાટી પર લગાડેલો ખાસ પ્રકારનો પેઇન્ટસ છે. રેડારનાં કેટલાંક માઇક્રોવેવની વિદ્યુત ઊર્જાને તે ગ્રહણ કરી ઉષ્મા ઊર્જામાં ફેરવી નાખે છે. આમ, માઇક્રોવેવનું સ્વકરૂપાંતર થઈ જતાં તે પાછાં વળી શકતાં નથી. આ બધાં પાસાં રેડારની આંખમાં ધૂળ નાખવા માટે પૂરતાં છે, પરંતુ ઘણી વાર શત્રુ ઇન્ફ્રેરેડ સેન્સનર્સ વડે પણ જહાજનું તલાશી અભિયાન ચલાવે. આવાં સેન્સંર ગરમીનાં અધોરક્ત કિરણો પારખી તેમના આધારે જહાજની હાજરી શોધી કાઢે છે. અલબત્ત, ‘INS કવરત્તી’માં આની રોકથામ માટે પણ જોગવાઈ છે. એન્જિાન દ્વારા ઉદ્ભતવતી ગરમીને (માટે જહાજની ઇન્ફ્રારેડ સિગ્નેણચરને) ભૂંસી દેવા માટે ગાર્ડન રિસર્ચ શિપ બિલ્ડર્સના નિષ્ણાતોએ ‘INS કવરત્તી’ પર ઠંડા સમુદ્રી પાણીનો સ્પ્રે ે કરતાં મશીનો ગોઠવ્યાં છે. દર થોડી થોડી વારે તેમાંથી વાછંટ નીકળતી રહે, એટલે જહાજનું માળખું એકંદરે ઠંડું રહે છે. દુશ્મોનનાં ઇન્ફ્રા રેડ યંત્રોમાં જહાજની હાજરી પકડાતી નથી.
ગુપ્તંતાના અેક કહેતા અનેક પડદા ઓઢીને ભારતીય જળસીમાનું રખોપું કરવા નીકળતું ‘INS કવરત્તી’ આધુનિક ટેક્નોલોજિની તરતી ફરતી મિસાલ છે. જહાજની લગભગ ૯૦ ટકા બાંધણી તેમજ ટેક્નોલોજિ સ્વેદેશી હોવાનું જાણ્યા પછી તેના પ્રત્યે તેમજ તેના રચયિતાઓ પ્રત્યેબ સહેજે ગૌરવ થાય. ઘરઆંગણે શસ્ત્રહ ઉત્પાપદનમાં આપણે ખૂબ જ મોડા પડ્યા છીએ. હવે મોડા તો ઠીક, મોળા પડવું પણ બિલકુલ પોસાય તેમ નથી. ‘INS કવરત્તી’ની જેમ અન્યપ શસ્ત્રો નુંય ભારતીયકરણ થાય તો અને ત્યાયરે જ સંરક્ષણ ક્ષેત્રે આત્મકનિર્ભર શબ્દે સાર્થક થયો ગણાશે.■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/325xjsz
ConversionConversion EmoticonEmoticon