જીવનસાથી શોધવા માટે Facebook એ લોન્ચ કરી ડેટિંગ એપ, જાણો શું છે તેમાં ખાસ


અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2020, રવિવાર

જો તમે પોતાની જીવનમાં સાથીની શોધમાં છો તો તે માટે જલ્દી જ તમારો સહારો બનશે ફેસબુક. કારણ કે, હવે જીવનસાથીની શોધ માટે તમારે ન કોઈ ડેટિંગ એપ પર જવાની જરૂરિયાત પડશે અને ન તો મેટ્રોમોનિયલ સાઈટની મુલાકત લેવાની. હવે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુકે બ્રિટેન અને યૂરોપમાં પોતાની બહુપ્રતીક્ષિત ડેટિંસ સેવા ફેસબુક Dating લોન્ચ કરી આપી છે. તે માટે તમે ફેસબુક પર મિત્ર બનાવવાની સાથે જ જીવનસાથી પણ પસંદગી કરી શકશો.

સંભવિત પાર્ટનરથી સંપર્ક સાધવાનું શક્ય

‘ફેસબુક ડેટિંગ’ યૂઝરને મૂળ એકાઉન્ટથી અલગ એકાઉન્ટ બનાવવાની સુવિધા આપી રહ્યુ છે. ફેસબુક ડેટિંગ થકી ન માત્ર આસપાસના વિસ્તારમાં હાજર સંભવિત પાર્ટનરથી સંપર્ક સાધવાનું શક્ય છે, પરંતુ તેમને નજીકથી ઓળખવા માટે ચેટિંગ અને વર્ચુઅલ કોલનો સહારો પણ લઈ શકાય છે. કંપની પ્રમાણે, છેલ્લા સપ્ટેમ્બરમાં ફેસબુક ડેટિંગ શરૂ કર્યા બાદ અત્યાર સુધી 20 દેશણાં 1.5 અબજથી વધુ મેચ બનાવવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં આ સુવિધા શરૂ થઈ નથી.

સીક્રેટ ક્રશ થકી થશે મેળાપ

‘ફેસબુક ડેટિંગ’ પર ‘સીક્રેટ ક્રશ’ નામનું એક રસપ્રદ ફીચર પણ ઉપલબ્ધ છે. આ યૂઝરને પોતાની ફેસબુક ફ્રેંડ-લિસ્ટમાં હાજર તે 9 લોકોની યાદી બનાવવાની સુવિધા આપે છે. જે ખુદ જીવનસાથીની તલાશમાં લાગેલા છે. જો તમારો ક્રશ પણ તમને સીક્રેટ ક્રશ યાદીમાં જોડે છે, તો આ એક મેચ છે. આ સીક્રેટ ક્રશ ફીચર તમને તે લોકોની સાથે પોટેંશિયલ રિલેશનશીપની જાણ લગાવવાની તક આપે છે. જેમને તમે પહેલાથી જ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર ઓળખએ છે.

ફેસબુક ડેટિંગ પર ખોટી જાણકારીઓ આપવી પડશે મુશ્કેલ

ફેસબુકની ડેટિંગ પ્રોફાઈલ મૂળ એકાઉન્ટ સાથે જોડાયેલી હશે. તેથી તેમાં ખોટી જાણકારીઓ આપવી મુશ્કેલ હશે. એટલુ જ નહી ચેટિંગ દરમિયાન યૂઝર સંભવિત પાર્ટનરને ફોટો-વીડિયો મોકલી શકશે નહી. સાઈટ પર પસંદ-નાપસંદના આધાર પર પણ પાર્ટનરની ખોજ સંભવ હશે. જો તમે તમારી ફેસબુક ડેટિંગ પ્રોફાઈલ બનાવી લો છો અને બાદમાં ડિલીટ કરવા માગો છો તો ફેસબુક એકાઉન્ટ ડિલીટ કર્યા વગર પણ સમય પોતાની ડેટિંગ પ્રોફાઈલને હટાવી શકો છો.

ફેસબુકની નવી એપ ટિન્ડર (Tinder), ઓકેક્યૂપિડ (OkCupid) અને હેપન (Happn) જેવી એપ્સને ટક્કર આપશે. જો કે, કંપની આ ડેટિંગ એપને આ વર્ષ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે લોન્ચ કરવા ઇચ્છતું હતું. પરંતુ કોરોના વાયરસ મહામારી ફેલાવ્યા બાદ તેને ટાળવામાં આવી હતી. ફેસબુક ડેટિંગ ઘણા સમય પહેલાથી અમેરિકામાં લોન્ચ કરવામાં આવી છે.

ફેસબુક ડેટિંગમાં યૂઝર્સની પસંદ અનુસાર મેચિંગ કરવામાં આવશે. યૂઝરને બેસ્ટ મેચ સૂચવવા માટે ફેસબુકની એક્ટિવિટી અને પસંદ- નાપસંદનો ઉપયોગ કરશે. ફેસબુક ડેટિંગ માત્ર મોબાઇલ એપ પર જ ઉપલબ્ધ હશે. યૂઝર તેમના ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુકના ફોટો પણ તેમની પ્રોફાઇલ અથવા ટાઇમલાઇનમાં ઉપયોગ કરી શકશે. યૂઝર તેમની ડેટને ઇમ્પ્રેસ કરવા માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો પણ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ફેસબુક ડેટિંગમાં મેસેન્જરની જેમ એક ફિચર હશે જેનો ઉપયોગ ચેટિંગ માટે કરવામાં આવશે.

દુનિયાભરમાં લોકો સૌથી વધારે પૈસા ડેટિંગ એપ્સ પર ખર્ચ કરે છે. યૂઝર ગ્રોથ અને રેવેન્યૂને ધ્યાનમાં રાખી ફેસબુકે નવા એપ લોન્ચ કરી છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TkYESA
Previous
Next Post »