મુંબઇ તા.24 ઓકટોબર 2020, શનિવાર
હજુ થોડા દિવસ પહેલા જ એવા અહેવાલ મળ્યા હતા કે મલ્ટીસ્ટારર બિગ ફિલ્મ 'આદિપુરુષ'માં અભિનેતા અજય ભજવવા માગે છે. પણ તેમને રાવણનું પાત્ર ઓફર કરાયું છે જેને કારણે તેમણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. જોકે હવે એવા નવા અહેવાલ મળ્યા છે કે અજય દેવગનના પ્રવકતાએ આ વાત નકારી કાઢી છે.
અજય દેવગનના પ્રવકતાએ આ અહેવાલોને નકારી કાઢતાં જણાવ્યું છે કે અજય દેવગનને ન તો રામની ભૂમિકા ઓફર કરવામાં આવી છે કે ન તો રાવણના નેગેટિવ રોલને ઓફર કરાયો છે. એક પ્રવકતાના અહેવાલ મુજબ 'આદિપુરુષ'ના સર્જકો તરફથી અજય દેવગનને ફિલ્મમાં કોઇ પણ પ્રકારની ભૂમિકા ઓફર નથી થઇ.
જોકે આ પહેલા એવા પણ અહેવાલ આવ્યા હતા કે અજય દેવગન 'આદિપુરુષ' ફિલ્મમાં ભગવાન શંકરની ભૂમિકા કરશે 'આદિપુરુષ' એક મેગાબજેટ ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં નજરે પડશે એ જ રીતે સૈફ અલી ખાન ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં નજરે પડસે અને ફિલ્મમાં તેમના પાત્રનું નામ લંકેશ હશે.
જોકે 'સિક્રેટ ગેમ' વેલ સીરિઝમાં સૈફ અલી ખાન અને નવાજુદ્દીન સિદ્દીકીની ભૂમિકા ઘણી વખણાઇ છે. આથી. સૌફ અલી ખાન લંકેશની નેગેટિવ ભૂમિકામાં વધુ રંગ લાવી શકે એવી શક્યતા પૂરેપૂરી છે ત્યારે અજય દેવગન જેવા મોટા અદાકારનું શું ? શું અજય એમાં કોઇ ભૂમિકા નહીં ભજવે ? 'આદિપુરુષ'માં અન્ય અદાકારો કયા કયા હશૈ એ અંગે પણ અત્યારે તો અટકળો લગાવવા જ શક્ય છે જોઇએ આ મેગા બજેટની બિગ ફિલ્મ 'આદિપુરુષ' હજુ કેવા કેવા રંગ ધોરણ કરે છે ?
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mlBBDD
ConversionConversion EmoticonEmoticon