આ એ સમય હતો જ્યારે હું ઘણું કામ કરવા ઇચ્છો હતો, પણ કરી નહોતો શકતો. આ બધી જ નિષ્ફતાનું પરિણા હું છું એમ કહે છે, અભિનેતા પંકજ ત્રિપાઠી તેમના સફળતાના માર્ગમાં 'ઘણી બધી નિષ્ફળતા છે. અરે તેમણે તેમની પ્રથમ ફિલ્મ 'રન' (૨૦૦૪) કરી ત્યારે તેમાં તેમના પાત્રનું કોઇ નામ સુદ્ધા નહોતું. આમ છતાં, કોઇ પણ પ્રકારની ખિન્નતા વિના તેઓ તેમના ભૂતકાળ પર સહજતાની નજર રાખી શકે છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં પંકજ ત્રિપાઠીએ એક કલાકાર તરીકે અનેક સંકુલ પાત્રોને પડદા પર પેશ કર્યા છે. આ ફિલ્મો-શોઝ છે. 'ગેંગ્સ ઓફ વસેપૂર', 'ગુરગાંવ', 'મિરઝાપુર', 'સ્ક્રેડ ગેમ્સ', 'મસાન', 'ન્યૂટન', 'નિલ બેટરી સન્નાટા', 'બરેલી કી બરફી' અને 'ગુંજન સક્સેના : કારગિલ ગર્લ.
તેમણે પહેલી ફિલ્મ કેવા સંજોગોમાં કરી એવું પૂછવામાં આવતા પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે આની ક્રેડિટ મારા સંઘર્ષના દિવસોને જાય છે. આજે જે સ્થાને હું ઉભો છું, તેનું કારણ અગાઉ મારા માર્ગમાં આવેલા અંતરાયો છે. 'એ મારી કારકિર્દીની સ્થાપનાના વર્ષો હતા. આજે હું જે સ્થાને છું તેનું કારણ મેં કરેલી ભૂલો અને કરેલા સારા કામો છે જે મેં તે સમયે કર્યા હતા. અને યાદ છે બાબા નાગાર્જુનની હિન્દી કવિતા (જો નહીં હો... મૈં પ્રણામ) છે જેમાં મારા જીવનના અગ્રીમ દિવસોનું પ્રતિબિંબ પડે છે,' એમ તેઓ કહે છે.
બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસાંડ ગામનો આ અભિનેતા કહે છે, 'હું કાયમ એક વાતનું પ્રતિબિંબ પાડું છું કે જો મારું બાળપણ ભિન્ન હોત તો હું આજે છું એ કદીય બની શક્યો ન હોત.'
'આપણો ભૂતકાળ કાયમ સાચો હોય છે. હું એવું માનતો કે જે કંઇ પણ થશે એ ઉત્તમ જ થશે. આથી, બધી જ નિષ્ફળતા સાચી હતી,' એમ તેમણે ઉમેર્યું . આશાભરીની જે ફિલ્મસૂફી છે તે ત્રિપાઠીએ કાયમ માટે ચરિતાર્થ કરી છે, અરે, તેમણે 'મિરઝાપુર'માં જે દયાહીન મેકવેલિયન વિલનની ભૂમિલા ભજવી તે પણ આનું એક પ્રતિબંબ છે 'મિરઝાપુર' એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલિઝ થઇ હતી, જે ક્રાઇમ ડ્રામાં સીરિઝ હતી.
હું દરેક પાત્રોના ઉદ્દેશને ચરિતાર્થ કરું છું. આમ છતાં ગ્રે પાત્રો બચાવી સકાય એવા છે. 'હું એક એવી વ્યક્તિ છું જે કોઇ પણ કામગીરી ધીમે કરવા ઇચ્છે છે આથી હું 'મિરઝાપુર'ના કાલીનભૈયાના એવી આશા સાથે ભજવું છું કે જે આગળ જતાં સારું પણ બની શકે અથવા સારા માટે બદલાઇ પણ સખે છે. આથી હું મારા તમામ પાત્રોમાં આશા અને માનવતાને લાવવાના પ્રયત્ન કરતો રહું છું. તમે તેને સપાટી પર એ ખરાબ છે, એવું શોધી નહીં શકો, પણ જેમ જેમ તમે ઊંડા ઉતરશો તેમ તેમ તમને તેમાં શેતાનિયત દેખાશે.'
ત્રિપાઠી એવું દ્રઢપણે માને છે કે એક કલાકારને વિચાર કરવાની તક આપવામાં આવે છે અને વિભિન્ન ખૂણેથી તેના પર ભાર મૂક્યાની પણ તક અપાય છે, જેથી એક માનવ તરીકે એક વ્યક્તિ તેમાં ઉપસ્થિત થાય છે ત્યારે તેને સમૃદ્ધ અને મદદરૂપ થવાની પ્રક્રિયાને બળ મળે છે.
'મિરઝાપુર' એક પોપ-કલ્ચર ઘટના છે, જે ૨૦૧૮માં રિલિઝ થઇ હતી. ત્રિપાઠી કહે છે જ્યારે મેં તેની સ્ક્રીપ્ટ વાંચી ત્યારે મને થયું કે ખરેખર ખૂબ જ સારી લખવામાં આવી છે. આ સાથે જ તેની પાછળ એક્સલ એન્ટરટેઇન્મેન્ટની શ્રેષ્ઠ ટીમનું પીઠબળ હતું. અને કરણ અંશુમાન, ગુરમિત સિંહ અને મીહિર દેસાઇ જેવા દિગ્દર્શકો હતા, પણ એવી અપેક્ષા નહોતી કે આ શો અને મારા પાત્ર માટે આટલી બધી ઉત્કંઠા વધી જશે.
'આ શો સાથે યુવાનો સંકળાશે કેમ કે ઓટીટી પ્લેટફોર્મ પર સેન્સર નથી હોતું. ઘણા બધા પાત્રો તેમની રીતે પાત્રોને ચરિતાર્થ કરતાં હોય છે. બની શકે તેની ભાષા પણ આકર્ષણનું કેન્દ્ર બને અથવા કલરફૂલ પાત્રો. પણ મને લાગે છે કે જ્યારે દર્શકોને સ્ટોરી ગમી જાય અથવા એક્ટરતો તેના પાછળનું લોજિક સમજવું અત્યંત મુશ્કેલ હોય છે કેમ કે પ્રેમ તો કોઇ પણ લોજિકને પેલે પાર હોય છે,' એમ કહી પંકજ ત્રિપાઠીએ વાત પૂરી કરી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35JXrKp
ConversionConversion EmoticonEmoticon