૨ નવેબરે વધુ એક લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે


વોશિંગ્ટન,૨૬,ઓકટોબર,૨૦૨૦,સોમવાર 

૨૦૨૦નું વર્ષ ખગોળીય ઘટનાઓથી ભરપૂર રહયું છે. અનેક લઘુગ્રહો (એસ્ટરોઇડસ) પણ પસાર થયાં જેમાંનો વધુ એક ૨ નવેમ્બરના રોજ પસાર થવાનો છે. આ ગ્રહ પૃથ્વીના ભાગને ટકરાય તેવી શકયતા ૦.૪૪ ટકા જેટલી છે. ખગોળવિદોના જણાવ્યા અનુસાર ૨૦૧૮ વીપી ૧ નામથી ઓળખાતા એસ્ટરોઇડ પર છેલ્લા બે વર્ષથી નજર રાખવામાં આવી રહી હતી. 


હાલમાં જ કેલિફોર્નિયામાં આવેલી પોલોમર પ્રયોગશાળાએ તેના વર્તમાન લોકેશનના આધારે પૃથ્વીને ટકરાઇ શકે છે એવી આશંકા વ્યકત કરી છે. એસ્ટ્રોફિઝિસ્ટસ ટાયસનનું કહેવું છે કે આ રેફ્રિજરેટર જેવા આકારનો એક પથ્થર છે જે કલાકના ૪૦૨૩૩. કિમી ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહયો છે. જો કે આ લઘુગ્રહ ખાસ મોટો નથી માટે એક સમયે પૃથ્વીના વાતાવરણમાં આવે તો પણ કોઇ નુકસાન થવાની શકયતા નથી.

નાસાના એસ્ટ્રોઇડ વોચ યૂનિટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એસ્ટ્રોઇડ ૬.૫ ફૂટ પહોળો છે આથી પૃથ્વીની સપાટીની નજીક પહોંચે તે પહેલા જ તેના હજારો ટુકડા થઇ જશે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો એક વિભાગ પૃથ્વીની નજીકથી પસાર થનારા લઘુગ્રહ એટલે કે એસ્ટરોઇડની સંશોધન નોંધ રાખે છે જેમાં અગાઉ પસાર થયેલા કે આગામી સમયમાં આવનારા પીંડની માહિતી રાખે છે.


 નાસા માને છે કે આવનારા ૧૦૦ વર્ષમાં ૨૨ જેટલા એસ્ટરોઇડસ છે જે પૃથ્વીને ટકરાઇ શકે તેવી શકયતા ધરાવે છે. લઘુગ્રહ કોઇ મોટા ગ્રહની જ ચટ્ટાન હોય છે જે સોલારને ભ્રમણ કરે છે. સોલાર સિસ્ટમમાં વધારે સંખ્યામાં લઘુગ્રહ મંગળ,ગુરુ અને જુપીટરના ભ્રમણ કક્ષાવાળા બેલ્ટમાં જોવા મળે છે.

એક અંદાજ મુજબ ૧૦ લાખ જેટલા લઘુગ્રહ જોવા મળે છે. ૪.૫ અબજ વર્ષ પહેલા સોલાર સિસ્ટમનો ઉદ્ભવ થયો ત્યારે ગેસ અને ધૂળથી બનેલા વાદળો ગ્રહના સ્વરુપમાં આવી શકયા ન હતા. ત્યાર પછી સમય જતાં ચટ્ટાનોમાં પરીવર્તિત થઇને લઘુગહ બન્યા હતા.એવું પણ માનવામાં આવે છે કે પૃથ્વીની રચના સમયે અનેક એસ્ટરોઇડ ટકરાયા હતા જેમાંથી પાણી અને કાર્બનિક પદાર્થો આવતા પૃથ્વી પર જીવનનું નિર્માણ થયું હતું. (તસ્વીર પ્રતિકાત્મક છે)



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37DkKYW
Previous
Next Post »